Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"USA ભારતથી T20 મેચમાં 18% થી હાર્યું, જો 0 ટેરિફ હોત તો જીતી શકતું હતું": પિયૂષ ગોયલનો મજાકિયા અંદાજ

Piyush Goyal funny remark : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે રમૂજી અંદાજમાં ભારત-USAની ક્રિકેટ મેચને ટેરિફ સાથે જોડી હતી. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરની હાજરીમાં તેમણે કહ્યું કે 18% ટેરિફને કારણે અમેરિકા મેચ હાર્યું, જો તે શૂન્ય હોત તો પરિણામ અલગ હોત. આ હળવી ક્ષણો ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત થતા દ્વિપક્ષીય સંબંધોને દર્શાવે છે
 usa ભારતથી t20 મેચમાં 18  થી હાર્યું  જો 0 ટેરિફ હોત તો જીતી શકતું હતું   પિયૂષ ગોયલનો મજાકિયા અંદાજ
Advertisement

. પિયૂષ ગોયલે (Piyush Goel) ભારત-USA વચ્ચેની નવી ટ્રેડ ડીલના સંદર્ભમાં T20 વર્લ્ડ કપની મેચનો ઉલ્લેખ કરી રમૂજ કરી
. ગોયલે મજાકમાં જણાવ્યું કે જો ટેરિફ (કર) શૂન્ય હોત, તો કદાચ અમેરિકા ભારત સામેની ક્રિકેટ મેચ જીતી ગયું હોત.
. તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને ભારત પરના ટેરિફ 25% થી ઘટાડીને 18% કર્યા છે

Piyush Goyal funny remark: ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) એ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની મિત્રતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ભારત પર ધ્યાન આપી રહ્યું છે. તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ એગ્રિમેન્ટ (Trade Deal) ના ફ્રેમવર્કને ફાઈનલ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતાની ભૂમિકા પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ (Piyush Goel) પણ ત્યારે હાજર હતા. તેમણે T-20 વર્લ્ડ કપમાં ભારત અને USA વચ્ચેની મેચનો ઉલ્લેખ કર્યો.

Advertisement

આ પણ વાંચો : David Rubenstein on India: ભારત બનશે વિશ્વની સૌથી મોટી Economy, ચીન-અમેરિકા પાછળ રહેશે

Advertisement

"US ભારતથી 18% થી T20 મેચ હારી ગયું"

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે (Piyush Goel) T20 વર્લ્ડ કપને લઈને કહ્યુ કે યુએસએ ભલે ભારતથી હારી ગયું પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. પિયૂષ ગોયલે મજાકમાં કહ્યુ કે સર્જિયો (Sergio Gor) એ એક ઘણી જરૂરી વાત જણાવી. અમેરિકા મેચ 18 ટકાથી હારી ગયું. અને મેં તેમને એક ઘણી જ વિનમ્ર રિક્વેસ્ટ કરી, એક સૂચન તરીકે જો તમે રેસિપ્રોકલ ટેરિફ શૂન્ય કર્યો હોત, તો કદાચ તમે મેચ જીતી જાત.

ગત સપ્તાહે ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ઘોષણા કરી હતી. ટ્રમ્પે ભારત પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. તેમણે રશિયા પાસેથી ઊર્જા ખરીદી પર ભારત પર લગાવેલો 25 ટકા ટેરિફ પણ હટાવી દીધો.

આ પણ વાંચો :  India US Tariff Update : ટેરિફ મામલે ભારત સામે ઝૂક્યું અમેરિકા!

અમેરિકા ભારત પર ધ્યાન આપી રહ્યું છે: Sergio Gor

સર્જિયા ગોરે (Sergio Gor) કહ્યુ છે કે હું અહીં એક મહિનાથી થોડા વધુ સમયથી છું અને અમે કામ શરૂ કરી દીધું છે. અમેરિકા ભારત પર ધ્યાન આપી રહ્યું છે. ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતાને કારણે અમે આખરે ટ્રેડ ડીલ કરી શક્યા.

ત્યારે પિયૂષ ગોયલે કહ્યુ કે સર્જિયા ગોરના સપોર્ટ વગર ટ્રેડ ડીલ શક્ય ન થાત. ગોયલે ક્હ્યુ કે અમેરિકા અને ભારતની વચ્ચે આ સંબંધને વધુ મજબૂત કરવા માટે તમે જે કંઈપણ કર્યું છે, તેના માટે તમારો ખૂબ-ખૂબ આભાર, સર્જિયો.

આ પણ વાંચો : India-US Trade Deal: PM મોદીએ પત્રકારોને કહ્યુ-થેન્ક યૂ, ભારત-અમેરિકા વ્યાપાર કરાર પર પહેલી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×