Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

UGC New Rules Controversy : UGC ના નવા જાતિ નિયમો પર દેશભરમાં આક્રોશ, જાણો શું છે વિવાદ !

યુનિવર્સિટીઓમાં જાતિવાદ નાબૂદ કરવા UGC એ નવા કડક નિયમો તો લાગુ કર્યા, પરંતુ તેણે દેશમાં એક નવો જ સામાજિક વિવાદ છેડી દીધો છે. ખાસ કરીને નિયમ 3(C) માં OBC ના સમાવેશ અને મુસ્લિમ જાતિઓના અધિકારો પર ઉઠેલા સવાલોએ એક SDM ના રાજીનામા સુધી વાત પહોંચાડી દીધી છે. શું આ નિયમો ખરેખર સમાનતા લાવશે કે પછી નવો વર્ગવિગ્રહ શરૂ કરશે?
ugc new rules controversy   ugc ના નવા જાતિ નિયમો પર દેશભરમાં આક્રોશ  જાણો શું છે વિવાદ
Advertisement
  • કોલેજોમાં જાતિ ભેદભાવ રોકવા UGC એ લાગુ કર્યા નવા કડક નિયમો ( UGC New Rules Controversy )
  • નિયમ 3(C) ના વિરોધમાં બરેલીના SDM અલંકાર અગ્નિહોત્રીએ આપ્યું રાજીનામું
  • OBC અને મુસ્લિમ જાતિઓના સમાવેશને લઈને ઉચ્ચ જાતિઓમાં ભારે રોષ
  • નિયમોનું પાલન નહીં કરનાર યુનિવર્સિટીઓની UGC માન્યતા થશે રદ
  • વિવાદ વધતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ભાજપ નેતાઓમાં પણ અસંતોષ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ અટકાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોએ દેશભરમાં વિવાદ છેડ્યો છે. 13 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવેલા આ નિયમોનો ઉચ્ચ જાતિના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ એટલો તીવ્ર બન્યો છે કે બરેલીના SDM અલંકાર અગ્નિહોત્રી (SDM Alankar Agnihotri) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જ્યારે ભાજપના પણ અનેક સવર્ણ નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા હોવાના અહેવાલ છે.

UGCના નવા નિયમો: શું છે 'સમાનતા પ્રોત્સાહન નિયમો 2026'?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિવાદ અને ભેદભાવને રોકવા માટે નવા કડક નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમોનો મુખ્ય હેતુ SC, ST અને OBC વિદ્યાર્થીઓને સુરક્ષા આપવાનો છે.

Advertisement

1. નવી વ્યવસ્થા: સમાન તક કેન્દ્ર (EOC)

Advertisement

હવે દરેક કોલેજ કે યુનિવર્સિટીએ ફરજિયાતપણે 'સમાન તક કેન્દ્ર' (Equal Opportunity Centre) શરૂ કરવું પડશે.

આ કેન્દ્રના વડા સંસ્થાના મુખ્ય અધિકારી (Principal/VC) રહેશે.

તેમની નીચે એક 'સમાનતા સમિતિ' કામ કરશે, જે ભેદભાવની ફરિયાદો પર ધ્યાન આપશે.

2. ફરિયાદ અને તપાસની પ્રક્રિયા (Time-bound Process)
જો કોઈ વિદ્યાર્થી સાથે જાતિના આધારે અન્યાય થાય, તો ન્યાય મેળવવા માટેનો રસ્તો હવે ઘણો ઝડપી બનશે:

24 કલાક: ફરિયાદ મળ્યાના 24 કલાકમાં સમિતિએ તેના પર એક્શન લેવા પડશે.

15 દિવસ: સમિતિએ આખી તપાસ પૂરી કરીને 15 દિવસમાં સંસ્થાના વડાને રિપોર્ટ સોંપવો પડશે.

7 દિવસ: રિપોર્ટ મળ્યાના 7 દિવસમાં વડાએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની રહેશે.

3. આગળની અપીલ અને લોકપાલ
જો કોઈ પક્ષને સંસ્થાના વડાના નિર્ણયથી સંતોષ ન હોય, તો તેઓ 30 દિવસની અંદર 'લોકપાલ' (Ombudsman) પાસે જઈ શકે છે. લોકપાલે પણ 30 દિવસમાં પોતાનો આખરી નિર્ણય આપવો પડશે.

4. નિયમ તોડનાર માટે સખત સજા
UGC એ આ વખતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ કોલેજ કે યુનિવર્સિટી આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે અથવા જાણીજોઈને પાલન નહીં કરે, તો UGC તે સંસ્થાની માન્યતા (Recognition) રદ કરી નાખશે. એટલે કે, તે કોલેજ કે યુનિવર્સિટી કાયદેસર રીતે બંધ પણ થઈ શકે છે.

 UGC New Rules Controversy :  શું છે આ વિવાદિત નિયમો?

UGC એ 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો 2026' (Promotion of Equity Regulations 2026) રજૂ કર્યા છે. આ નિયમોનો મુખ્ય હેતુ કોલેજો અને યુનિવર્સિટીઓમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ના વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવાનો છે.

ફરિયાદ અને નિરાકરણની પ્રક્રિયા

નવા નિયમો મુજબ, દરેક શૈક્ષણિક સંસ્થાએ સમાન તક કેન્દ્ર (Equal Opportunity Centre - EOC) સ્થાપિત કરવું પડશે.

જો કોઈ વિદ્યાર્થી ભેદભાવનો ભોગ બને, તો તે 'સમાનતા સમિતિ' સમક્ષ ફરિયાદ કરી શકશે.

સમિતિએ 24 કલાકમાં કાર્યવાહી શરૂ કરવી પડશે અને 15 દિવસમાં અહેવાલ આપવો પડશે.

જો સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે, તો UGC તેની માન્યતા રદ કરી શકે છે.

હોબાળો શા માટે? નિયમ 3(C) પર વિવાદ

વિરોધનું સૌથી મોટું કારણ નિયમ 3(C) છે. આ નિયમ હેઠળ હવે OBC શ્રેણીને પણ SC અને ST ની સમકક્ષ સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી લડાઈ મુખ્યત્વે જનરલ અને SC/ST વચ્ચે હતી, પરંતુ હવે OBC ના સમાવેશથી જનરલ વર્સેસ અન્ય તમામ જેવી સ્થિતિ સર્જાઈ છે.સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે OBC શ્રેણીમાં આવતી મુસ્લિમ જાતિઓ (Muslim OBC Castes) પણ હવે આ કાયદાનો ઉપયોગ કરીને ફરિયાદો કરી શકશે, જેના કારણે ઉચ્ચ જાતિઓમાં ભય અને આક્રોશનો માહોલ છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Operation Sindoor માં ભારતીય વાયુસેનાના પ્રહાર સામે પાકિસ્તાને માંગી હતી Ceasefireની ભીખ! સ્વિસ રિર્પોટમાં મોટા દાવા

Tags :
Advertisement

.

×