કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષા વધારાઇ, જાણો કારણ
- દેશ વિરોધી તત્વોએ શિવરાજસિંહ ચૌહાણની માહિતી એકત્ર કરી હોવાનું સપાટી પર આવ્યું
- આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કેન્દ્રીય કૃષિ મંત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
- શિવરાજસિંહ ચૌહાણ ભારત સરકારના કૃષિ મંત્રી બનતા પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા
- શિવરાજસિંહ ચૌહાણ મામાના હુલામણા નામથી વધારે લોકપ્રિયા છે
Union Agriculture Minister Shivraj Singh Chouhan : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણની સુરક્ષા અચાનક વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મળેલા ઇનપુટ્સને પગલે, શિવરાજ સિંહ ચૌહાણના ભોપાલ અને દિલ્હી બંને સ્થિત નિવાસસ્થાન પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પગલાં લેવાયા
ભોપાલમાં, પોલીસે ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ ના બંગલામાં તથા બંગલાની આસપાસ વધારાના બેરિકેડ ઉભા કર્યા છે. દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. માહિતી મળી છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI, શિવરાજ વિશે માહિતી એકઠી કરી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્વરિત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે..
પત્ર લખીને તાકીદ કરવામાં આવી
ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા વધારવા અંગે મધ્યપ્રદેશના DGPને મોકલવામાં આવેલા પત્ર અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, ISI એ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિશે માહિતી મેળવવામાં રસ દાખવ્યો છે. આ પછી, કેન્દ્રીય સુરક્ષા એજન્સી સાથે પરામર્શ કરીને કેન્દ્રીય મંત્રીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. પત્રમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યોગ્ય પગલાં ભરવા અંગેની વિનંતી કરવામાં આવી છે.
Z સાથે સુરક્ષા વધારાઇ
જો કે, શિવરાજ સિંહ ચૌહાણને પહેલાથી જ Z સુરક્ષા પ્રાપ્ત છે. છતાં, ગૃહ મંત્રાલય તરફથી નવા ઇનપુટ્સ મળ્યા બાદ, કેન્દ્રએ મધ્યપ્રદેશના ડીજીપી, દિલ્હી પોલીસના સ્પેશિયલ પોલીસ કમિશનર (સુરક્ષા) અને મધ્યપ્રદેશના મુખ્ય સચિવને સુરક્ષા મજબૂત બનાવવા સૂચનાઓ મોકલી છે.
આ પણ વાંચો ------- કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભાજપની જીત પર શુભકામનાઓ પાઠવી, જાણો શું લખ્યું