ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UTTAR PRADESH : સિનેમાહૉલમાં એકાએક લાગી વિકરાળ આગ, થોડીક જ ક્ષણમાં બધુ બળીને થયુ ખાખ

UTTAR PRADESH CINEMA HALL FIRE INCIDENT: ઉત્તર પ્રદેશમાંથી આગની ભયાવહ ઘટના સામે આવી છે. UTTAR PRADESH ના શાહજહાંપુરમાં આવેલા એક સિનેમાહૉલમાં આ આગ લાગવાની ઘટના બની છે. સિનેમાહૉલમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ ક્ષણોમાં બધુ બળીને...
09:24 AM Jun 17, 2024 IST | Harsh Bhatt
UTTAR PRADESH CINEMA HALL FIRE INCIDENT: ઉત્તર પ્રદેશમાંથી આગની ભયાવહ ઘટના સામે આવી છે. UTTAR PRADESH ના શાહજહાંપુરમાં આવેલા એક સિનેમાહૉલમાં આ આગ લાગવાની ઘટના બની છે. સિનેમાહૉલમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ ક્ષણોમાં બધુ બળીને...

UTTAR PRADESH CINEMA HALL FIRE INCIDENT: ઉત્તર પ્રદેશમાંથી આગની ભયાવહ ઘટના સામે આવી છે. UTTAR PRADESH ના શાહજહાંપુરમાં આવેલા એક સિનેમાહૉલમાં આ આગ લાગવાની ઘટના બની છે. સિનેમાહૉલમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ ક્ષણોમાં બધુ બળીને ખાક થયું હતું. પ્રાથમિક તપાસના અનુસાર જાણવા મળ્યું હતું કે, આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. મળતી માહતી અનુસાર, આ સિનેમા હોલનું નામ અંબા સિનેપ્લેક્સ છે.

શાહજહાંપુરના સિનેમાહૉલમાં લાગેલી આગને કારણે સિનેમા હોલમાં અફરા-તફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ કેટલાય મીટર ઉંચી ઉછળતી જોવા મળી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે સિનેમાહૉલમાં શોર્ટ સર્કિટના કારણે વાયરિંગમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો શો ખતમ થઈ ગયો હતો, ત્યારબાદ લગભગ અડધા કલાક પછી જ્યારે સિનેમા હોલના કર્મચારીઓ બહાર બેઠા હતા ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

સિનેમાહૉલમાં લાગેલી આગની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તરત ઘટના સ્થળ પહોંચી હતી. ઘટના સ્થળ ઉપર આવ્યા બાદ ટીમે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર કર્મીઓને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સિનેમાહૉલમાં લાગેલી આ આગમાં હાલ સુધીમાં કોઈ જાનહાનિની વિગત સામે આવી નથી.

આ પણ વાંચો :  જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા, એક આતંકીને કર્યો ઠાર

Tags :
AMBA CINEfireFIRE CINEMA HALLMASAHAHJAHANPURUPUttar PradeshUTTAR PRADESH FIRE INCIDENGT
Next Article