Uttarakhand : આજે દેહરાદૂન IMA માં 419 કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ (POP) યોજાઈ
- દહેરાદૂન ખાતે IMA માં પાસિંગ આઉટ પરેડ યોજાઈ
- કુલ 419 કેડેટ્સે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો
- આ પરેડના મુખ્ય મહેમાન શ્રીલંકાના આર્મી ચિફ બન્યા છે
Uttarakhand : આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી (Indian Military Academy-IMA) માંથી પાસઆઉટ કેડેટ્સે પરેડ કરી છે. આ પરેડમાં ચુસ્ત અનુશાસન જોવા મળ્યું છે. આ પરેડ સમયે ભારતીય લશ્કરના અનેક અધિકારીઓ ઉપરાંત કેડેટ્સના માતા-પિતા અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અત્રે ઉપસ્થિત દરેકે આ પાસ આઉટ કેડેટ્સને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા છે. પાસઆઉટના કેડેટ્સના યુનિફોર્મ પર સ્ટાર લાગતા જ કેડેટ્સ પણ ખુશી અને ગર્વથી ઝુમી ઉઠ્યા છે. શપથ સમારોહ બાદ આ 419 કેડેટ્સ ભારતીય લશ્કરનું એક અભિન્ન અંગ બની જશે.
419 કેડેટ્સ પાસ આઉટ
દહેરાદૂનની ઈન્ડિયન મિલિટરી એકેડમી (Indian Military Academy-IMA)માંથી પાસ આઉટ થયેલા 419 કેડેટ્સની પરેડ યોજાઈ છે. આ કેડેટ્સે દ્વારા અત્યંત અનુશાસિત અને શીસ્તબદ્ધ પરેડ કરવામાં આવી. આ 419 કેડેટ્સ હવે ભારતીય સેનાનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ પ્રસંગ કેડેટ્સ માટે ગર્વ અને શૌર્યસભર બની રહ્યો છે. આ પ્રસંગે અનિલ નેહરા (Anil Nehra) ને સ્વોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.
VIDEO | Dehradun, Uttarakhand: Passing out parade underway at Indian Military Academy (IMA).#IMA #IndianMilitaryAcademy
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/heAMJO8CpO
— Press Trust of India (@PTI_News) June 14, 2025
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash Incident : એર ઈન્ડિયામાં એર હોસ્ટેસ હતી મનીષા થાપા, પ્લેન ક્રેશમાં થયું મોત
શ્રીલંકાના આર્મી ચિફ બન્યા મુખ્ય મહેમાન
ભારતીય લશ્કરી એકેડમીમાંથી પાસઆઉટ થનાર કેડેટ્સ દ્વારા આજે પાસઆઉટ પરેડ યોજાઈ છે. આ પ્રસંગના મુખ્ય મહેમાન શ્રીલંકાના આર્મી ચિફ બન્યા છે. શ્રીલંકાના આર્મી ચિફ (Sri Lankan Army Chief) નું એકેડેમીમાં રિવ્યુ ઓફિસર તરીકે આગમન ભારત અને શ્રીલંકા વચ્ચેના સારા સંબંધો દર્શાવે છે. દર વખતની જેમ, આ વખતે પણ એકેડેમીમાં બધી પરંપરાઓ પૂર્ણ કરીને પરેડ યોજાઈ છે. પરેડ પહેલા, શ્રીલંકાના આર્મી ચિફે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને તે પછી તરત જ પરેડ શરૂ કરવામાં આવી છે.