Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP Crime: વિધિના નામે ભૂવાએ બાળકીના કપડાં કાઢી લીંબુ ચોળ્યું, રડવાનો અવાજ આવ્યો છતા...!

UP Crime:ઉત્તર પ્રદેશના ઝાંસી(Jhansi)માંથી એક હડકંપ માનવાતાને શર્મશાર કરતી ઘટના બહાર આવી છે. ભૂવાએ એક બાળકીને ભૂત કાઢવાનું કહી તેની સાથે અશ્લીલ હરકતો કરી છે. જેને લઈ માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
up crime  વિધિના નામે ભૂવાએ બાળકીના કપડાં કાઢી લીંબુ ચોળ્યું  રડવાનો અવાજ આવ્યો છતા
Advertisement
  • ઉત્તર પ્રદેશ(UP)ના ઝાંસીમાં ભૂવાનું અશ્લિલ કૃત્ય
  • વિધિના નામે લીંબું બાળકીના શરીરે ચોળ્યું
  • બાળકીએ કૃત્યની જાણ માતાપિતાને કરતાં ફરિયાદ કરી
  • પોલીસે આરોપી ભૂવાને પકડવા તપાસ હાથ ધરી

UP Crime:ઉત્તર પ્રદેશના ઝાંસી(Jhansi)માંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ભૂત કાઢવાની વિધિ (Tantric Ritual)ની આડમાં એક ભૂવાએ બંધ રુમમાં 12 વર્ષની બાળકી પર અભદ્ર કૃત્ય આચરતાં ખભળાટ મચી ગયો છે. આરોપ છે કે ભૂવાએ બાળકીના કપડાં ઉતારી તેના શરીર પર લીંબુ ચોળ્યું હતુ. લગભગ અડધા કલાક સુધી તેના પર અભદ્ર કૃત્ય કરતો રહ્યો. બાળકી સતત રડતી રહી, પરંતુ ભૂવાએ તેના માતાપિતાને રૂમમાં પ્રવેશવા ના દીધા. અંતે પીડિતાએ તેની માતાને પોતાની સાથે થયેલા કૃત્યની વાત કરતાં માતાપિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

શું મામલો છે?

up crime

Advertisement

ઝાંસી(Jhansi)ના બરુઆસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે તેને 4 દીકરીઓ છે. તેની 12 વર્ષની દીકરી ધોરણ 8 માં અભ્યાસ કરે છે.  કેટલાક દિવસોથી તે ગળામાં દુખાવાની ફરિયાદ કરી રહી હતી અને બરાબર ખાતી નહોતી. સારવાર લીધી છતાં પણ તેને રાહત મળી નહીં.  જેથી તેણે મધ્યપ્રદેશના નિવારી જિલ્લાના સિનૌનિયા ગામના ભૂવા વિશે ખબર પડી. જે બાદ 18 નવેમ્બરના રોજ ભૂવા હરભજનને ઘરે બોલાવવામાં આવ્યો હતો. માતાપિતાનો આરોપ છે કે બાળકીની તપાસ કર્યા પછી ભૂવાએ કહ્યું હતુ કે તેને ભૂત વળગેલું છે અને તેને કાઢવા તેને એકલી રુમમાં લઈ જવી પડશે. ભૂવાએ માતાપિતાને કહ્યું હતુ ભૂત કાઢતી વખતે કોઈપણ રુમની અંદર ના આવવું જોઈએ. ધાર્મિક વિધિ અડધા કલાકમાં પૂર્ણ થશે, અને જો છોકરી રડે તો પણ અંદર ના આવતાં. બાળકીના માતાપિતાએ ભૂવાની વાતમાં આવી ગયા.

Advertisement

ભૂવાએ બાળકી સાથે અશ્લીલતાં કરી

up crime_Gujarat_first

આરોપ છે કે ભૂવો બાળકીને એક રુમમાં લઈ ગયો હતો. રુમ બંધ કરી બાળકીના કપડાં કાઢી તેના પર શરીર પર લીંબુ ચોળ્યું હતુ. આ અશ્લીલ હરકતોથી બાળકી રડવા લાગી હતી. જો કે તેમ છતાં માતાપિતાને રુમની અંદર ના આવવા દીધા. વિધિ પૂર્ણ થયા બાદ ભૂવો ચૂપચાપ ભાગી ગયો હતો. જે બાદ બાળકીએ રડતાં રડતાં તેની સાથે થયેલી હરકતો અંગે મતાપિતાને જાણ કરી હતી. પરિવારે બાળકીની વાત સાંભળતાં જ ચિંતામાં આવી ગયો હતો અને તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ આપી હતી.

પોલીસ તપાસ ચાલુ

બરુઆસાગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાહુલ રાઠોડે જણાવ્યું હતું કે છોકરીની માતાએ આરોપી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ UP News: લગ્નના સાત ફેરા લીધા, DJના તાલે નાચી, વિદાય પહેલા જ કન્યા ફરાર થઈ પછી..!

Tags :
Advertisement

.

×