UP Crime: 'મારા પર 6 લોકોએ સામૂહિક દુષ્કર્મ ગુજારાયું', પિડિતા પોલીસ કાફલામાંથી છૂટી DIG તરફ ભાગી પછી..!
UP Crime: ઉત્તર પ્રદેશમાં વારંવાર બળત્કાર સહિતની અપરાધિક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બુલંદશહેર (Bulandshahr)માંથી હડકંપ મચાવતી ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવતીએ પોલીસ સમક્ષ જઈ સામૂહિક દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. ગેંગ રેપ પીડિતા પોલીસકર્મીઓના હાથમાંથી છૂડી દોડી સીધી મેરઠ રેન્જના DIG નિધિ નિથાનીની સામે પહોંચી ગઈ હતી.
પીડિતાએ આરોપ લગાવ્યો કે ખુર્જા નગર પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે અને કેસમાં બેદરકારી દાખવી રહી છે. પોલીસ સકંજામાંથી છૂટી પીડિતાનો DIG સુધી પહોંચવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નોંધનીય છે કે ઘટના પછી DIGએ પીડિતાની વાત સાંભળી અને બેદરકારીના આરોપસર ખુર્જા નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પંકજ રાયને પોલીસ લાઈનમાં ટ્રન્સફર કરી દીધા છે.
DIGના નિરીક્ષણ વખતે પીડિતા અચાનક આવી પહોંચી
ગઈકાલે ગુરુવારે DIG નિધિ નિથાની બે પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરવા માટે બુલંદશહેર પહોંચ્યા હતા. પોલીસ લાઇન અને એસપીની ઓફિસનું પણ નિરીક્ષણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર જિલ્લામાં સફાઈ અને સજાવટ શરૂ થઈ ગઈ હતી. જ્યારે DIG ખુર્જા નગર પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે તેમણે બિલ્ડિંગમાં કૃત્રિમ સજાવટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "સજાવટ પોલીસ સ્ટેશનને સજાવવા પર નહીં, પરંતુ નિષ્પક્ષ તપાસ અને ગુના નિયંત્રણ પર કેન્દ્રિત હોવી જોઈએ." ત્યારે DIG નિરીક્ષણ પછી પાછા ફરી રહ્યા હતા. ત્યારે ગેંગ રેપ પીડિતા અચાનક પોલીસ અધિકારીઓથી બચીને તેમની તરફ દોડી ગઈ. યુવતીને અન્ય પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતી ભાગી છૂટી DIG સુધી પહોંચી ગઈ અને પોતાની આપવતી કહી.
પીડિતાએ આપવીતી કહી
પીડિતાએ રડતાં રડતાં કહ્યું કે 6 પુરુષોએ મારી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતુ. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે, પરંતુ બાકીના બે હજુ પણ ફરાર છે. ખુર્જા નગર પોલીસ તેમની ધરપકડ કરવામાં વિલંબ કરી રહી છે. પીડિતાએ માંગ કરી છે કે કૃપા કરીને બાકીના 2 આરોપીઓની પણ ધરપકડ કરો, મને ન્યાય જોઈએ છે.પીડિતાનો આરોપ છે કે ગામના 6 યુવાનોએ 3 જૂન 2025ના રોજ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતુ. ફરિયાદના આધારે ખુર્જા પોલીસે 10 જૂનના રોજ FIR દાખલ કરી હતી. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.
બાકીના આરોપીઓની ધરપકડ કરાશેઃ DIG
DIGએ યુવતીને ખાતરી આપી કે બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને ટૂંક સમયમાં જેલમાં ધકેલી દેવામાં આવશે.પીડિતાના આરોપો અને વાયરલ વીડિયોએ ખુર્જા શહેર પોલીસની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. આ બાબતની નોંધ લેતા એસએસપી બુલંદશહેરે તાત્કાલિક સ્ટેશન ઇન્ચાર્જ પંકજ રાયને પોલીસ લાઇનમાં ટ્રાન્સફર કરી દીધા છે. જ્યારે એએસપી આરએ ડૉ. તેજવીર સિંહે જણાવ્યું હતું કે ચાર આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને કાર્યવાહી ચાલુ છે. બેદરકારી બદલ સ્ટેશન હાઉસ ઓફિસર પંકજ રાયને પોલીસ લાઈનમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Kamini Kaushal: દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડ ફિલ્મ જગતમાં શોક
આ પણ વાંચોઃ UP News: આ મહિલા કંડક્ટર બાળકને છાતીએ બાંધી આપે છે મુસાફરોને ટિકીટ, વાંચો વધુ


