Uttarakhand : અંત્યત ચકચારી એવા અંકિતા ભંડારી મર્ડર કેસમાં 3 ગુનેગારોને ફટકારાઈ આજીવન કેદ
- અંત્યત ચકચારી એવા અંકિતા ભંડારી મર્ડર કેસમાં ન્યાય થયો
- કોટદ્વાર કોર્ટે 3 ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી
- રાજ્ય સરકારને પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કરાયો
Uttarakhand : વર્ષ 2022માં 18મી સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ (Rishikesh) નજીક પૌડી જિલ્લામાં આવેલા વનત્રા રિસોર્ટમાં અંકિતા ભંડારી (Ankita Bhandari) ની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોટદ્વાર કોર્ટે 3 ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશ રીના નેગીએ આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી છે.
આજીવન કેદની સજા
માત્ર Uttarakhand જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં ચકચારે બનેલા Ankita Bhandari Murder Case માં આજે ગુનેગારોને સજા ફટકારવામાં આવી છે. કોટદ્વારની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ રીના નેગી (Judge Reena Negi) એ આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ગુનેગારોને 72000 રુપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશે રાજ્ય સરકારની વળતર યોજના અંતર્ગત પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
અત્યંત ચકચારી મર્ડર કેસ
ઉત્તરાખંડના ઋષિકેશ નજીક પૌડી જિલ્લામાં આવેલા વનત્રા રિસોર્ટમાં અંકિતા ભંડારીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મર્ડર કેસ આખા ભારતમાં ચકચારી બન્યો હતો. સમગ્ર કિસ્સામાં અંકિતા ભંડારી વનત્રા રિસોર્ટ (Vantra Resort) માં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. રિસોર્ટના માલિક પુલકિત આર્યએ 'VIP' મહેમાનોને એકસ્ટ્રા સર્વિસ પૂરી પાડવાનો દુરાગ્રહ કર્યો હતો. જેનો અંકિતા ભંડારીએ વિરોધ કરતા તેની કરપીણ હત્યા કરી હતી. પુલકિતે તેના 2 કર્મચારીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને તેની હત્યા કરી અને લાશ ઋષિકેશની ચીલા શક્તિ નહેરમાં ફેંકી દીધી.
આ પણ વાંચોઃ પૂંચમાં પીડિત પરિવારોને કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah દ્વારા નિમણૂક પત્રો અપાયા
2 વર્ષ, 8 મહિના અને 12 દિવસ પછી ન્યાય થયો
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કેસની તપાસ કરી અને 500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. જેમાં 97 સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે કેસ ટ્રાયલ પર આવ્યો, ત્યારે આ સાક્ષીઓમાંથી 47 સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ), 354A (મહિલાની છેડતી) અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ હેઠળ આરોપો મુકવામાં આવ્યા હતા. જેના પર કોર્ટે ટ્રાયલ પછી આ ચુકાદો આપ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ઘટનાના 2 વર્ષ, 8 મહિના અને 12 દિવસ પછી ન્યાય થયો છે.
આ પણ વાંચોઃ 'જો આતંકવાદ માથું ઉંચકશે, તો ભારત તેને કચડી નાખશે' : PM મોદી