Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Udhampur Encounter: ભારતીય સેનાએ ઉધમપુરમાં જૈશના ટોચના કમાન્ડર સહિત બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુના ઉધમપુરમાં મધરાતે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ભયાનક એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના મૂળિયાં હચમચી ગયા છે. ગુફામાં છુપાયેલા આતંકીઓએ અંધારાનો લાભ લઈ બચવાનો છેલ્લો દાવ ખેલ્યો હતો, પરંતુ ભારતીય સેનાના પેરાટ્રૂપર્સ અને ડોગ સ્ક્વોડની વ્યૂહરચના સામે તેમનું કંઈ ચાલ્યું નહીં. આ ઓપરેશનમાં ઠાર થયેલો ખતરનાક કમાન્ડર કયા મોટા ષડયંત્રમાં સામેલ હતો અને કેવી રીતે સેનાએ આ મોટું ઓપરેશન પાર પાડ્યું તે જાણવું જરૂરી છે.
udhampur encounter  ભારતીય સેનાએ ઉધમપુરમાં જૈશના ટોચના કમાન્ડર સહિત બે આતંકીઓને કર્યા ઠાર
Advertisement
  • જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ગુફામાં છુપાયેલા આતંકીઓનો ખાત્મો (Udhampur Encounter)
  • સેનાએ પેરાટ્રૂપર્સ અને ડોગ સ્ક્વોડની મદદથી ઓપરેશન પાર પાડ્યું
  • માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર સામેલ

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર ( (Udhampur) જિલ્લામાં સુરક્ષા દળોને આતંકવાદ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. પહાડી વિસ્તારોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન ભારતીય સેનાએ (Indian Army) ગુફામાં છુપાયેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad - JeM) ના બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર (Top Commander) પણ સામેલ હોવાની માહિતી સૈન્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

Udhampur Encounter: અંધારાનો લાભ લઈ ભાગવાનો કર્યો હતો પ્રયાસ

ઘટનાની વિગતો મુજબ, સુરક્ષા દળોએ આતંકીઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. સાંજે 7:30 વાગ્યાની આસપાસ જ્યારે અંધારું થયું ત્યારે આતંકીઓએ ગોળીબાર અને જોરદાર વિસ્ફોટો કરીને ભાગી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા સેનાએ તાત્કાલિક પેરાટ્રૂપર્સ (Paratroopers) અને ડોગ સ્ક્વોડ (Dog Squad) ની મદદ લીધી હતી. વધારાની ટુકડીઓ તૈનાત કરીને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી મજબૂત કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

આતંકી ગેંગનો પર્દાફાશ

તપાસમાં સામે આવ્યું છે કે ઠાર થયેલો આતંકી ઉસ્માન (Usman) એ જ ગેંગનો સભ્ય હતો જે છેલ્લા ઘણા સમયથી ઉધમપુર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી. જાન્યુઆરી મહિનામાં કઠુઆ (Kathua) અને કિશ્તવાડના (Kishtwar) ચતરુ જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ આ ગેંગના અન્ય સભ્યો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરે સૌન ગામમાં થયેલા હુમલા બાદ સુરક્ષા દળો સતત આતંકીઓને શોધી રહ્યા હતા.

જમ્મુ ક્ષેત્રમાં સઘન કાર્યવાહી

જમ્મુ ક્ષેત્રના ઉપરના પહાડી અને ગાઢ જંગલ વિસ્તારોમાં છુપાયેલા આતંકીઓનો સફાયો કરવા માટે સેના દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ કિશ્તવાડમાં થયેલા એન્કાઉન્ટરમાં એક પેરાટ્રૂપર શહીદ થયો હતો, જેના બદલામાં સેનાએ હવે આતંકી સંગઠનના મૂળિયાં હલાવી દીધા છે.

આ પણ વાંચો:  Anurag Thakur LV Belt : સંસદમાં 80 હજારની બેલ્ટ? વીડિયો જોઈને લોકોએ લીધા આડેહાથ

Tags :
Advertisement

.

×