પૂંચમાં પીડિત પરિવારોને કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah દ્વારા નિમણૂક પત્રો અપાયા
- અમિત શાહે પૂંચમાં પીડિત પરિવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા
- આખા દેશની જનતા અને કેન્દ્ર સરકાર પૂંચની સાથે છે - Amit Shah
- ભારત એકપણ આતંકવાદી ઘટનાને સહન કરશે નહીં - Amit Shah
Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે પૂંચમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારોને આજે નિમણૂક પત્રો એનાયત કર્યા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સરકાર પીડિતોની સાથે છે. પૂંચ વિસ્તારમાં પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું જેમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોના પરિવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર પીડિતોની સાથે છે - અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે પૂંચમાં મૃતકોના પરિવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા છે. જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલા અમિત શાહે આજે પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભોગ બનેલા પરિવાર સાથે મુલાકાત કરી છે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, પાકિસ્તાને નિર્દોષ લોકો પર હુમલો કર્યો.પાકિસ્તાને નાગરિક વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાનના ગોળીબારમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીર સરકાર, કેન્દ્ર સરકાર અને દેશની લાગણીઓ તમારી સાથે જોડાયેલી છે.
આ પણ વાંચોઃ 'જો આતંકવાદ માથું ઉંચકશે, તો ભારત તેને કચડી નાખશે' : PM મોદી
આખો દેશ પૂંચ સાથે છે - અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે પૂંચના પીડિત પરિવારો સાથે ઉષ્માસભર મુલાકાત કરી છે. તેમણે પીડિત પરિવારોને નિમણૂક પત્રોને એનાયત કર્યા છે. તેમણે આ પ્રસંગે જે સંબોધન કર્યુ તેમાં કહ્યું કે, આખો દેશ પૂંચના લોકો સાથે ઉભો છે. ભારતીય સેનાએ Operation Sindoor દરમિયાન આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, પરંતુ પાકિસ્તાને બીજા જ દિવસે નાગરિક વિસ્તારો પર ગોળીબાર કર્યો, જેના કારણે આપણા પૂંચમાં નુકસાન થયું. પાકિસ્તાને મંદિરો અને ગુરુદ્વારાઓ પર ગોળીબાર કર્યો. ભારત એકપણ આતંકવાદી ઘટનાને સહન કરશે નહીં અને તેનાથી પણ વધુ સચોટ જવાબ આપવામાં આવશે.
ટેરર અને ટ્રેડ એક સાથે નહીં ચાલે
પૂંચમાં પાકિસ્તાને કરેલ ગોળીબારમાં જે નિર્દોષ નાગરિકો માર્યા ગયા તેમના પરિવારને આજે અમિત શાહે નિમણૂક પત્રો એનાયત કર્યા છે. તેમણે હૈયાધારણ આપતા કહ્યું કે, પૂંચની સાથે આખો દેશની જનતા અને આખી કેન્દ્ર સરકાર ઊભી છે. તેમણે ઉમેર્યુ કે, અહીં મોટી સંખ્યામાં બંકરો બનાવવામાં આવશે. વર્ષ 2014 થી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે, તે જ ગતિએ વિકાસ યથાવત રહેશે. Prime Minister Narendra Modi એ સ્પષ્ટપણે કહ્યું છે કે, ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ સાથે નહીં ચાલે. લોહી અને પાણી સાથે નહીં ચાલે.
આ પણ વાંચોઃ ભારતીય નૌસેનાએ પાકિસ્તાન પર મિસાઇલો અને ટોર્પિડો ફાયર કર્યા, રક્ષામંત્રીનો ખુલાસો