Uttar Pradesh : આજે વડાપ્રધાન મોદી વારાણસીના પ્રવાસે, કુલ 52 વિકાસકાર્યોની ભેટ આપશે
- આજે PM Modi પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના પ્રવાસે
- 51મી મુલાકાતમાં વડાપ્રધાન 52 વિકાસકાર્યોની ભેટ આપશે
- સેવાપુરીના બાનૌલી (કાલિકા ધામ)માં વિશાળ જાહેર સભાનું આયોજન
PM Modi's visit to Varanasi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે શનિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. તેઓ કુલ રુપિયા 2183.45 કરોડના 52 વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં રોડ, શિક્ષણ, આરોગ્ય, પર્યટન, પાણી પુરવઠા અને શહેરી વિકાસ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદી પોતાના સંસદીય મતવિસ્તારની 52મી વખત મુલાકાત લઈ રહ્યા છે.
પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ચૂકવાશે
આજે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ લગભગ 2,183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રક્ષાબંધન પહેલા શ્રાવણ મહિનામાં તેમની આ વારાણસી મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. આજે વડાપ્રધાન મોદી પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) નો 20મો હપ્તો પણ દેશના ખેડૂતોના ખાતામાં મોકલશે. જેના અંતર્ગત દેશભરના 9.70 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 20,500 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.
51 મી મુલાકાત, 52 વિકાસકાર્યો
આજે વડાપ્રધાન મોદી (PM Modi) ની પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 51મી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ 52 વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં રોડ, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પર્યટન અને શહેરી વિકાસ સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. આમાં રોડ પહોળો કરવો, હોસ્પિટલોનું અપગ્રેડેશન, શૈક્ષણિક સંસ્થાઓનું વિસ્તરણ, પીવાના પાણી અને સ્વચ્છતા યોજનાઓ, રમતગમતના માળખાગત સુવિધાઓનો વિકાસ, હોમિયોપેથિક કોલેજની સ્થાપના, ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘાટનું નિર્માણ, વિદ્યુત અને પાર્કિંગ સુવિધાઓ, તળાવ અને પુસ્તકાલયનું પુનર્નિર્માણ અને પશુચિકિત્સા હોસ્પિટલ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ 15,000 રૂપિયા પગાર, 30 કરોડની સંપત્તિ… કર્ણાટકના પૂર્વ કલાર્ક પાસે 24 મકાન અને 40 એકર જમીન મળી
વિશાળ જનસભા
સેવાપુરી વિધાનસભા મતવિસ્તારના બાનૌલી (કાલિકા ધામ) ગામમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ભાગ લેશે. ભાજપનો દાવો છે કે આ સભામાં 50,000 થી વધુ લોકો હાજરી આપી શકે છે. મહિલાઓ, ખેડૂતો, બુદ્ધિજીવીઓ, મીડિયા અને ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે અલગ બ્લોક બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં દિવ્યાંગ જનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ચૂંટણી પંચ એક સંવૈધાનિક સંસ્થા, રાજ્યસભામાં SIR પર ચર્ચાની મંજૂરી નહીં આપું: ઉપસભાપતિ હરિવંશ