પરિણીત મહિલાએ શારીરિક સંબંધ બાંધતા સમયે પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ!
- ઉત્તર પ્રદેશના બરેલીમાં પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં ભૂકંપ
- પરિણીત મહિલાએ પડોશી પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ
- વારંવાર ધમકીઓથી કંટાળી મહિલાએ પ્રેમીની હત્યા કરી
- મહિલાએ શારીરિક સંબંધો બાંધતા સમયે પ્રેમીનું ગળું દબાવ્યું
Uttar Pradesh : ઉત્તર પ્રદેશના બરેલીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં ભૂકંપ આવી ગયો છે. કથિત રીતે એક પરિણીત મહિલાએ પોતાને વારંવાર મળતી ધમકીઓથી કંટાળીને તેના પડોશી પ્રેમીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી છે. મળતી માહિતી અનુસાર, ધમકીઓથી કંટાળી ગયેલી મહિલાએ તેના પ્રેમી પડોશી સાથે શારીરિક સંબંધો બનાવતા સમયે જ તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.
પ્રેમીને શારીરિક સંબંધ બાધતા સમયે મોતને ઘાટ ઉતારી દીધો
ઉત્તર પ્રદેશમાં રોજે રોજ ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે. અહીં ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળી સૌ કોઇ ચોંકી જાય છે. કઇંક આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે જ્યા એક મહિલાએ પોતાના પ્રેમીને જ શારીરિક સંબંધ બાધતા સમયે મોતને ઘાટ ઉતારી દીધો છે. જણાવી દઇએ કે, બરેલીના ભોજીપુરાના ઘુર સમસાપુર ગામના રહેવાસી સુથારી કામના કોન્ટ્રાક્ટર ઇકબાલ અહેમદનો મૃતદેહ 30 જાન્યુઆરીની સવારે તેમના ઘરની બહાર સીડીઓ પર મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઇ છે કે તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં, ઇકબાલની પત્ની શહનાઝે શનિવારે ગામની રહેવાસી મહિલા રવિના અને તેના પતિ ઇદ્રીશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે તેના પતિના રવિના સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ કારણોસર રવિનાએ તેના પતિ સાથે મળીને ઇકબાલની હત્યા કરી. રવિવારે બપોરે પોલીસે રવિનાની ધરપકડ કરી અને પૂછપરછ કરી, અને તેણીએ પોતાનો ગુનો કબૂલી લીધો. એસપી ઉત્તર મુકેશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, ઇકબાલ અહેમદ રવિના પાસેથી જરીનું કામ કરાવતો હતો. આ સમય દરમિયાન, બંને પ્રેમમાં પડ્યા હતા.
તે રાત્રીએ શું થયું હતું ?
ગત મહિનાની 29 તારીખે, ઇકબાલ તેના સસરાની પુણ્યતિથિ પર તેની પત્ની શહનાઝ સાથે સાસરી જવા માટે ગયો હતો. રાત્રે, ઇકબાલે રવિનાને ફોન કરીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેને બે ઊંઘની ગોળીઓ આપી, જેથી તે તેના પતિને નશીલી ચા પીવડાવી દે. નશીલા પદાર્થવાળી ચા આપ્યા બાદ, રાત્રે 11:40 વાગ્યે ઇકબાલનો ફોન આવ્યો અને રવિનાને પોતાના ઘરમાં આવવાનું કહ્યું. જ્યારે રવિના ત્યાં પહોંચી, ત્યારે ઇકબાલ બારીમાંથી બહાર આવ્યો અને ચબૂતરા પર ઊભો જોવા મળ્યો હતો. તે પછી બંને શારીરિક સંબંધ બાધવા લાગ્યા, દરમિયાન રવિનાએ ઇકબાલને નીચે પાડી દીધો અને તે પછી તેણે તેના બંને હાથ પગ વડે દબાવી દીધા. એક હાથે મોઁ દબાવીને અને બીજા હાથે ગળું દબાવીને તેને મારી નાખ્યો. પછી, રવિનાએ લાશને દરવાજા પર ફેંકી નાખ્યો અને ત્યાંથી નીકળી ગઈ. એસપીએ જણાવ્યું કે રવિનાએ આ ઘટના વિશે તેના પતિને પણ જાણ કરી નહોતી. બીજી તરફ ઇકબાલનો પરિવાર આ ખુલાસાથી સંતુષ્ટ નથી. ઇકબાલનો ભાઈ કલ્લુ કહે છે કે કોઈ પણ સ્ત્રી એકલી પુરુષને મારી શકતી નથી. પોલીસ રવિનાના પતિ અને આ ઘટનામાં સામેલ અન્ય લોકોનું રક્ષણ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, રવિના એટલી શક્તિશાળી નથી કે તે એકલા હાથે ઇકબાલને મારી શકે.
આ પણ વાંચો : લો બોલો! વર્ગખંડમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન, વિરોધ થતા કહ્યું - આ ખોટી વાત છે!