ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP : યુસુફને થુકથી મસાજ કરવું પડ્યું ભારે, તંત્રએ દુકાન પર ફરવ્યું બુલડોઝર

UPમાં ગ્રાહક સાથે થૂંકથી મસાજ કરતો વીડિયો થયો વાયરલ વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું પોલીસે યુસુફની કરી ધરપકડ UP: ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં થૂંકથી ગ્રાહકને મસાજ કરનાર સેલૂન ધરાવતા આરોપી યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ તેના...
01:36 PM Aug 08, 2024 IST | Hiren Dave
UPમાં ગ્રાહક સાથે થૂંકથી મસાજ કરતો વીડિયો થયો વાયરલ વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું પોલીસે યુસુફની કરી ધરપકડ UP: ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં થૂંકથી ગ્રાહકને મસાજ કરનાર સેલૂન ધરાવતા આરોપી યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ તેના...
  1. UPમાં ગ્રાહક સાથે થૂંકથી મસાજ કરતો વીડિયો થયો વાયરલ
  2. વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું
  3. પોલીસે યુસુફની કરી ધરપકડ

UP: ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં થૂંકથી ગ્રાહકને મસાજ કરનાર સેલૂન ધરાવતા આરોપી યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ તેના સેલૂન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ સેલૂન એક નાનકડાં ગલ્લામાં ચલાવી રહ્યો હતો. યુસુફની સેલૂન શોપ ગેરકાયદે રીતે સરકારી જમીન પર દબાણ કરી બનાવવામાં આવ્યું હતું. આવામાં નગર પંચાયતે આ દબાણને હટાવી દીધું હતું.

યુસુફને થુકથી મસાજ કરવું પડ્યું ભારે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હેરકટ સલૂન ધરાવતા આરોપી યુસુફ થૂંક લગાવી ગ્રાહકોને મસાજ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેની પર સોશિયલ મીડિયા યુઝર્સ ચિડાઈ ગયા હતા. તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. તો જાણવા મળ્યું કે વીડિયો કન્નોજ જિલ્લાનો છે. ત્યારબાદ પોલીસ તાબડતોબ કાર્યવાહી કરતા યુસુફની ધરપકડ કરી જેલમાં નાંખી દીધો. હવે નગર પંચાયત વહીવટી તંત્રએ ગેરકાયદે રીતે દબાણ કરી રાખેલા તેના સેલૂનને બુલડોઝરથી ધરાશાયી કરી નાંખ્યું હતું.

આ પણ  વાંચો -Waqf Board Bill 2024 લોકસભામાં રજૂ, કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ કર્યો વિરોધ...

આરોપીને જેલભેગો કરાયો

આરોપી યુસુફની જિલ્લાના તાલગ્રમમાં હેર કટ સલૂન હતી. યુસુફ અહીં પોતાના ગ્રાહકના ચહેરા પર મસાજ કરતી વેળાએ થૂંકનો ઉપયોગ કરતા પકડાઈ ગયો હતો. આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. જેની પર લોકો ચિડાઈ ગયા હતા. હિંદુવાદી સંગઠનોએ આ અંગે આક્રોશ પણ ઠાલવ્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસે એક્શન લેતા આરોપી યુસુફની ધરપકડ કરી તેને જેલભેગો કરી દીધો હતો.

આ પણ  વાંચો -વિપક્ષના વલણથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ Jagdeep Dhankhar, કહ્યું- 'રોજ મારું અપમાન થાય છે...'

થૂંકથી સલૂનમાં મસાજ કરવાના વીડિયોને લઈ કન્નોજના પૂર્વ ભાજપ સાંસદ સુબ્રત પાઠકે પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટના અંગે થૂંક જિહાદ જણાવ્યું હતું. સુબ્રત પાઠકે લખ્યું કે,આ થૂંક જિહાદની ઘટના કન્નોજના તાલગ્રમની છે. પોલીસ તો પોતાનું કામ કરશે પરંતુ આપણે સાવધાન રહેવું પડશે આ જિહાદી કોઈના સગા નથી.

Tags :
ActiondisgustingKannaujmassagepolice camesalon ownerspit video viralUttarPradesh
Next Article