Uttar Pradesh: પરવાનગી આપો! હું 2 કલાક માટે માઈક લઈને ગાળો બોલવા માગું છું...
Uttar Pradesh:ઉત્તર પ્રદેશથી એક અજીબ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. યુપીના પ્રતાપગઢના એક રહેવાસીએ બે કલાક માટે એક મીડિયા કંપનીને ગાળો બોલવાની પરવાનગી માંગી છે. એક સમાચાર પત્રમાં એક લેખમાં તેના પર જમીન હડપવાનો આરોપ લગાવામાં આવ્યો હતો પરંતુ તે વ્યક્તિ પોતાને નિર્દોષ બનાતાવી રહ્યો છે અને એસડીએને આવો અનુરોધ કર્યો છે.
એસડીએમને સંબોધીને લખ્યો છે પત્ર
ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ પ્રમાણે એસડીએમને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. પોતાને પ્રતિક સિન્હા ગણાવતા એક વ્યક્તિએ અખબારની ઓફિસની બહાર માઈક લગાવીને બે કલાક માટે પરવાનગી માંગી છે. આ પત્ર કથિત રીતે અખબારના એક લેખ પછી પ્રકાશમાં આવ્યો છે. જેમાં તેમને 'લેન્ડ માફિયા' તરીકે ઓળખવામાં આવ્યા હતા અને બદનક્ષીની નોટિસ મોકલ્યા બાદ દુરુપયોગ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.
સમાચાર પત્રમાં તેને લેન્ડ માફિયા કહેવામાં આવ્યો
અધિકારીઓને લખેલા પત્રમાં તે વ્યક્તિએ ઉલ્લેખ કર્યો છે કે, 9 જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારના કારણ વગર જ તેની જમીન પર બુલડોજર કાર્યવાહી કરવામાં આવી હતી. પત્ર પ્રમાણે તે બાદ તેન સમાચાર પત્રમાં લેન્ડ માફિયા કહેવામાં આવ્યો.તેણે આરોપ લગાવ્યો છે કે અખબારના આ લેખમાં પુરાવાનો અભાવ છે અને તેની પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી છે તેવું તેણે પત્રમાં લખ્યું હતું.
આ પણ લાંચો: ‘74% મુસ્લિમો અયોધ્યા રામ મંદિરના નિર્માણથી ખુશ’ મુસ્લિમ રાષ્ટ્રીય મંચે કહ્યું...
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'તે જ (લેખ)ના વિરોધમાં, હું 15 જાન્યુઆરીએ બપોરે 12:00 વાગ્યે બે કલાક માટે બ્યુરો ચીફ અને રિપોર્ટર સાથે દુર્વ્યવહાર કરવાની પરવાનગી માંગું છું.' હવે વ્યક્તિનો પત્ર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં બની ધાવણ લજવે તેવી ઘટના, દીકરાએ કરી જનેતાની...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ