Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP Crime: હવે આગ્રામાંથી નકલી MLA પકડાયા, પોલીસે કર્યા ચોકાવનારા ખુલાસા

UP Crime: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી હવે MLAની ઓળખ આપી હોટલમાં મજા મણતાં શખ્સો પકડાયા છે. એક આરોપીનું નામ વિનોદ કુમાર છે. જેણે કથિત રીતે ધારાસભ્ય તરીકે ઓળખ આપી હતી. તેની સાથે રહેલા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.
up crime  હવે આગ્રામાંથી નકલી mla પકડાયા  પોલીસે કર્યા ચોકાવનારા ખુલાસા
Advertisement
  •  આગ્રામાંથી નકલી ધારાસભ્ય (MLA)ની ઓળખ આપી મજા માળતાં બે શખ્સો પકડાયા
  • ભાડું માંગવા પર હોટલ માલિક અને સ્ટાફને ધમકી આપી
  • હોટલ માલિકે પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરાઈ
UP Crime: અત્યાર સુધીમાં તમે નકલી IAS અધિકારીઓ, IPS અધિકારીઓ, SDM, ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટરો પકડાયા સાંભળ્યું હશે. ત્યારે હવે નકલી ધારાસભ્ય (MLA) પકડતાં ખળભળાટ મચ્યો છે. ઉત્તર પ્રદેશ (UP)ના આગ્રામાંથી દિલ્હીના તુગલકાબાદના રહેવાસી વિનોદ અને તેનો મિત્ર મનોજની ધરપકડ કરી છે. આરોપી વિનોદે પોતાને ધારાસભ્ય હોવાનો દાવો કર્યો હતો અને ભાડું માંગવા પર હોટલ માલિક અને સ્ટાફને ધમકી આપી હતી. ધારાસભ્ય હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ ભાડું ચૂકવ્યા વિના 18 દિવસ સુધી હોટલમાં રહ્યો હોવાનું કહેવાય છે. આરોપીઓની ઓળખ દિલ્હીના તુગલકાબાદના રહેવાસી વિનોદ અને તેના મિત્ર મનોજ તરીકે થઈ છે.

UP_crime_gujarat_First18 દિવસ પછી નકલી ધારાસભ્યનો પર્દાફાશ

પોલીસના જણાવ્યા અનુસાર વિનોદે ધારાસભ્ય હોવાનો દાવો કર્યો હતો અને હોટલ સ્ટાફને ડરાવવા માટે આ ખોટા દાવાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે હોટલ માલિક પવને તેના રહેવાની વ્યવસ્થા માંગી ત્યારે વિનોદે કથિત રીતે દેખાડો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પવને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એસીપી ઈમરાને જણાવ્યું, "હોટલ માલિકે ફરિયાદ કરી હતી કે બે માણસો 18 દિવસથી ત્યાં રોકાઈ રહ્યા છે. તેમાંથી એક પોતાને ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યો હતો અને ભાડું ચૂકવવાનો ઇનકાર કરી રહ્યો હતો. આ માહિતીના આધારે કાર્યવાહી કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ."

UP froud mla_Gujarat_first

Advertisement

આરોપીઓ ધારાસભ્યની ઓળખ આપી હોટલમાં મજા કરતાં રહ્યા

પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે વિનોદ ધારાસભ્ય નથી જે બાદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી "MP" લખેલી એક કાર જપ્ત કરવામાં આવી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંનેએ તાજેતરના દિવસોમાં ઘણી દુકાનો અને રેસ્ટોરન્ટમાં નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો. તેઓ અગાઉ આ રીતે હોટલ અને રેસ્ટોરન્ટની મુલાકાત લઈ ચૂક્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ Bihar Politics: ‘મારે નેતા નથી બનવું’, ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવના સૂર કેમ બદલાયા?

આ પણ વાંચોઃ Viral video: લાઈવ શોમાં ચાહકોએ ગાયકનું પેન્ટ ઉતારી દીધું, વીડિયો વાયરલ થતાં..!

Tags :
Advertisement

.

×