ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પંચે ડ્રાફટ મતદાર યાદી જાહેર કરી, 2.89 કરોડ નામ કરાયા દૂર
- ઉત્તરપ્રદેશમાં ડ્રાફટ મતદાર યાદી જાહેર કરી (UP Draft Voter List)
- અંદાજે 2.89 કરોડના નામ મતદાર યાદીમાંથી દૂર
- મૃતક અને ડુપ્લિકેટ મતદારોના નામ કપાયા
ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે ડ્રાફ્ટ યાદીમાંથી અંદાજે 2.89 કરોડ જેટલા મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા છે. જેના કારણે રાજકીય વર્તુળો અને સામાન્ય જનતામાં ચિંતા સાથે આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચના જણાવ્યા અનુસાર, કાયમી સ્થળાંતર કરનારા 2.17 કરોડ લોકો, 46.23 લાખ મૃતક મતદારો અને 25.47 લાખ ડુપ્લિકેટ કે ગુમ થયેલા મતદારોના નામ આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 12.55 કરોડ નોંધાઈ છે.
ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ યાદી
UP Draft Voter List: ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ડ્રાફ્ટ યાદી છે અને અંતિમ મતદાર યાદી 6 માર્ચે પ્રસિદ્ધ કરવામાં આવશે. જે નાગરિકોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. યાદીમાંથી જેમના નામ-સરનામા જેવી વિગતોમાં ભૂલ છે, તેઓ 6 ફેબ્રુઆરી સુધીમાં વાંધો નોંધાવી શકે છે. આ માટે મતદારોએ પોતાના વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર)ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. 6 જાન્યુઆરીથી શરૂ થયેલી આ વાંધા અરજી પ્રક્રિયાનો નિકાલ 27 ફેબ્રુઆરી સુધીમાં લાવવામાં આવશે. જેથી લાયક મતદારો મતાધિકારથી વંચિત ન રહી જાય.
#WATCH | Lucknow: On the SIR, Uttar Pradesh Chief Election Officer Navdeep Rinwa says, "... The number of enumeration forms we received was approximately 12 crore 55 lakh... This means that this many people returned the forms signed, indicating that their names should be included… pic.twitter.com/7QmA9TW1IN
— ANI (@ANI) January 6, 2026
ચૂંટણી પંચે 2.89 કરોડ નામ મતદાર યાદીમાંથી કર્યા દૂર
UP Draft Voter List : નોંધનીય છે કે તંત્ર દ્વારા આ વખતે વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 15,030 નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે જેથી મતદારોને સરળતા રહે. જે લોકો પોતાનું નામ ઓનલાઈન ચેક કરવા માંગતા હોય તેઓ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://voters.eci.gov.in/ પર જઈને વિગતો મેળવી શકે છે. વેબસાઇટ પર 'ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ' વિકલ્પમાં જઈને રાજ્ય, જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરીને પોતાના ભાગની પીડીએફ ડાઉનલોડ કરી શકાય છે, જેમાં કાઢી નાખવામાં આવેલા નામોની અલગ યાદી પણ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં સુધારાની આ પ્રક્રિયા આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. જો ડ્રાફ્ટ યાદીમાં નામ હોવા છતાં કોઈ ક્ષતિ જણાય તો સમયમર્યાદામાં સુધારો કરાવી લેવો હિતાવહ છે. નવી યાદી મુજબ 125.5 મિલિયન મતગણતરી પત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જે રાજ્યની વિશાળ લોકશાહી પ્રક્રિયાનો ચિતાર આપે છે. 6 માર્ચે જ્યારે આખરી યાદી આવશે ત્યારે રાજ્યનું ચોક્કસ મતદાર ચિત્ર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ‘મારા 6 બાળકો છે, તમને કોણે રોક્યા? તમે 8 પેદા કરો...’, ઓવૈસીનો કયા ભાજપ નેતા પર પ્રહાર?


