Uttarakhand : સેનાએ બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ કર્યુ, હવે ધરાલીમાં રેસ્કયૂ ઓપરેશન થશે ઝડપી
- Dharali ને જોડતો મુખ્ય રસ્તો તૂટી જતા Rescue Operation ખોરંભાયું હતું
- સેનાએ ધરાલી સુધી પહોંચવા માટે અનેક પડકારોનો સામનો કરી Bailey Bridge તૈયાર કર્યો
- Bailey Bridge તૈયાર થતાં જ હવે રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી થશે
Uttarakhand : ઉત્તરકાશીમાં કુદરતે જે પ્રકોપ વરસાવ્યો તેમાં ખૂબ જ નુકસાન થયું હતું. ધરાલી (Dharali) જેવા મહત્વના વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પણ તૂટી ગયો હતો. આ માર્ગ તૂટવાને લીધે ફસાયેલા અને ઘાયલો સુધી પહોંચવું મુશ્કેલ હતું. જો કે સેનાએ સતત 2 દિવસ 24 કલાક મથીને બેલી બ્રિજ તૈયાર કરી દીધો છે. આ બેલી બ્રિજ (Bailey Bridge) ગંગનાની વિસ્તારમાં લિંચગઢ ખાતે બનાવવામાં આવ્યો છે. જ્યાંથી સરળતાથી ધરાલી પહોંચી શકાય તેમ છે. હવે આશા છે કે રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી હાથ ધરી શકાશે.
Uttarakhand ના આફતગ્રસ્ત વિસ્તાર ધરાલીમાં જવું સરળ બન્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી વિસ્તારમાં થયેલા કુદરતી કહેર બાદ ભારતીય સેના, ઉત્તરાખંડ પોલીસ અને SDRFની ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે. અકસ્માતમાં ધરાશાયી થયેલી ઈમારતો અને કાટમાળ નીચે દટાયેલા ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ધરાલીને જોડતો મુખ્ય રસ્તો તૂટી ગયો હતો. જેના કારણે ધારાલી પહોંચવા માટે ગંગનાની નજીક લિંચગઢ ખાતે બેલી બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણને પરિણામે હવે મોટા મશીનો અને ટ્રકો સરળતાથી બીજી બાજુ ધરાલી તરફ જઈ શકશે. જોકે હાલ બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ સેના, BRO, NDRF અને SDRF દ્વારા યુદ્ધના ધોરણે સાથે મળીને બનાવવામાં આવ્યો છે. તે દિવસ-રાત કામ કરીને બનાવવામાં આવ્યો હતો. જોકે આ બ્રિજ બનાવવો એટલો સરળ પણ નહોતો.
અનેક રસ્તાઓ તૂટી ગયા
મણિયારીથી 2 કિલોમીટર દૂર લગભગ 400 મીટર રસ્તો ધોવાઈ ગયો હતો. આ રસ્તો ધોવાઈ જવાથી BRO ના મણિયારી ડેપોમાં રાખવામાં આવેલ બેલી બ્રિજનો મટિરિયલ ગંગાની સુધી પહોંચી શક્યો ન હતો. તેવી જ રીતે ભરાડી નજીક લગભગ 400 મીટર ભાગ પણ ધોવાઈ ગયો હતો. તેના પર કામચલાઉ રસ્તો બનાવવો ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. સૌથી ખતરનાક મુશ્કેલી પાપડ ગઢ નજીક સતત ભૂસ્ખલનની હતી. પાપડ ગઢ નજીક લગભગ 700 મીટર રસ્તો ધસી પડ્યો હતો અને અહીં સતત ભૂસ્ખલન થઈ રહ્યું હતું. આ કામમાં અવરોધ ઊભો કરી રહ્યું હતું.
Uttarakhand Gujarat First-11-08-2025
આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના હસ્તે સાંસદો માટે બનાવાયેલા નવા ફ્લેટનું ઉદ્ઘાટન કરાયું
સેનાએ હાર ન માની
BRO એ 7 ઓગસ્ટ સુધીમાં ભરાડી ખાતે એક કામચલાઉ રસ્તો બનાવ્યો હતો. જ્યારે 8મી તારીખે સવાર સુધીમાં મણિયારીથી 2 કિલોમીટર આગળ અને પાપડ ગઢમાં કામચલાઉ રસ્તા બનાવવામાં આવ્યા હતા. અહીં રસ્તો બન્યા પછી અને ભારે ટ્રકો અને JCB પહોંચ્યા પછી જ બેલી બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ 8મી તારીખે સાંજે ફરી ભારે વરસાદ શરૂ થયો અને બધી ટ્રકો ફસાઈ ગઈ હતી. 9મી તારીખથી સેનાએ બેલી બ્રિજ બનાવવાની કમાન પોતાના હાથમાં લીધી. એક સમયે અડધો પુલ તૈયાર હતો અને એવું લાગતું હતું કે 9મી તારીખે જ પુલ બનાવવામાં આવશે પરંતુ જાણવા મળ્યું કે બેલી બ્રિજના પાયા પર જેસીબી મૂકવામાં આવ્યું હતું. તેનું વજન અપૂરતું છે. પુલ તૂટી પડવાનો ભય છે. હવે સમસ્યા બુલડોઝર કરતાં મોટી મશીન મેળવવાની હતી. મશીન કોઈક રીતે ખરાબ રસ્તાઓમાંથી પસાર થઈ ગયું. કામ દિવસ-રાત ચાલ્યું અને 10મી તારીખે બિર્જ પૂર્ણ થયો. આ બ્રિજના લીધે ધરાલી પહોંચવું સરળ બનશે અને રાહત કાર્ય ઝડપથી શક્ય બનશે.
આ પણ વાંચોઃ Uttar Pradesh : મુરાદાબાદમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા હડકંપ મચ્યો