ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bomb Threat : વિશ્વની સાતમી અજાયબીને બોમ્બથી ઉડાવવાની ધમકી! તાજ સંકટમાં

ઉત્તર પ્રદેશના આગ્રાથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ્રામાં આવેલા દુનિયાની 8 અજાયબીમાંથી એક તાજમહેલને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે.
04:21 PM Dec 03, 2024 IST | Hardik Shah
ઉત્તર પ્રદેશના આગ્રાથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ્રામાં આવેલા દુનિયાની 8 અજાયબીમાંથી એક તાજમહેલને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે.
Bomb Threat to blow up Taj Mahal

Bomb Threat : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી એરોપ્લેન હોય કે એરપોર્ટ હોય કે પછી કોઇ ધાર્મિક સ્થળ હોય, બોમ્બની ધમકીઓ મળતી રહી છે. આજે એકવાર ફરી આવું જ કઇંક થયું છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના આગ્રાથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ્રામાં આવેલા દુનિયાની 8 અજાયબીમાંથી એક તાજમહેલને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.

તાજમહેલને મળી બોમ્બ ધમકી

તાજેતરના દિવસોમાં શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઇટમાં બોમ્બ મૂકવાની ધમકીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે મોટાભાગની આવી ધમકીઓ નકલી સાબિત થઈ છે, પરંતુ તાજમહેલની બાબત અલગ છે. વિશ્વપ્રસિદ્ધ આ ધરોહર માટે મળેલી ધમકીને સુરક્ષા એજન્સીઓ ગંભીરતાથી લઈ રહી છે.

તાજમહેલની સુરક્ષામાં સઘન તપાસ અભિયાન

બોમ્બ ધમકીના ઈમેલ મળ્યા બાદ તાજમહેલની અંદર અને આસપાસના વિસ્તારોમાં CISF દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તાજમહેલની અંદર અને આસપાસની દરેક જગ્યાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પ્રાપ્ત માહિતી મુજબ, ઈમેલમાં બોમ્બ મુકવાનો સમય સવારે 9 વાગ્યાનો આપ્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી.

મેઇલ મોકલનારની શોધમાં સુરક્ષા એજન્સીઓ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાજમહેલની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને ઇમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે, સ્થળ પર તાત્કાલિક અસરથી બોમ્બ ડિટેક્શન સાધનોનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રવાસીઓમાં ભયનો માહોલ

આ ઘટનાને કારણે તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે આવી બોમ્બ ધમકીઓનો સિલસિલો ક્યારે સમાપ્ત થશે? તાજમહેલ જેવી હેરિટેજ સાઇટને મળી રહેલી આ ધમકી માત્ર સુરક્ષા એજન્સીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ચિંતાનો વિષય બની ગઈ છે.

આ પણ વાંચો:  દેશમાં છેલ્લા બે વર્ષમાં નકલી બોમ્બ ધમકીઓના ચોંકાવનારા આંકડા

Tags :
Agra Bomb Threat NewsAgra Police InvestigationAgra Taj Mahal NewsBomb Scare at Taj MahalBomb ThreatBomb Threat EmailBomb threat investigationGujarat FirstHardik ShahIconic Monument ThreatIndia Bomb Threat UpdatesPolice Action on Bomb ThreatTaj Mahal Bomb ThreatTaj Mahal Email ThreatTaj Mahal Security Alerttaj-mahalThreat to World Heritage SiteTourist Destination SecurityUttar Pradesh Bomb Threat
Next Article