ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttar Pradesh : પતિએ જ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા!

Uttar Pradesh : આપણા દેશમાં બોલિવૂડની ફિલ્મોમાં જેવી ઘટનાઓ બતાવવામાં આવે છે તેવી જ રીયલમાં ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. જીહા, તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક એવી ઘટના સામે આવી છે, જેણે ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે.
09:27 AM Mar 27, 2025 IST | Hardik Shah
Uttar Pradesh : આપણા દેશમાં બોલિવૂડની ફિલ્મોમાં જેવી ઘટનાઓ બતાવવામાં આવે છે તેવી જ રીયલમાં ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. જીહા, તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક એવી ઘટના સામે આવી છે, જેણે ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે.
Uttar Pradesh Sant Kabir Nagar Husband got his wife married to her lover

Uttar Pradesh : આપણા દેશમાં બોલિવૂડની ફિલ્મોમાં જેવી ઘટનાઓ બતાવવામાં આવે છે તેવી જ રીયલમાં ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. જીહા, તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક એવી ઘટના સામે આવી છે, જેણે ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે. એક મહિલાએ પોતાના પતિ, 2 બાળકો અને 9 વર્ષના લગ્નજીવનને અલવિદા કહીને પોતાના પ્રેમી સાથે નવું જીવન શરૂ કર્યું છે. અહીં સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ લગ્ન તેના પતિએ જ કરાવ્યા હતા અને પોતાની પત્નીને તેના પ્રેમીના હાથમાં સોંપી દીધી. આ ઘટના ધનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની, જે હવે આખા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહી છે.

મંદિરમાં થયા લગ્ન, પતિ બન્યો સાક્ષી

આ ઘટનાની શરૂઆતમાં પતિએ પોતાની પત્ની સાથે મળીને કોર્ટમાં નોટરી કરાવી. ત્યારબાદ, તેણે પોતાની પત્નીના પ્રેમી સાથેના લગ્ન મંદિરમાં યોજવાનું નક્કી કર્યું. આ લગ્ન સમારોહમાં પતિ પોતે હાજર રહ્યો અને આખી પ્રક્રિયાનો સાક્ષી બન્યો. આ વાત ગામમાં જંગલની આગની જેમ ફેલાઈ અને લોકોમાં આશ્ચર્ય સાથે ચર્ચાનો વિષય બની ગઈ. આવી ઘટના સામાન્ય રીતે સમાજમાં દુર્લભ જોવા મળે છે, જેના કારણે તેની ચર્ચા દૂર-દૂર સુધી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, આ મહિલાના લગ્ન 2017માં થયા હતા. તેના પતિ સાથેના 9 વર્ષના લગ્નજીવનમાં તેમને 2 બાળકો થયા - એક 7 વર્ષનો દીકરો આર્યન અને બીજી 2 વર્ષની દીકરી શિવાની. શરૂઆતમાં બંને પતિ-પત્ની ખુશહાલ જીવન જીવી રહ્યા હતા, પરંતુ સમય જતાં મહિલાને ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. આ સંબંધ ધીમે-ધીમે ગામમાં ચર્ચાનો વિષય બન્યો અને આખરે પતિ સુધી આ વાત પહોંચી.

પતિએ લીધો અનોખો નિર્ણય

જ્યારે પતિને પત્નીના પ્રેમ સંબંધની જાણ થઈ, ત્યારે તેણે પહેલા તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે તેના પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે તેણે ગામલોકો સામે એક ખુલ્લો પ્રશ્ન મૂક્યો - "મારી પત્ની નક્કી કરે કે તે મારી સાથે રહેવા માંગે છે કે તેના પ્રેમી સાથે." મહિલાએ સ્પષ્ટપણે પોતાના પ્રેમી સાથે જીવન વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જેનાથી આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. પતિએ આ નિર્ણયને સ્વીકારી લીધો અને કહ્યું, "ઠીક છે, હું તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવીશ અને બાળકોની જવાબદારી જાતે ઉપાડીશ." મહિલાએ પણ બાળકોને છોડી દેવાની સંમતિ આપી, અને આ રીતે લગ્નની તૈયારીઓ શરૂ થઈ.

બબલુ અને રાધિકાની કહાની

આ ઘટનાના મુખ્ય પાત્રો છે બબલુ અને રાધિકા. બબલુ ધનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના કતાર જોટ ગામના કલ્લુનો પુત્ર છે, જ્યારે રાધિકા ગોરખપુર જિલ્લાના બેલ ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂલાંચક ગામના તૌલી રામની પુત્રી છે. બંનેના લગ્ન 2017માં થયા હતા અને તેઓ શરૂઆતમાં સુખી જીવન જીવી રહ્યા હતા. બબલુ ઘણીવાર ગુજરાન ચલાવવા માટે ઘરથી દૂર રહેતો હતો. આ દરમિયાન રાધિકાનો ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો, જે લાંબા સમય સુધી ચાલ્યો. જ્યારે આ વાત બબલુ સુધી પહોંચી, ત્યારે તેણે પરિવાર અને ગામલોકો સાથે ચર્ચા કરી અને આખરે પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવવાનો નિર્ણય લીધો.

બાળકો સાથે નવી શરૂઆત

લગ્ન પછી રાધિકા તેના પ્રેમી સાથે ચાલી ગઈ, જ્યારે બબલુએ પોતાના બે બાળકો - આર્યન અને શિવાની - સાથે જીવનની નવી શરૂઆત ચાલુ કરી. આ ઘટનાએ સમાજમાં એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં હિંસા કે હત્યા જેવી ઘટનાઓ સાંભળવા મળે છે, પરંતુ બબલુએ શાંતિપૂર્ણ રીતે આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાના બાળકોની જવાબદારી સ્વીકારી. ઉલ્લેખનીય છે કે,  ભલે આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે ખુશીથી કરાવી દીધા હોય પણ આ આપણા ભારતીય સમાજમાં એક ખોટા દાખલા બરાબર છે, જેને લઇને સ્થાનિક વિસ્તાર સહિત સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

આ પણ વાંચો :   Auraiya માં હત્યા, લગ્નના 15 દિવસ પછી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની સોપારી આપી

Tags :
Court notary marriageFather raising children aloneGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHusband arranged wife's marriageHusband arranges wife's weddingHusband wife lover controversyHusband's shocking decisionHusband’s sacrifice for wifeIndian social media buzzLove affair leads to marriageLove affair marriageLove triangle case IndiaMan helps wife marry loverRare love story in IndiaSant Kabir Nagar incidentSant Kabir Nagar love storyShocking love affair newsSocial media viral storyStrange marriage story IndiaTemple wedding Uttar PradeshUnique love story IndiaUnusual marriage in UPUP man hands over wife to loverUP viral newsUttar Pradesh newsUttar Pradesh shocking marriageViral marriage case UPWife abandons children for loverWife elopes with loverWife leaves family for loverWife leaves husband and children
Next Article