ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttar Pradesh : હોળી-ઇદનાં તહેવાર પહેલા અનુજ ચૌધરીની હિન્દુ-મુસ્લિમ સમાજને ખાસ અપીલ

સંભલમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં હોળીનો તહેવાર ઊજવવા માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
05:25 PM Mar 08, 2025 IST | Vipul Sen
સંભલમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં હોળીનો તહેવાર ઊજવવા માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
Anuj Chaudhary_Gujarat_first
  1. Uttar Pradesh નાં સંભલ જિલ્લાના સર્કલ ઓફિસર અનુજ ચૌધરી ફરી ચર્ચામાં
  2. સંભલમાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ
  3. હિન્દુ અને મુસ્લિમ સમુદાયને સીઓ અનુજ ચૌધરીની ખાસ અપીલ
  4. એકબીજાનાં તહેવાર અને લાગણીઓનું સન્માન કરવું તેવી કરી અપીલ

ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh ) સંભલ જિલ્લાના સર્કલ ઓફિસર (CO) અને ભૂતપૂર્વ ચેમ્પિયન કુસ્તીબાજ અનુજ ચૌધરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે સંભલમાં (Sambhal) શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં હોળીનો તહેવાર ઊજવવા માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. સીઓ અનુજ ચૌધરીએ (Anuj Chaudhary) બેઠકમાં બંને પક્ષને શાંતિ જળવાઈ રહે તેવી અપીલ કરી છે.

આ પણ વાંચો - રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને આપ્યુ અલ્ટીમેટમ

હોળી વર્ષમાં એકવાર આવે છે, જ્યારે જુમ્મા વર્ષમાં 52 હોય છે : અનુજ ચૌધરી

મીડિયા સાથે વાત કરતા અનુજ ચૌધરીએ કહ્યું કે, હોળી (Holi 2025) વર્ષમાં એકવાર આવે છે, જ્યારે જુમ્મા વર્ષમાં 52 હોય છે. તેમણે મુસ્લિમ સમુદાયને (Muslim Community) અપીલ કરી હતી કે, મુસ્લિમ સમુદાયમાં જે કોઈને પણ એવું લાગે છે કે હોળીનાં રંગથી તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે તો તેઓ હોળીનાં દિવસે માત્ર એક દિવસ માટે ઘરમાં જ રહે અને પોતાનાં ઘરની બહાર ન નીકળે. તેમણે કહ્યું કે, ફક્ત તે જ લોકોએ ઘરની બહાર આવવું જોઈએ જેમને રંગ સામે કોઈ વાંધો નથી. રંગ એ માત્ર રંગ છે. અનુજ ચૌધરીએ કહ્યું કે, જે રીતે મુસ્લિમ સમુદાયનાં લોકો આખું વર્ષ ઇદની રાહ જોતા હોય છે તેમ જ હિન્દુ પક્ષનાં (Hindu Community) લોકો પણ હોળીનાં તહેવારની રાહ જોતા હોય છે.

આ પણ વાંચો - મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર

એકબીજાનાં તહેવાર અને લાગણીઓનું સન્માન કરે તેવી અપીલ

સીઓ અનુજ ચૌધરીએ (Anuj Chaudhary) કહ્યું કે, હોળીનો તહેવારમાં રંગ લગાવી, મીઠાઈઓ વહેંચીને મનાવવામાં આવે છે. એ જ રીતે ઇદમાં (Eid-2025) પણ લોકો સેવૈયા બનાવે છે, ગળે મળે છે, એક-બીજાનાં ઘરે જાય છે, શુભેચ્છા પાઠવે છે. આથી, બંને પક્ષને મારી અપીલ છે કે એકબીજાનાં તહેવાર અને લાગણીઓનું સન્માન કરે અને બિનજરૂરી વિવાદ ઊભો ન કરે. હિન્દુ પક્ષને પણ મારી અપીલ છે કે જો કોઈ વ્યક્તિ રંગથી બચે છે તો તેને બળજબરીપૂર્વક રંગ ન લગાવે. આમ, બંને પક્ષ એકબીજાનું સન્માન કરે જેથી શાંતિ જળવાઈ રહેશે અને સારો મેસેજ પણ જશે. તેમણે કહ્યું કે, વિસ્તારમાં શાંતિ વ્યવસ્થાને ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - 2020 દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને મળ્યા 15 દિવસના વચગાળાના જામીન

Tags :
Circle Officer SambhalCO Anuj ChaudharyEid 2025GUJARAT FIRST NEWSHindu-MuslimHoli 2025JummaSambhalTop Gujarati NewsUttar Pradesh
Next Article