ભારતમાં મારા માથાની અંદર કીડા ઘુસી ગયા, ટ્રમ્પના હેલ્થ મિનિસ્ટરનો વિચિત્ર દાવો
વોશિંગ્ટન : અમેરિકાના નવા સ્વાસ્થય મંત્રી રોબર્ટ એફ.કેનેડી જૂનિયર પોતાના વિવાદિત નિવેદન માટે ઓળખીતા છે. દેશના નવા સ્વાસ્થય મંત્રીની પસંદગી બાદ તેઓ સતત ચર્ચામાં રહે છે. તેવામાં તેમનું એક જુનુ નિવેનદ ફરી એકવાર સમાચારોમાં આવ્યું છે, જેમાં તેમણે પોતાની ભારત યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર રોબર્ટ કેનેડી આ વર્ષની શરૂઆતે દાવો કર્યો હતો કે, 2010 માં ભારત યાત્રા દરમિયાન તેમના મગજમાં કીડો ઘુસી ગયો હતો. તેમણે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ભારતમાં અડકચરો પોર્ક ખાવાના કારણે આવું થયું હતું.
આ પણ વાંચો : ગહલોત BJP માં જોડાયા, AAP પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ED-CBI અંગે કર્યો મોટો ઘટસ્ફોટ
પ્રોજેક્ટ માટે આવ્યા હતા ભારત
તેમણે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ લેક્સ ફ્રીડમેનની સાથે પોડકાસ્ટમાં કહ્યું કે, તેઓ એક પ્રોજેક્ટ માટે ભારત ગયા હતા. જો કે ત્યાં અધકચરો પાકેલો પોર્ક ખાવાનાં કારણે તેમને બ્રેનવોર્મ થયું હતું, જેમાં શરૂઆતમાં ડોક્ટરે ટ્યુમર સમજ્યું હતું. તેમનું કહેવું છે કે, જેના કારણે તેમની વિચારવા અને સમજવાની શક્તિ ખુબ જ પ્રભાવિત થઇ હતી.
આ પણ વાંચો : AUS vs PAK : ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનમાં મોટો ફેરફાર
ખાવા પીવાના શોખીન છે રોબર્ટ કૈનેડી
રોબર્ટે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમણે ટૂના ફિશ સેન્ડવીચ ખુબ જ પસંદ છે અને તેઓ તેને રેગ્યુલર ખાય છે. જો કે ત્યાર બાદ કેનેડીએ સ્પષ્ટતા કરી કે ફૂડ પોઇઝનિંગના કારણે તેવું થયું હતું બ્રેનવોર્મના કારણ નહીં.
એન્ટી વેક્સીન એક્ટિવિસ્ટ રોબર્ટ એફ.કેનેડી જુનિયરને સમગ્ર વિશ્વના વેક્સિનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે, વેક્સીનના કારણે ઓટિઝમ અને અન્ય બિમારીઓ થવાનો ખતરો રહે છે.
આ પણ વાંચો : Ahmedabad શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, બુટલેગર અને તેના સાગરીતોએ કરી એક યુવકની હત્યા
કેનેડી પાસેથી ટ્રમ્પને અનેક અપેક્ષા
ટ્રમ્પ સરકારના નવા સ્વાસ્થય મંત્રી પદ માટે કૈનેડીના નામની જાહેરાત થઇ હતી. ટ્રમ્પેક હ્યું કે, સરકારની સૌથી મોટી જવાબદારી પોતાના નાગરિકોના સ્વાસ્થય અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. આ મામલે સ્વાસ્થય અને માનવ સેવા વિભાગની ખુબજ મોટી ભૂમિકા રહેશે. આ વિભાગ સુનિશ્ચિત કરશે કે, અમેરિકાનો દરેક નાગરિક ખતરનાક કેમિકલ, કીટનાશક દવાઓ, ખાદ્ય પદાર્થની ભેળસેળ, સહિતની નાગરિકોના સ્વાસ્થયને અસર કરતી કોઇ પણ બાબત પર નજર રાખશે. અમેરિકાને ફરી એકવાર મહાન અને હેલ્ધી બનાવશે.
આ પણ વાંચો :
કેમ થઇ રહ્યો છે કૈનેડીની નિયુક્તિનો વિરોધ?
અમેરિકાના સ્વાસ્થય મંત્રી તરીકે રોબર્ટ કૈનેડીની નિયુક્તિની જાહેરાતની તુરંત બાદ જ નિર્ણયો પર આંગળી ઉઠાવાઇ રહી છે. રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રમ્પે એવા વ્યક્તિને પોતાની ટીમમાં સમાવ્યો છે, જેના વિચારોને પબ્લિક હેલ્થની દ્રષ્ટીએ ખતરનાક માનવામાં આવે છે. તેઓ એન્ટી વૈક્સીન એક્ટિવિસ્ટ છે. ટ્રમ્પે તે વ્યક્તિને પોતાની ટીમમાં લીધો છે જેના વિચારો જાહેર સ્વાસ્થયની દ્રષ્ટી ખતરનાક છે. તે એન્ટીવેક્સિન કાર્યકર્તા છે.
આ પણ વાંચો : Kashmira Shah ને વિદેશમાં ભયાનક અકસ્માત
કોણ છે રોબર્ટ એફ કેનેડી જુનિયર
રોબર્ટ કેનેડી જુનિયર વિશ્વના સૌથી પ્રભલ એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ છે. તેમનો સંબંધ વિશ્વના સૌથી શક્તિશાળી રાજનીતિક પરિવાર સાથે છે. તેઓ અમેરિકાના દિવંગત એટોર્ની જનરલ રોબર્ટ એફ.કેનેડીના પુત્ર અને રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના ભત્રીજા છે. તેઓ 2024 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતર્યા હતા. જો કે ત્યાર બાદ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનું તેમણે સમર્થન કર્યું હતું.
આ પણ વાંચો : AUS vs PAK : ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનમાં મોટો ફેરફાર


