Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કટપ્પાની જાહેરમાં ધોલાઈ, હારતોરા બાદ લાફા ઝીંક્યા

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સુહેલદેવ સ્વાભિમાન પાર્ટી (Suheldev Swabhiman Party) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભર (Mahendra Rajbhar) ની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી છે. પાર્ટીના જ એક કાર્યકર્તાએ પહેલા તેમને હારતોરા પહેરાવ્યા ત્યારબાદ ધડાધડ લાફા ઝીંકી દેતા હોબાળો મચી ગયો છે. વાંચો વિગતવાર.
uttar pradesh   સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કટપ્પાની જાહેરમાં ધોલાઈ  હારતોરા બાદ લાફા ઝીંક્યા
Advertisement
  • સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ Mahendra Rajbhar ની જાહેરમાં ધોલાઈ
  • પાર્ટીના જ કાર્યકર્તા બ્રિજેશ રાજભરે હારતોરા બાદ લાફા ઝીંક્યા
  • જૌનપુરના આશાપુરી ગામમાં સુહેલદેવ જયંતિની ઉજવણી વખતે બની ઘટના

Uttar Pradesh : મઉ જિલ્લાના રહેવાસી અને સુહેલદેવ સ્વાભિમાન પાર્ટી (Suheldev Swabhiman Party) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભર (Mahendra Rajbhar) ને તેમની પાર્ટીના કાર્યકર બ્રિજેશ રાજભરે (Brijesh Rajbhar) એ સરાજાહેર લાફા ઝીંકી દીધા છે. પહેલા બ્રિજેશ રાજભરે રાષ્ટ્રીય અધ્યક્ષનું હારતોરાથી સ્વાગત કર્યુ અને ત્યારબાદ ધડાધડ લાફા ઝીંકી દેતા હોબાળો થયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટનાક્રમ

આ સમગ્ર ઘટના જૌનપુરના ઝાફરાબાદ તાલુકાના આશાપુરી ગામમાં બની છે. જેમાં સુહેલદેવ જયંતિની ઉજવણી ચાલી રહી હતી ત્યારે સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના સન્માનનો પ્રસંગ આવ્યો ત્યારે પાર્ટીના જ કાર્યકર બ્રિજેશ રાજભરે રાષ્ટ્રીય અધ્યક્ષનું હારતોરાથી સ્વાગત કર્યુ અને ત્યારબાદ ધડાધડ લાફા ઝીંકી દેતા હોબાળો થયો છે. બ્રિજેશ રાજભર લાફા મારતી વખતે સતત એવું બોલતા હતા કે, પાર્ટી મેં બનાવી અને મલાઈ તું ખાઈશ....

Advertisement

સ્વાગત પહેલા આક્ષેપબાજી

સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના કાર્યકર બ્રિજેશ રાજભરે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ Mahendra Rajbhar નું સ્વાગત કરતા પહેલા આક્ષેપબાજી પણ કરી હતી. તેમણે કહ્યું કે, જે ઉમેદવારોને અમારી વિધાનસભા અને લોકસભામાં મોકલવામાં આવ્યા હતા, તેઓ અમારા માટે લોબિંગ નથી કરી રહ્યા પરંતુ પોતાના માટે લોબિંગ કરી રહ્યા છે અને પોતાના પુત્ર અને પરિવાર માટે કામ કરી રહ્યા છે. રાજા સુહેલદેવનું નામ વેચી રહ્યા છે. આટલા સંબોધન બાદ બ્રિજેશ રાજભરે રાષ્ટ્રીય અધ્યક્ષને હાર પહેરાવ્યો અને પછી ધડાધડ લાફા ઝીંકી દીધા.

Advertisement

આ પણ વાંચોઃ  Raja Raghuvanshi murder Case : લગ્ન પછી પણ સોનમ અને રાજા વચ્ચે નહોતો કોઈ સંબંધ!

વડાપ્રધાન મોદીએ આપ્યું હતું કટપ્પા ઉપનામ

સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ Mahendra Rajbhar વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી માફિયા મુખ્તાર અંસારી સામે લડ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાહુબલી ગણાતા અંસારી સામે તેઓ 6000 મતોથી હારી ગયા હતા. જો કે મહેન્દ્ર રાજભર ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા તેથી વડાપ્રધાન મોદીએ તેમના પ્રચારમાં જનસંબોધન દરમિયાન તેમને કટપ્પા ઉપનામ આપ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, આ મહેન્દ્ર રાજભર કટપ્પા બનીને બાહુબલી ગણાતા અંસારીને હરાવી દેશે.

આ પણ વાંચોઃ India Population 2025 : ભારતની વસ્તી 1.46 અબજે પહોંચી, વર્ષ 2060 માં આ સંખ્યા પહોંચશે..!

Tags :
Advertisement

.

×