ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Noida: ગટરમાંથી મહિલાની માથું કપાયેલી લાશ બાદ હાંડકા મળ્યા, પોલીસ તપાસ તેજ

Noida Crime: તાજેતરમાં નોઈડાની એક ગટરમાંથી માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે ગટરમાંથી કપડામાં લપેટાયેલા હાડકાં મળી આવ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
12:09 PM Nov 14, 2025 IST | Hardik Shah
Noida Crime: તાજેતરમાં નોઈડાની એક ગટરમાંથી માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે ગટરમાંથી કપડામાં લપેટાયેલા હાડકાં મળી આવ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
delhi blast_gujarat_first

Noida Crime: ઉત્તર પ્રદેશના નોઈડામાં માથું કાપીને હત્યા કરાયેલી મળેલી મહિલાની લાશ અંગે હજુ સુધી રહસ્ય ખુલ્યું નથી. ત્યારે હવે ગુરુવારે સેક્ટર 34માં એક નાળામાંથી કાપડમાં લપેટાયેલા હડકાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. લોકોએ કાપડનું પોટલું જોયું ત્યારે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. જે બાદ પોલીસ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરી રહી છે કે હાડકા માણસના છે કે પ્રાણીના.

મહિલાની લાશને લઈ અનેક તર્કવિતર્ક

4 નવેમ્બરના રોજ સેક્ટર 34ના એક નાળામાંથી એક મહિલાનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે ટૂંક જ સમયમાં મૃતકની ઓળખ કરવા અને આરોપીને પકડી લેવામાં આવશે અને કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. ત્યારે હવે સેક્ટર 34 માં એક નાળામાંથી કપડામાં લપેટાયેલા હાડકા મળી આવ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે તે હાડકા નથી, પરંતુ શરીરના અંગો છે. જેના કારણે કેસ અંગે મૂંઝવણ ઊભી થઈ છે.

સફાઈકર્મીઓની મદદથી હાંડકા ભરેલું પોટલું બહાર કાઢ્યું

સ્થાનિક લોકોએ ડાયલ 112 દ્વારા પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સફાઈકર્મીઓની મદદથી ગટરમાંથી પોટલું બહાર કાઢ્યું હતુ. કપડાંનું પોટલું ખોલતાં જ અંદરથી મોટી સંખ્યામાં હાડકા મળી આવ્યા હતા. આ હાડકાંને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યાં તે નક્કી થશે કે તે માનવ છે કે પ્રાણી. પોલીસે કહ્યું છે કે ગટરની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કપડામાં વીંટાળેલા હાડકાં કોઈએ ત્યાં ફેંક્યા હતા કે પછી પાણીના પ્રવાહમાં વહી ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આવતીકાલે PM મોદી ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં જનસભા ગજવશે!

આ પણ વાંચોઃ UP News: આ મહિલા કંડક્ટર બાળકને છાતીએ બાંધી આપે છે મુસાફરોને ટિકીટ, વાંચો વધુ

Tags :
Breaking News In GujaratiCrimeDead Body FounddrainageNoidapolice actionUPwoman
Next Article