ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttar Pradesh : રાજનાથ સિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના પ્રોડક્શન યુનિટનું કર્યુ ઉદ્ધાટન

આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના પ્રોડક્શન યુનિટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ છે. આ યુનિટ યુપી ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (UP Defence Industrial Corridor) અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર
03:21 PM May 11, 2025 IST | Hardik Prajapati
આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના પ્રોડક્શન યુનિટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ છે. આ યુનિટ યુપી ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (UP Defence Industrial Corridor) અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર
BrahMos Production Unit Gujarat First

Uttar Pradesh : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં દેશની લશ્કરી શક્તિને વધુ મજબૂત બનાવતી ઘટના ઘટી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના પ્રોડક્શન યુનિટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ છે. આ યુનિટ યુપી ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (UP Defence Industrial Corridor) અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ યુનિટ દર વર્ષે 80 થી 100 મિસાઈલોનું ઉત્પાદન કરવા સક્ષમ છે. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો અને લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા.

લખનઉનું યોગદાન

સંરક્ષણ મંત્રી (Rajnath Singh) એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના પ્રોડક્શન યુનિટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ છે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, આજનો દિવસ દેશના લશ્કરી ઈતિહાસ માટે ખાસ છે. આજના જ દિવસે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતા દિલ્હીમાં મારે હાજર રહેવું બહુ જરૂરી છે. વિષમ પરિસ્થિતિને કારણે તમારી વચ્ચે ઉપસ્થિત ન રહી શક્યો. ડિફેન્સ સેક્ટરમાં લખનઉ મહત્વનું યોગદાન આપે તેવું મારું સપનું હતું.

પાકિસ્તાનને પુછો કે બ્રહ્મોસ મિસાઈલની શક્તિ કેટલી છે ? - યોગી આદિત્યનાથ

આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ પાકિસ્તાન અને આતંકવાદ પર ખૂબ જ કડક શબ્દોમાં નિવેદન આપ્યું. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, હવે તમે ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ મિસાઈલની શક્તિની ઝલક જોઈ હશે. અને જો તમે તે જોયું નથી તો કોઈપણ પાકિસ્તાનીને પૂછો કે બ્રહ્મોસ મિસાઈલની અસર શું છે. આતંકવાદ કૂતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી નહીં થાય. તેમણે એ જ ભાષામાં જવાબ આપવો પડશે. અમે બ્રહ્મોસ મિસાઈલ માટે બસ્સો એકર જમીન આપી. હવે અહીં બ્રહ્મોસનું ઉત્પાદન શરૂ થશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને જાહેરાત કરી છે કે કોઈપણ આતંકવાદી ઘટનાને હવે યુદ્ધ ગણવામાં આવશે અને યાદ રાખો કે જ્યાં સુધી આપણે આતંકવાદને સંપૂર્ણપણે કચડી નાખીએ નહીં ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે. આપણે બધાએ પ્રધાનમંત્રી મોદી, સમગ્ર ભારત અને સમગ્ર ઉત્તર પ્રદેશના નેતૃત્વ હેઠળ એક અવાજમાં આ અભિયાનમાં જોડાવું પડશે.

ભારત અને રશિયાનો સંયુક્ત પ્રયાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર પહેલના ભાગ રૂપે કરી હતી. આ પછી 2021માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. બ્રહ્મોસ મિસાઈલો ભારતના DRDO અને રશિયાના NPO માશિનોસ્ટ્રોયેનિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે અને તેને ભારતની સંરક્ષણ પ્રણાલી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી સુખોઈ જેવા ફાઈટર પ્લેન ફક્ત એક જ બ્રહ્મોસ મિસાઈલ લઈ જઈ શકતા હતા, પરંતુ હવે તેઓ 3 નેક્સ્ટ જનરેશન બ્રહ્મોસ મિસાઇલ લઈ જઈ શકશે.

આ પણ વાંચોઃ India-Pakistan War : વડાપ્રધાન મોદીની વોર સ્ટ્રેટેજીના પી. ચિદમ્બરમે કર્યા વખાણ

'ફાયર એન્ડ ફોરગેટ' ગાઈડલાઈન્સ સીસ્ટમ

લખનઉમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ પ્રોડક્શન યુનિટ જે બ્રહ્મોસ મિસાઈલોનું ઉત્પાદન કરશે તેની રેન્જ 290 થી 400 કિલોમીટર છે. ભારત અને રશિયાના સંયુક્ત સાહસ બ્રહ્મોસ એરોસ્પેસ (BrahMos Aerospace) દ્વારા વિકસિત આ મિસાઈલ જમીન, સમુદ્ર અથવા હવામાંથી છોડી શકાય છે. તે 'ફાયર એન્ડ ફોરગેટ' ગાઈડલાઈન્સ સીસ્ટમને અનુસરે છે. તેનું વજન 1,290 કિલોગ્રામ હશે, જ્યારે વર્તમાન બ્રહ્મોસ મિસાઇલનું વજન 2,900 કિલોગ્રામ છે.

ડિફેન્સ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમનો શિલાન્યાસ

આ જ કાર્યક્રમમાં ટાઈટેનિયમ અને સુપર એલોય મટિરિયલ પ્લાન્ટ (સ્ટ્રેટેજિક મટિરિયલ ટેકનોલોજી કોમ્પ્લેક્સ)નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમાં એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદનમાં વપરાતી સામગ્રીનું ઉત્પાદન શામેલ હશે. આ ઉપરાંત ડિફેન્સ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ (DTIS) નો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ડીટીઆઈએસનો ઉપયોગ સંરક્ષણ ઉત્પાદનોના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મફતમાં આપવામાં આવેલી 80 હેક્ટર જમીન પર બનેલ બ્રહ્મોસ ઉત્પાદન એકમ 3.5 વર્ષમાં પૂર્ણ થયું.

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર યથાવત, ભારતીય વાયુ સેનાનું મોટું નિવેદન

Next Article