Surya Chauhan Murder Case : ગાઝિયાબાદ હત્યા કેસના મુખ્ય આરોપી અસદનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
Surya Chauhan Murder Case : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad) ના ખોડા (Khoda) વિસ્તારમાં તાજેતરમાં બનેલી સૂર્યા ચૌહાણ (Surya Chauhan) ની હત્યાના કેસમાં ગાઝિયાબાદ પોલીસે (Ghaziabad Police) મોટી સફળતા મેળવી છે. આ હત્યાના મુખ્ય આરોપી અસદ (Asad) નું પોલીસ સાથેના એન્કાઉન્ટર (Encounter) માં મોત નીપજ્યું છે.
Surya Chauhan Murder Case : સૂર્યા ચૌહાણ પર કર્યો હતો હુમલો
28 મેના રોજ ખોડાના નવનીત વિહારમાં સૂર્યા ચૌહાણ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિવારજનો તથા વિવિધ સંગઠનો દ્વારા આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસે કર્યું એન્કાઉન્ટર !
ડીસીપી (DCP) ધવલ જયસ્વાલે આપેલી માહિતી મુજબ, મુખ્ય આરોપી અસદ સતત પોલીસથી બચી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે અસદ શહેર છોડીને ભાગી જવાની ફિરાકમાં ખોડા વિસ્તારમાં આવી રહ્યો છે. ત્યારે વસુંધરા નજીક જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે અસદે પોલીસકર્મીઓ પર ગોળીબાર (Firing) કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે કરેલા વળતા ગોળીબારમાં અસદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અથડામણમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયો છે.
તપાસ અને આગળની કાર્યવાહી
ઘટનાસ્થળ પરથી આરોપીની મોટરસાયકલ અને એક દેશી પિસ્તોલ (Country-made Pistol) જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અસદ સાથે રહેલો તેનો બીજો સાથી ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો છે. હાલ પોલીસ ફરાર આરોપીને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન (Search Operation) ચલાવી રહી છે.
આ પણ વાંચો : Chamba Accident News : હિમાચલ પ્રદેશના ચંબા પંથકમાં કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત


