Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ભાજપનું ઓવૈસીની પાર્ટી સાથે હસ્તધૂનન?, મહારાષ્ટ્રમાં AIMIM-ભાજપના ગઠબંધનની ચર્ચા

અકોલાની અકોટ નગર પરિષદમાં સત્તા કબજે કરવા ભાજપ અને ઓવૈસીની AIMIM એ હાથ મિલાવ્યા છે. કોઈ પક્ષને બહુમતી ન મળતા ભાજપે AIMIM, શિવસેના અને NCP ના બંને જૂથોને સાથે રાખી 'અકોટ વિકાસ મંચ' બનાવ્યો છે. ભાજપના માયા ધુલે મેયર બન્યા છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ગઠબંધન અસ્વીકાર્ય ગણાવી સ્થાનિક નેતાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની ચીમકી આપી છે
ભાજપનું ઓવૈસીની પાર્ટી સાથે હસ્તધૂનન   મહારાષ્ટ્રમાં aimim ભાજપના ગઠબંધનની ચર્ચા
Advertisement

. અકોટ નગર પરિષદની ચૂંટણીમાં કોઈ પાર્ટીને મળી નથી બહુમતી
. ભાજપ સૌથી મોટી પાર્ટી બની, અકોટ વિકાસ મંચ નામે મહાગઠબંધન બન્યું
. AIMIM, શિવસેનાના 2 જૂથ, એનસીપીના 2 જૂથ, પ્રહાર જનશક્તિ પક્ષ ઘટકદળ

મુંબઈ: મહારાષ્ટ્રમાં નગર પરિષદની ચૂંટણીઓમાં રાજકીય સૂર્યોદય પશ્ચિમમાં થવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. મહારાષ્ટ્રના અકોલાથી જે સમાચાર સામે આવી રહ્યા છે, તે રાજકીય જુમલાબાજીને નવી ઊંચાઈ પણ આપશે. ઘોર વિરોધી વિચારધારા ધરાવતા ભાજપ અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમએ હાથ મિલાવ્યા છે. અકોલાની અકોટ નગર પરિષદમાં સત્તાના આ અનોખા રાજકીટ કોકટેલે રાજ્યની રાજનીતિમાં ખળભળાટ પણ મચાવી દીધો છે. આ ચોંકાવનારા ગઠબંધનની ઈનસાઈડ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે.

Advertisement

અકોટા વિકાસ મંચ

અકોટા નગર પરિષદની તાજેતરની ચૂંટણીના પરિણામોમાં કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નહીં. 35 બેઠકોવાળી આ નગરપાલિકામાં 33 બેઠકો પર ચૂંટણી યોજાઈ, જ્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યું, પરંતુ સત્તાની ચાવી તેની પાસે ન હતી. તેવામાં ભાજપે રાજકીય શતરંજ પર એક એવી ચાલ ચાલી કે જેની કોઈને કલ્પના પણ ન હતી. ભાજપના માયા ધુલેએ મેયર પદની ચૂંટણી જીતી લીધી, પરંતુ ગૃહ ચલાવવા માટે તેમણે અકોટ વિકાસ મંચ નામથી એક મહાગઠબંધન તૈયાર કર્યું. આ ગઠબંધન બકાયદા અકોલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે રજિસ્ટર કરાવવામાં આવ્યું છે.

Advertisement

સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ મંચમાં એ પક્ષો પણ સાથે છે, જે એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ કરતા નથી.

ભાજપ-11 બેઠકો, એઆઈએમઆઈએમ-5 બેઠકો, પ્રહાર જનશક્તિ પક્ષ 3 બેઠકો, શિવસેના ઉદ્ધવ જૂથ-2 બેઠકો, શિવસેના શિંદ જૂથ- 1 બેઠક, એનસીપી અજીત પવાર- 2 બેઠક, એનસીપી શરદ પવાર-1 બેઠક અને બહુમતી માટે 25 બેઠકો થઈ.

એક તરફ જ્યાં ભાજપ બટેંગે તો કટેંગે જેવા સૂત્રો સાથે હિંદુત્વની રાજનીતિ કરે છે, તો એઆઈએમઆઈએમ મુસ્લિમ હિતોની વાત કરે છે. બંને પાર્ટીઓ મંચો પરથી એકબીજાને કોસવાનો એકપણ મોકો છોડતી નથી. પરંતુ અકોટામાં વિકાસના નામે બંનેના ઝંડા એકસાથે લહેરાઈ રહ્યા છે. આ ગઠબંધનમાં વિચારધારા પાછળ અને ખુરશી આગળ હોય તેવું પણ લાગી રહ્યું છે.

કાકા-ભત્રીજા સાથ સાથ

રાજ્ય સ્તર પર શરદ પવાર અને અજીત પવાર વચ્ચેનો રાજકીય જંગ જગજાહેર છે. પરંતુ અકોટમાં બંને જૂથોના કોર્પોરેટરો એક જ ગઠબંધનમાં ઘટકો બનીને સાથે બેઠા છે.

બંને શિવસેનાની એક હોડીમાં સવારી

શિંદની શિવસેના અને ઉદ્ધવની શિવસેના વચ્ચે પણ કડવાશ અહીં ખતમ થઈ છે. બંને જૂથોએ ભાજપના નેતૃત્વવાળા મંચને ટેકો આપ્યો છે.

વિપક્ષમાં કોણ?

આ ભારે-ભરખમ ગઠબંધન બાદ વિપક્ષની બેંચ ખાલી દેખાઈ રહી છે. વિપક્ષમાં 6 બેઠક સાથે કોંગ્રેસ અને વંચિત બહુજન અઘાડી 2 બેઠકો સાથે બેસવાના છે.

આ પણ વાંચો:Maharashtra : પાકિસ્તાનથી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ઉઠાવી લાવો, PM મોદી પર ઓવૈસીએ સાધ્યું નિશાન

Tags :
Advertisement

.

×