Uttarakhand : ધોરણ 9 ના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દેતા ચકચાર મચી ગઈ
- Uttarakhand માં ધોરણ 9 ના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી
- વિદ્યાર્થી પોતાના લંચ બોક્સમાં ગન છુપાવીને લાવ્યો હતો
- વિદ્યાર્થી પોલીસની કસ્ટડીમાં છે, શિક્ષકની હાલત નાજૂક છે
Uttarakhand : ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ખાનગી શાળામાં ધોરણ 9 ના વિદ્યાર્થીએ તેના શિક્ષકને ગોળી મારી દીધી. અગાઉ શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી તેનો બદલો લેવા વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યુ. વિદ્યાર્થીએ તેના લંચ બોક્સમાં સંતાડીને પિસ્તોલ શાળામાં લાવ્યો હતો. અત્યારે વિદ્યાર્થી પોલીસ કસ્ટડીમાં છે અને શિક્ષકની સ્થિતિ નાજૂક છે.
સમગ્ર ઘટનાક્રમ
Uttarakhand ના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં ધોરણ 9 ના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દેતા ચકચાર મચી ગઈ છે. બનાવની વિગત એવી છે કે, શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારતાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી ગુસ્સામાં પોતાના લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને શાળામાં લાવ્યો. આ દિવસે વર્ગખંડમાં જેવા શિક્ષક દાખલ થયા કે તરત વિદ્યાર્થીએ ફાયરિંગ કરી દીધું. આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર જિલ્લામાં શિક્ષકોમાં રોષ પ્રવર્ત્યો છે. આ ઘટનાના વિરોધમાં ઉત્તરાખંડના CBSE બોર્ડ સાથે સંકળાયેલા શિક્ષકો હડતાળ અને ધરણા પર ઉતર્યા છે. કાશીપુર સહિત ઘણી જગ્યાએ આજે શાળાઓ બંધ છે. પોલીસે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે અને પિસ્તોલ કબજે કર્યા બાદ આ મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં શિક્ષકની હાલત નાજુક છે.
આ પણ વાંચોઃ Gujarat ATS : નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે વધુ 7 ની ધરપકડ કરી
ગાઝીપુરમાં પણ બની આવી જ ઘટના
ઉલ્લેખનીય છે કે સોમવારે યુપીના ગાઝીપુરમાં આવી જ ઘટના ઘટી હતી. અહીં એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ભયાનક વળાંક લીધો. ઝઘડા દરમિયાન ધોરણ 9 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થી આદિત્ય વર્મા પર છરી વડે હુમલો કર્યો. આ ઘટનામાં આદિત્યનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે દરમિયાનગીરી કરવા આવેલા અન્ય 3 વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા હતા. આ કિસ્સામાં આરોપી વિદ્યાર્થી ધાતુની પાણીની બોટલમાં છરી છુપાવીને શાળામાં લાવ્યો હતો. તક મળતા જ તેણે બાથરૂમ પાસે આદિત્ય પર હુમલો કર્યો. મૃતક આદિત્ય વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આરોપીએ તેને નિર્દયતાથી મારી નાખ્યો.
આ પણ વાંચોઃ Rahul Gandhi : દેશને મધ્યયુગમાં ધકેલવામાં આવી રહ્યો છે, અમિત શાહે રજૂ કરેલ બિલ પર રાહુલની પ્રતિક્રિયા