PM Modi : ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ (United States Secretary of State - Marco Rubio) શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM Narendrabhai Modi) સાથે મુલાકાત કરી છે, અને બંને વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. દરમિયાન રુબિયોએ પ્રધાનમંત્રી મોદીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ (White House Invitation) આપ્યું છે. આ મુલાકાત ટાણે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
PM Modi, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા
બેઠક પછી, પીએમ મોદીએ ટ્વીટર પોસ્ટમાં લખ્યું કે, "મને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોનું સ્વાગત કરીને આનંદ થયો છે. અમે ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે."
PM Modi, અમેરિકા-ભારત સહયોગને વધુ ગાઢ બનાવાશે
બીજી બાજુ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટર પર બેઠકનો ફોટો શેર કર્યો છે. તેમણે લખ્યું, "વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને માર્કો રુબિયો સાથેની મુલાકાતમાં જોડાવાનો ખૂબ આનંદ થયો. સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં અમેરિકા-ભારત સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર અમારી વ્યાપક ચર્ચા થઈ છે, જે ક્ષેત્રો બંને રાષ્ટ્રોને મજબૂત બનાવે છે, ભારત અને અમેરિકા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે !
બંને પક્ષો મતભેદોને કેવી રીતે ઉકેલે છે
અગાઉ, સર્જિયો ગોરે કહ્યું હતું કે વિદેશ સચિવ માર્કો રુબિયો આ ભારત મુલાકાત પર સ્પષ્ટ સંદેશ લઈને આવ્યા છે, જેને ટ્રમ્પ 2.0 ની સૌથી મહત્વપૂર્ણ મુલાકાતોમાંની એક માનવામાં આવે છે. 21 મી સદીમાં અમેરિકાની સફળતા માટે ભારત અનિવાર્ય છે. વ્યૂહાત્મક ભાગીદારીની ખરી કસોટી એ છે કે, બંને પક્ષો મતભેદોને કેવી રીતે ઉકેલે છે, અને સામાન્ય બાબતોને કેવી રીતે વધારે છે. વેપાર, ટેકનોલોજી, AI અને સપ્લાય ચેઇનથી લઈને સંરક્ષણ અને ઉર્જા સુધી, વોશિંગ્ટન અને નવી દિલ્હીને એકબીજાથી મેળવવા કરતાં સાથે મળીને મેળવવા માટે ઘણું બધું છે.
પ્રવાસ કાર્યક્રમની સંભવિત રૂપરેખા
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો ભારતની ચાર દિવસની મુલાકાતે છે. જેને લઇને વિદેશ મંત્રાલયે રૂબિયોની ચાર દિવસની ભારત મુલાકાતનો સમયપત્રક જાહેર કર્યો છે. આ મુજબ, પીએમ મોદીને મળ્યા બાદ, માર્કો રુબિયો 24 મે, રવિવારના રોજ સવારે 11:30 વાગ્યે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે. દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તે જ દિવસે સાંજે 6:20 વાગ્યે, તેઓ યુએસ એમ્બેસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
આ પણ વાંચો - Weather : દિલ્હીમાં ગરમીનો કહેર, આગામી 6 દિવસ હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી