UP Tourism : 11 ઐતિહાસિક ઈમારતો અને કિલ્લાઓને પર્યટન સ્થળમાં રૂપાંતરિત કરશે યોગી સરકાર
UP Tourism : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના ઐતિહાસિક વારસાને નવું જીવન આપવાના પ્રયત્નો શરૂ કર્યા છે, જે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા છે. પ્રવાસન વિભાગ રાજ્યના 11 જૂના કિલ્લાઓ અને ઈમારતોને રોશન કરવાની તૈયારી કરી રહ્યું છે. વિભાગે એજન્સીઓ દ્વારા આ માટે દરખાસ્ત માટે પ્રસ્તાવ (RFP) મગાવ્યો છે. આ કામગીરી જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ કરવામાં આવશે, જ્યાં એજન્સી ડિઝાઈન, નિર્માણ, નાણાંનું રોકાણ, આ સ્થળોનું સંચાલન અને બાદમાં સરકારને સોંપશે.
હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ આપશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પર શરૂ થનારી આ પહેલ માત્ર આ વારસાગત કિલ્લાઓ અને ઈમારતોના ઈતિહાસને સાચવશે નહીં, પરંતુ સ્થાનિક પર્યટનમાં પણ વધારો કરશે અને હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ આપશે. રાજ્ય સરકાર તરફથી એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસન સ્થળોના વિકાસથી ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે. જ્યારે લોકોને ઈતિહાસને નજીકથી જાણવાની તક પણ મળશે.
આ 11 સ્થળોનો કરાશે સમાવેશ
પર્યટન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર 11 વારસામાં મળેલા સ્થળોમાં લલિતપુરનો તાલબેહાટ કિલ્લો, બાંદાનો રાણગઢ અને ભૂરાગઢ કિલ્લો, ગોંડાનો વઝીરગંજ બરાદરી, આલમબાગ ભવન, લખનૌનો ગુલિસ્તાન-એ-એરમ અને દર્શન વિલાસ, કાનપુરનો ટિકૈત રાય બરાદરી, મહોબાનો મસ્તાની મહેલ અને સેનાપતિ મહેલ, ઝાંસીનો તહરૌલી કિલ્લો અને મથુરાનો સીતારામ મહેલ (કોટવાન કિલ્લો)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો -Nitin Gadkari : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નાગપુરમાં મોટું નિવેદન
વાસ્તુકલા માટે પ્રખ્યાત
ઉત્તર પ્રદેશના આ બધા સ્થળો તેમની ખાસ વાસ્તુકલા અને ઈતિહાસની વાર્તાઓ માટે પ્રખ્યાત છે. તેમનું નવીનીકરણ કરીને હોટલ, સાંસ્કૃતિક કેન્દ્રો અથવા સંગ્રહાલયોમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ અહીં રહી શકે અને ઈતિહાસને નજીકથી અનુભવી શકે. આ યોજના બુંદેલખંડ જેવા વિસ્તારોમાં ખાસ કરીને ફાયદાકારક રહેશે, જ્યાં પ્રવાસન વધારીને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે.
આ પણ વાંચો -Himachal પ્રદેશમાં ભૂ-સ્ખલન થતાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર માંડ માંડ બચ્યા
લોકોને રોજગાર મળશે
યોગી સરકારનું આ પગલું પણ ખાસ છે કારણ કે તે રાજ્યના સાંસ્કૃતિક વારસાને બચાવવાની સાથે આધુનિક વિકાસને પ્રોત્સાહન આપશે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ફક્ત આ જૂની ઈમારતોને નવો દેખાવ આપશે જ નહીં, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારના નવા રસ્તા પણ ખોલશે. મુખ્યમંત્રીએ ઈકો-ટુરિઝમ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પહેલાથી જ ઘણા મોટા પગલાં લીધા છે. તેમના પ્રયાસો યુપીને દેશ અને દુનિયામાં એક પ્રિય પર્યટન સ્થળ બનાવી રહ્યા છે. સરકારે અયોધ્યા, કાશી અને મથુરા જેવા મુખ્ય ધાર્મિક કેન્દ્રો તેમજ રાજ્યના અન્ય પ્રાચીન મંદિરો અને તીર્થસ્થાનોને વૈશ્વિક પર્યટન નકશા પર લાવવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. ગયા વર્ષે 2024માં 65 કરોડ પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી, જે આ પહેલની સફળતા બતાવે છે.