ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttarakhand Cloudburst : રુદ્રપ્રયાગ-ચમોલીમાં સ્થિતિ વણસી, મુખ્યમંત્રી ધામીએ આપ્યા જરુરી આદેશ

Uttarakhand Cloudburst ને લીધે રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભારે પૂર આવ્યું છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જરુરી આદેશો આપ્યા છે. વાંચો વિગતવાર.
11:52 AM Aug 29, 2025 IST | Hardik Prajapati
Uttarakhand Cloudburst ને લીધે રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભારે પૂર આવ્યું છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જરુરી આદેશો આપ્યા છે. વાંચો વિગતવાર.
Uttarakhand Cloudburst Gujarat First-29-08-2025

Uttarakhand Cloudburst : રુદ્રપ્રયાગના બાસુકેદાર તાલુકાના બડેથ ડુંગર ટોક અને ચમોલીના દેવલ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં આફત સર્જાઈ છે. કેટલાક પરિવારો કાટમાળમાં ફસાયા છે. જ્યારે ચમોલીમાં 2 લોકો લાપતા થયા છે. ચમોલીના દેવલ વિસ્તારના કાલેશ્વરમાં પર્વતની ટોચ પરથી કાટમાળ ધસી આવ્યો અને ઘરોમાં ઘૂસી ગયો. ચમોલી જિલ્લાના જ્યોતિર્મથ, દેવલ, નારાયણ બાગડ, થરાલી, નંદા નગર કર્ણ પ્રયાગ, ગેરસેન, દશોલીમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે.

Uttarakhand Cloudburst બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય

ઉત્તરાખંડમાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટના બની છે. રુદ્રપ્રયાગ અને ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશના સમાચાર છે. ચમોલીના દેવલ વિસ્તારના કાલેશ્વરમાં પર્વતની ટોચ પરથી કાટમાળ ધસી આવ્યો અને ઘરોમાં ઘૂસી ગયો. અત્યારે Uttarakhand Cloudburst બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મોડી રાત્રે દેવલ તાલુકાના મોપાટામાં વાદળ ફાટવાથી તારા સિંહ અને તેમની પત્ની ગુમ થયાના અહેવાલ છે. વિક્રમ સિંહ અને તેમની પત્ની ઘાયલ થયાના અહેવાલ છે.

Uttarakhand Cloudburst Gujarat First-29-08-2025-

Uttarakhand Cloudburst બાદ CM ધામીએ આપ્યા જરુરી આદેશ

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા રુદ્રપ્રયાગ અને ચમોલીમાં સ્થિતિ વણસી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) એ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર તહસીલ વિસ્તાર હેઠળના બડેથ ડુંગર ટોક અને ચમોલી જિલ્લાના દેવલ વિસ્તારમાં વાદળ ફાટવાથી કાટમાળમાં કેટલાક પરિવારો ફસાયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હું આ સંદર્ભમાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. મેં આપત્તિ સચિવ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી સૂચનાઓ આપી છે. હું બાબા કેદારનાથને બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું.

આ પણ વાંચોઃ Jammu-Kashmir's Flood : ભારતીય એરફોર્સે 6 હેલિકોપ્ટર દ્વારા 206 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કર્યુ

અનેક લોકોએ સ્થળાંતર કર્યુ

રુદ્રપ્રયાગમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મોડી રાતથી વરસાદને કારણે ગૌરીકુંડ-રુદ્રપ્રયાગ-ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે. વહીવટી તંત્ર અને અનેક વિભાગોની ટીમો બંધ થયેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી કાર્યરત કરવા મથી રહી છે. રુદ્રપ્રયાગની નદીઓનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વધી રહ્યું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો છે. ઘણા વાહનો અટવાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘર છોડીને નીકળી ગયા છે. કાલી માટ ખીણમાં બેસન કેદાર વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે.

Uttarakhand Cloudburst Gujarat First-29-08-2025---

ઉત્તરકાશીમાં પણ કુદરતી કહેર

ગત મોડી રાત્રે ભારે વરસાદે ઉત્તરકાશી જિલ્લામાં ફરી તબાહી મચાવી છે. નદીઓ અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લાના રસ્તાઓને ભારે નુકસાન થયું છે. ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડધો ડઝનથી વધુ સ્થળોએ બંધ છે. ભારે કાટમાળ અને પથ્થરોને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નાલુ પાણી, નાલુના, ચડેથી, પાપડ ગઢ, નેતાલા સહિત અનેક સ્થળોએ બંધ થઈ ગયો છે. એક ડઝનથી વધુ ગ્રામીણ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવા, ભૂસ્ખલન અને કાટમાળ અને પથ્થરોને કારણે ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ PM Modi's Japan Visit : ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું

Tags :
CM Pushkar Singh DhamiGujarat FirstRelief and rescue operationsUttarakhand Cloudburst
Next Article