Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Himachal Pradesh Road Accident : કાર ખીણમાં ખાબકતા આગ લાગી, પંજાબના બે શ્રદ્ધાળુઓના કરૂણ મોત

Himachal Pradesh Road Accident : હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર કાબુ ગુમાવતા 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ખીણમાં પડતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
himachal pradesh road accident   કાર ખીણમાં ખાબકતા આગ લાગી  પંજાબના બે શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Advertisement
  • Himachal Pradesh Road Accident :  હિમાચલમાં દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
  • ઉનામાં 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મારુતિ સ્વિફ્ટ કાર
  • ટાયર ફાટ્યા બાદ કારમાં ભીષણ આગ લાગતા બેના મોત
  • પંજાબના લુધિયાણાના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી
  • ભરવાઈ-હોશિયારપુર રોડ પર સર્જાયો હૃદયદ્રાવક કિસ્સો
  • ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Himachal Pradesh Road Accident : હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર કાબુ ગુમાવતા 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ખીણમાં પડતાની સાથે જ કારમાં ભીષણ આગ (Car Fire) ફાટી નીકળી હતી, જેમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે.

Himachal Pradesh Road Accident : કાર ખીણમાં ખાબકી

આ દુર્ઘટના બુધવારે ભરવાઈ-હોશિયારપુર રોડ પર બની હતી. આ માર્ગ તેના જોખમી વળાંકો (Dangerous Turns) માટે જાણીતો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો, જે કદાચ ટાયર ફાટવાનો (Tire Burst) હતો. ત્યારબાદ મારુતિ સ્વિફ્ટ કાર સીધી રસ્તા પરથી નીચે ખાબકી હતી. કાર નીચે પડતા જ તેમાં બ્લાસ્ટ થયો અને આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી.

Advertisement

Advertisement

મૃતકોની થઈ ઓળખ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી કાર પંજાબના લુધિયાણા (Ludhiana, Punjab) પાસિંગની છે. એક વ્યક્તિનો મૃતદેહ કારની બહારથી મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક મુસાફર કારમાં જ જીવતો ભૂંજાઈ ગયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મળેલા આધાર કાર્ડ (Aadhar Card) મુજબ મૃતકો લુધિયાણાના તાજપુર રોડ વિસ્તારના હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Fuel Price : શું ખરેખર પેટ્રોલ મોંઘું થશે? કેન્દ્ર સરકારે જાહેર કરી અસલી હકીકત

Tags :
Advertisement

.

×