UP assembly: મહાકુંભમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ ન હતો:સીએમ યોગી
- વિધાનસભામાં સીએમ યોગીએ વિપક્ષ પર કર્યા પ્રહાર
- કુલ 67 કરોડ શ્રદ્ધાળુઓ કુંભમાં આવ્યા
- મહાકુંભમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ ન હતો: CM Yogi
UP assembly:યુપી વિધાનસભામાં સીએમ યોગી (CM Yogi)આદિત્યનાથએ મહાકુંભને લઇને યાદ કરીને વિપક્ષ પર નિશાન તાક્યુ હતુ. તેમણે મજબૂત કાયદા વ્યવસ્થાનું ઉદાહરણ આપતા કહ્યું કે મહાકુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ એક પણ છેડતી કે ગુનાનો એક પણ બનાવ બન્યો નથી. કુલ 67 કરોડ શ્રદ્ધાળુઓ કુંભમાં આવ્યા હતા પરંતુ એક પણ ગુનાની ઘટના બની ન હતી.
વિપક્ષ પર વરસ્યા સીએમ યોગી
સીએમ યોગીએ સપા પર નિશાનો સાધતા કહ્યું કે સપા ભારતની આસ્થા સાથે રમત રહી રહી છે. તેઓ કહે છે કે અમારા વિચારો બિનસાંપ્રદાયિક છે. હવે તમે જ કહો કે અમારા વિચારો બિનસાંપ્રદાયિક કેવી રીતે હોઇ શકે. અમે સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરીએ છીએ. 45 દિવસનું આયોજનએ ભારતના વારસા અને વિકાસની એક અમિ છાપ ન માત્ર ભારત પરંતુ આખા દુનિયામાં છોડી છે.
આ પણ વાંચો - શહજાદી તો ગઈ પણ ભારતના કેટલાય કેદીઓ હજુ પણ દુનિયાની જુદી જુદી જેલોમાં બંધ
66 કરોડ લોકોએ કર્યુ સ્નાન
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે મહાકુંભના 45 દિવસમાં, દેશ અને દુનિયામાંથી 66 કરોડથી વધુ લોકો મેળામાં આવ્યા હતા. મહાકુંભમાં આવેલા 66 કરોડ લોકોમાંથી અડધા મહિલા યાત્રાળુઓ હશે, પરંતુ છેડતી, લૂંટ, અપહરણ કે હત્યાનો એક પણ બનાવ બન્યો નથી... અપેક્ષા કરતાં વધુ લોકો મહાકુંભમાં આવ્યા અને પવિત્ર સ્નાન કરીને આવેલા લોકો અભિભૂત થઈને પાછા ફર્યા. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ પ્રયાગરાજ મહાકુંભની પ્રશંસા કરી.
આ પણ વાંચો - 'આ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે', દુષ્કર્મના કેસમાં SC ની મહિલાને ટકોર
મહાકુંભમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ ન હતો- સીએમ યોગી
વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે સપા ડૉ. લોહિયાનું નામ લેતી હોય છે પરંતુ તેમના આદર્શોથી તો દૂર થઇ ગઇ છે. ડૉ. લોહિયાનું આચરણ, આદર્શો અને સિદ્ધાંતોને સપા ભૂલી ગઇ છે. તેમણે કહ્યું કે વિષ્ણુ, શંકર અને રામ ભારતની એકતાનો આધાર છે, પરંતુ સમાજવાદી પાર્ટી તેમાં માનતી નથી. આપણે બધાના સમર્થન, બધાના વિકાસ વિશે વાત કરીએ છીએ. મહાકુંભમાં ભારતના વારસા અને વિકાસની અનોખી છાપ જોવા મળી. મહાકુંભમાં જાતિ, ધર્મ કે પ્રદેશના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ જોવા મળ્યો ન હતો.
આ પણ વાંચો - વિધાનસભા ગૃહમાં MLA મસાલો ખાઈને થૂંક્યા, અધ્યક્ષે કહ્યું : મે બધુ જ જોયું!
કેટલાક લોકોને ખામી જ દેખાય છે- સીએમ યોગી
સીએમ યોગીના મતે, આ વર્ષના મહાકુંભમાં 66 કરોડ 30 લાખ લોકોએ સ્નાન કર્યું. આ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક કાર્યક્રમ હતો. સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. દુનિયાભરના મીડિયાએ કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ યોજવો એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. પરંતુ કેટલાક લોકો એવા છે જે ફક્ત ખામીઓ જ જોઈ શકતા હતા.