મોમોઝની લાલચમાં બાળકે 85 લાખના ઘરેણાં ચોરી દુકાનદારને આપી દીધા
- UP - Momos shopkeeper's fraud
- મોમોજના શોખીન બાળકે ઘરમાં પાડ્યું ખાતર!
- 85 લાખના ઘરેણાં ચોરી દુકાનદારને આપી દીધા
- ઉત્તર પ્રદેશના દેવરિયાની ચોંકાવનારી ઘટના
- દુકાનદારે બાળકને મોમોઝની આપી હતી લાલચ
- લાલચમાં આવીને બાળકે ઘરમાંથી ઘરેણાં ચોર્યા
- પરિવારની ફરિયાદના આધારે 2 લોકો પડકાયા
Momos shopkeeper's fraud : કહેવાય છે કે લાલચ ગમે તેવા મજબૂત માણસને પણ ડગાવી દે છે, પણ જ્યારે વાત એક માસૂમ બાળકની હોય અને લાલચ તેની મનપસંદ વાનગીની હોય, ત્યારે તે ગંભીર ગુનામાં કેવી રીતે ફેરવાઈ શકે છે તેનો જીવતો-જાગતો કિસ્સો ઉત્તર પ્રદેશના દેવરિયામાં સામે આવ્યો છે. અહીં 7માં ધોરણમાં ભણતા એક બાળકે મોમોઝ ખાવાની ઘેલછામાં પોતાના જ ઘરમાંથી રૂ. 85 લાખના દાગીના સાફ કરી દીધા.
શું છે આ ઘટના?
આ આખી ઘટના દેવરિયા જિલ્લાના રામપુર ફેક્ટરી પોલીસ સ્ટેશન હેઠળના ભગવાનપુર તિવારી ગામની છે. ગામમાં રહેતા વિમલેશ મિશ્રા વારાણસીમાં પૂજારી તરીકે સેવા આપે છે. તેમનો પુત્ર, જે હજુ માત્ર કિશોરાવસ્થામાં છે, તેને બહારનું ખાવાનો, ખાસ કરીને મોમોઝનો ખૂબ શોખ હતો. દેવરિયા-કસ્ય રોડ પર ડુમરી ચાર રસ્તા પાસે મોમોઝનો સ્ટોલ ચલાવતા 3 શખ્સોએ બાળકની આ નબળાઈને ઓળખી લીધી હતી. તેમણે બાળક સાથે મિત્રતા બનાવી અને શરૂઆતમાં મફતમાં મોમોઝ ખવડાવવાની લાલચ આપી. જ્યારે બાળક તેમના વિશ્વાસમાં આવી ગયો, ત્યારે આ ત્રણેયે અસલી ખેલ શરૂ કર્યો.
Uttar Pradesh : મોમોજના શોખીન બાળકે ઘરમાં પાડ્યું ખાતર!
85 લાખના ઘરેણાં ચોરી દુકાનદારને આપી દીધા
ઉત્તર પ્રદેશના દેવરિયાની ચોંકાવનારી ઘટના
દુકાનદારે બાળકને મોમોઝની આપી હતી લાલચ
લાલચમાં આવીને બાળકે ઘરમાંથી ઘરેણાં ચોર્યા
પરિવારની ફરિયાદના આધારે 2 લોકો પડકાયા#UttarPradesh #Deoria…— Gujarat First (@GujaratFirst) February 2, 2026
દાગીનાના બદલામાં મોમોઝનો 'સોદો'
તપાસમાં બહાર આવ્યું છે કે, દુકાનદારોએ બાળકને લલચાવીને કહ્યું કે જો તેને દરરોજ આટલા જ સ્વાદિષ્ટ મોમોઝ ખાવા હોય તો તેણે બદલામાં કંઈક આપવું પડશે. માસૂમ બાળકને કિંમતી ઘરેણાં અને પિત્તળ વચ્ચેનો તફાવત ખબર નહોતી. મોમોઝના સ્વાદમાં પાગલ થયેલા બાળકે ધીમે-ધીમે ઘરમાંથી પોતાની માતા અને ફોઈના દાગીના ચોરીને દુકાનદારોને આપવાનું શરૂ કર્યું. ચોંકાવનારી વાત એ છે કે જે દાગીનાની બજાર કિંમત લાખોમાં હતી, તે આ તસ્કરોએ માત્ર થોડા પ્લેટ મોમોઝ ખવડાવીને પડાવી લીધા.
ભાંડો કેવી રીતે ફૂટ્યો?
ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પૂજારી વિમલેશ મિશ્રાની બહેન (બાળકની ફોઈ) તેમના ઘરે આવ્યા હતા. જ્યારે તેમણે કબાટ ખોલ્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા. કબાટમાંથી લગભગ તમામ દાગીના ગાયબ હતા. પરિવારે જ્યારે કડકાઈથી બાળકની પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા-રડતા આખી હકીકત જણાવી. બાળકની કબૂલાત સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો કે તેમનો પોતાનો દીકરો જ આટલી મોટી છેતરપિંડીનો ભોગ બન્યો છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ
પીડિત પરિવારે તાત્કાલિક રામપુર ફેક્ટરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ત્રણ મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ચોરાયેલા 85 લાખના ઘરેણાં ક્યાં વેચાયા કે ક્યાં છુપાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસ હવે CCTV ફૂટેજની પણ તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે બાળક કેટલી વાર દુકાને જતો હતો અને શું આમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ. આ ઘટના માત્ર એક ચોરી નથી, પરંતુ આજના સમયમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે.
આ પણ વાંચો : મેયોનેઝ ખાવાના 3 ગંભીર નુકસાન: જાણો, કેમ છે તે ઝેર સમાન


