UP Crime News : પોલીસ કસ્ટડીમાં આરોપીઓઓ કેમેરા સામે આપ્યો બિંદાસ્ત પોઝ!
UP Crime News : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સંત કબીર નગર (Sant Kabir Nagar) જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મેંહદાવલ પોલીસની સંયુક્ત ટીમે 2 ખતરનાક ગુનેગારોની ધરપકડ (Arrest) કરી છે. પકડાયેલા આરોપીઓમાં ગોરખપુર (Gorakhpur)ના રહેવાસી મોહમ્મદ કામિલ ઉર્ફે અલી અને મોહમ્મદ અહેમદ ઉર્ફે નાતેનો સમાવેશ થાય છે. બંને પર છટણી અને લૂંટ (Robbery) જેવી ઘટનાઓમાં સંડોવણીના ગંભીર આરોપ છે. 23 મેના રોજ તેમણે અછિયા ગામમાં 1 મહિલાને પાણી માંગવાના બહાને રોકી સોનાની ચેન (Gold Chain) છીનવી લીધી હતી, જે ઘટના બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી.
આરોપો કેમેરા સામે મૂછો ફેરવતા જોવા મળ્યા
પોલીસે માહિતીના આધારે છટકું ગોઠવીને બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની ધરપકડ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં ગાંજો (Cannabis), રોકડ રકમ, મોટરસાઇકલ અને મોબાઇલ ફોન સહિતનો સામાન મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે ચોરી કરેલી સોનાની ચેન માત્ર 25,000 રૂપિયામાં વેચી દીધી હતી. ખાસ વાત એ રહી કે મીડિયા સમક્ષ રજૂઆત દરમિયાન પણ બંને આરોપીઓ નિર્ભય અને બેફિકર દેખાયા હતા અને કેમેરા સામે પોતાની મૂછો ફેરવતા જોવા મળ્યા હતા, જેના કારણે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો છે કે બંને આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ (Criminal History) છે. એક આરોપી પર હત્યા (Murder) અને ગેંગસ્ટર એક્ટ (Gangster Act) સહિતના ગંભીર કેસ નોંધાયેલા છે. તેમની ધરપકડ બાદ પોલીસને કુલ 2.1 કિલોગ્રામ ગાંજો, ચાર મોબાઇલ ફોન, ₹10,000 રોકડા, મરચાંનો પાવડર, એક પાકીટ અને એક સિમ કાર્ડ પણ જપ્ત કર્યું છે. આ તમામ સામગ્રી પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, આ સફળ કાર્યવાહીને લઈને પોલીસ વિભાગે પણ પ્રશંસા વ્યક્ત કરી છે. સંત કબીર નગરના પોલીસ અધિક્ષક (SP) સંદીપ કુમાર મીણાએ આ સંયુક્ત ઓપરેશન કરનાર ટીમને ₹25,000નું રોકડ ઇનામ જાહેર કર્યું છે.
આ પણ વાંચો : ACB Raid: ભ્રષ્ટાચારી બાબુના ઘરે નોટોના ઢગલા: ગાંધીનગર-સુરતમાંથી મળી 1.76 કરોડની રોકડ!


