UP : રાજીવ કૃષ્ણા યુપીના નવા DGP બન્યા, CM યોગીએ સોંપી મોટી જવાબદારી
UP Police New DGP: ઉત્તર પ્રદેશના નવા DGP તરીકે રાજીવ કૃષ્ણાની ((Rajeev Krishna))નિમણુંક કરવામાં આવી છે. તેમની પોલીસ તરીકે કામ કરવાની રીત કંઈક અલગ રહી છે. આગ્રા SSP તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત, કોતરોમાં એક્ટિવ અપહરણ ગેંગ સામે રાજીવ કૃષ્ણાની કાર્યવાહી ઘણી કમાલની અને ચર્ચાસ્પદ રહી છે. ત્યારે જાણો કે ઉત્તર પ્રદેશના નવા DGP કોણ છે?
રાજીવ કૃષ્ણા ઉત્તર પ્રદેશ કેડરના 1991 બેચના IPS અધિકારી
રાજીવ કૃષ્ણાનો જન્મ 20 જૂન 1969ના રોજ થયો હતો. તેઓ યુપીની રાજધાની લખનૌના રહેવાસી છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે 1991માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી અને IPS અધિકારી બન્યા હતા. IPS રાજીવ કૃષ્ણા 2004માં આગ્રામાં SSP તરીકે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. આગ્રા SSP તરીકે, તેમણે ગુનેગારો સામે ખાસ અભિયાન શરૂ કર્યું હતું. આ સાથે રાજીવ કૃષ્ણાએ કોતરોમાં એક્ટિવ અપહરણ ગેંગ સામે અસરકારક કાર્યવાહી કરી હતી. એડીજી આગ્રાથી તેમને ગયા વર્ષે જ ડીજી વિજિલન્સ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ હાઈ-ટેક પોલીસિંગ માટે જાણીતા છે.
#WATCH | Lucknow: The newly appointed Director General of Police (DGP) of Uttar Pradesh, Rajeev Krishna, says "I have taken charge (as the new DGP). Further discussions will be done in the press conference." pic.twitter.com/xn6hpbnCAs
— ANI (@ANI) May 31, 2025
આ પણ વાંચો - Corona Case ફરી સક્રિય થતા સરકાર બની ચિંતિત, સાવચેતી રાખવા અપીલ
CM યોગીએ પોલીસ ભરતીની જવાબદારી સોંપી
પેપર લીક કેસ પ્રકાશમાં આવ્યા બાદ, CM યોગીએ રાજીવ કૃષ્ણાને પોલીસ ભરતીની જવાબદારી સોંપી હતી. તેમણે આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી અને આ કારણે સીએમ યોગીનો તેમના પર વિશ્વાસ વધ્યો. રાજીવ કૃષ્ણના પરિવારની વાત કરીએ તો, તેમના નજીકના સંબંધીઓમાં અડધો ડઝન અધિકારીઓ હાજર છે. રાજીવ કૃષ્ણની પત્ની એક આઈઆરએસ અધિકારી છે અને હાલમાં લખનૌમાં પોસ્ટેડ છે.
આ પણ વાંચો - Operation Shield: દેશના સરહદે આવેલા રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ હેઠળ મોકડ્રીલ!
ફરીથી કાર્યકારી ડીજીપી
આઈપીએસ રાજીવ કૃષ્ણ યુપી પોલીસ અધિકારીઓની કેડર યાદીમાં 12મા ક્રમે છે. આવી સ્થિતિમાં, તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તરફથી કાયમી ડીજીપી તરીકે માન્યતા મેળવી શકશે નહીં. આ માટે, તેમને માર્ચ સુધી રાહ જોવી પડશે. આ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં સુધીમાં ડીજી રેન્કના ઘણા અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા હશે.
ફેબ્રુઆરીમાં ડીજી પદ પર મળ્યું પ્રમોશન
7 ઓગસ્ટ 2007ના રોજ તેમને ડીઆઈજી પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. 9 નવેમ્બર 2010ના રોજ તેમને આઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરી 2016ના રોજ રાજીવને એડીજી બનાવવામાં આવ્યા હતા. આ પછી 1 ફેબ્રુઆરી 2025ના રોજ તેમને ડીજી પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. રાજીવ કૃષ્ણ 1991ની બેચના યુપી કેડરના સિનિયર આઈપીએસ અધિકારી છે. તેઓ હાલમાં યુપી પોલીસમાં ડીજી તરીકે કામગીરી કરે છે અને ડીજી વિજિલન્સ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત, તેમની પાસે યુપી પોલીસ ભરતી બોર્ડની જવાબદારી પણ છે.