ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP: બારાબંકીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી,બેના મોત, અનેક લોકો ફસાયા

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક મોટી  દુર્ઘટના સામે  આવી  છે.  ત્યારે અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે...
08:08 AM Sep 04, 2023 IST | Hiren Dave
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક મોટી  દુર્ઘટના સામે  આવી  છે.  ત્યારે અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે...

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક મોટી  દુર્ઘટના સામે  આવી  છે.  ત્યારે અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના અહેવાલ છે. જ્યારે 12થી વધુ લોકોને બચાવાયા હતા. બચાવ અભિયાનની કામગીરી હજુ પણ ચાલુ છે.

 

 

બારાબંકીના ફતેહપુર શહેરમાં સોમવારે સવારે લગભગ 4 વાગ્યે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘટના બની ત્યારે ઘરમાં અને આસપાસ 12 જેટલા લોકો સૂતા હતા. અકસ્માત બાદ એસપી દિનેશ કુમાર સિંહ, સીડીઓ એકતા સિંહ, એડીએમ અરુણ કુમાર સિંહની હાજરીમાં પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

 

12 લોકોને જિલ્લા હોસ્પિટલમાં  ખસેડવામાં  આવ્યા છે, જ્યાં ડૉક્ટરોએ બેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે આઠને લખનૌ રેફર કરવામાં આવ્યા હતા. કાટમાળ નીચે વધુ ત્રણ લોકો ફસાયા હોવાની શક્યતાને કારણે એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે.

 

ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ

બારાબંકીના એસપી દિનેશ સિંહે જણાવ્યું કે આ ઘટના બપોરે 3.00 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.લખનૌથી SDRFની ટીમ પહોંચી ગઈ છે, 12 લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી બેના મોત થયા છે, અન્ય ગંભીર રીતે ઘાયલોને વધુ સારી સારવાર માટે લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. અત્યારે માહિતી મળી રહી છે કે ત્રણ લોકો ફસાયા છે, બચાવ કામગીરી ચાલી રહી છે.

 

આ  પણ  વાંચો-CHANDRAYAAN-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISRO ના વૈજ્ઞાનિકનું નિધન

 

 

Tags :
Barabankibuilding collapsedUttar Pradesh
Next Article