Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

UP Scholarship 2025-26 : CM યોગીની મોટી ભેટ, 18.78 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં ₹944 કરોડની સ્કોલરશિપ કરી જમા!

ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2025-26માટે રાજ્યના 18.78 લાખથી વધુ વિદ્યાર્થીઓને આર્થિક ભેટ આપી છે. નિષ્પક્ષ DBT પ્રક્રિયા દ્વારા કુલ ₹944.55 કરોડની શિષ્યવૃત્તિ અને ફી ભરપાઈની રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. શિક્ષણમાં પારદર્શિતા લાવવા અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે યોગી સરકારનો આ એક મોટો નિર્ણય માનવામાં આવે છે.
up scholarship 2025 26    cm યોગીની મોટી ભેટ  18 78 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં ₹944 કરોડની સ્કોલરશિપ કરી જમા
Advertisement
  • યુપી સરકારની વિધાર્થીઓને સ્કોલરશિપ માટે મોટી ભેટ ( UP Scholarship 2025-26)
  • 18.78 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી સ્કોલરશિપ
  • કુલ ₹944.55 કરોડની રકમ સીધી બેંક ખાતામાં (DBT) ટ્રાન્સફર કરાઈ
  • CM યોગીએ  વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર 
  • પહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં થતા હતા ભ્રષ્ટાચાર : CM યોગી 

ઉત્તર પ્રદેશ સરકાર (Uttar Pradesh Government) દ્વારા રાજ્યના તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) ના માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે શિષ્યવૃત્તિ વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની પારદર્શિતા અને ટેકનોલોજીનો સમન્વય જોવા મળ્યો હતો. આ યોજના હેઠળ યુપી સરકારે રાજ્યના કુલ 18,78,726 વિદ્યાર્થીઓને આવરી લીધા છે. નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના ભાગરૂપે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રક્રિયા દ્વારા કુલ ₹944.55 કરોડની જંગી રકમ સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સહાયમાં શિષ્યવૃત્તિ અને ફી ભરપાઈ બંનેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિપક્ષ પર સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

યોગી આદિત્યનાથે વિપક્ષ કર્યા પ્રહાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શિષ્યવૃત્તિ વિતરણના કાર્યક્રમમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અગાઉની સરકારોમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારના કારણે ગરીબ તથા SC-ST વિદ્યાર્થીઓના હકની શિષ્યવૃત્તિ ચાઉં કરી જવામાં આવતી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પહેલા સમાજ કલ્યાણ વિભાગના બાબુઓ અને વચેટિયાઓ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓના હક છીનવી લેવામાં આવતા હતા, પરંતુ આજે PM મોદીએ ટેકનોલોજી અને 'ઈ-ગવર્નન્સ' (E-Governance) ના મોડલ દ્વારા આખી વ્યવસ્થા બદલી નાખી છે. "નેશન ફર્સ્ટ" (Nation First) ના મંત્ર સાથે યોગીજીએ ઉમેર્યું કે, સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી, પણ જરૂરિયાતમંદને તેનો હક મળવો જોઈએ તે અમારી પ્રાથમિકતા છે. ટેકનોલોજીના માધ્યમથી સંસ્થાઓને જોડીને ભ્રષ્ટાચાર મુક્ત રીતે હવે શિષ્યવૃત્તિ સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. જ્યારે સરકારની નીતિ સ્પષ્ટ હોય ત્યારે જ દરેક હકદારને ભેદભાવ વગર લાભ મળે છે, અને આજે ઉત્તર પ્રદેશમાં આ શક્ય બન્યું છે.

Advertisement

Advertisement

UP Scholarship 2025-26:  આર્થિક નબળા વિધાર્થીઓને શિક્ષણ સહાય

રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થી નાણાકીય સંકડામણને કારણે પોતાનું શિક્ષણ અધવચ્ચે ન છોડે. ડીબીટી (DBT System) ના ઉપયોગથી વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે, જેનાથી સરકારી તિજોરીમાંથી નીકળેલા નાણાં સીધા જ લાભાર્થી સુધી પહોંચી રહ્યા છે. આ પ્રક્રિયાથી શિક્ષણ ક્ષેત્રે એક નવી પારદર્શિતા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.

આર્થિક ઉત્થાન અને લક્ષ્યાંક

ઉત્તર પ્રદેશના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યોજનામાં અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શિક્ષણના માધ્યમથી આર્થિક ઉત્થાન (Economic Upliftment) લાવવાની દિશામાં યોગી સરકારનું આ એક મજબૂત કદમ માનવામાં આવે છે.

આ પણ વાંચો :   PM Modi એ મનકી બાતમાં ગુજરાતના અનોખા ગામનો કર્યો ઉલ્લેખ