Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Fake Sadhu Arrested : મથુરામાં 'એન્જિનિયર સાધુ'નો પર્દાફાશ,યુવતીઓને નશામાં રાખી કરતો દુષ્કર્મ!

મથુરામાં ગોવર્ધન વિસ્તારમાં એક નકલી સાધુ, જે ખરેખર IIT રૂરકીનો બી.ટેક પાસ એન્જિનિયર છે, તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપી ઓનલાઈન પ્રવચનોની આડમાં ઉચ્ચ શિક્ષિત યુવતીઓને ફસાવી, તેમને નશો આપી દુષ્કર્મ કરતો અને ત્યારબાદ અશ્લીલ વીડિયો બનાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના આશ્રમમાંથી પીડિતોને મુક્ત કર્યા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
fake sadhu arrested   મથુરામાં  એન્જિનિયર સાધુ નો પર્દાફાશ યુવતીઓને નશામાં રાખી કરતો દુષ્કર્મ
Advertisement

Fake Sadhu Arrested : ઉત્તર પ્રદેશના મથુરા (Mathura) માંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ગોવર્ધન (Govardhan) વિસ્તારમાં એક 'નકલી સાધુ' દ્વારા ભણેલી-ગણેલી અને ઉચ્ચ શિક્ષણ ધરાવતી યુવતીઓને શિકાર બનાવવાનું એક ભયાનક કાવતરું પોલીસ દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું છે. આ આખી ઘટનાનો મુખ્ય આરોપી, અભિષેક મિશ્રા (Abhishek Mishra), જે પોતે એક મિકેનિકલ એન્જિનિયર (Mechanical Engineer) છે, તેણે આઈઆઈટી રૂરકી (IIT Roorkee) થી શિક્ષણ મેળવ્યું હતું.

ઓનલાઈન પ્રવચનોની આડમાં બિછાવ્યું જાળ

આ આરોપી સાધુ ઓનલાઈન પ્રવચનો, ભજન-કીર્તન અને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઊંચા પેકેજ પર કામ કરતી યુવતીઓને પોતાના જાળમાં ફસાવતો હતો. મૂળ ઓડિશાના આ આરોપીએ રૂરકીથી બી.ટેક (B.Tech) કર્યું હતું અને એક સમયે તે વાર્ષિક 20 લાખના પેકેજ પર મોટી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ, સત્યના માર્ગને બદલે અપરાધની દુનિયામાં આવીને તેણે છેલ્લા ત્રણ વર્ષથી ગોવર્ધનના રાધાકુંડમાં એક મકાન ભાડે રાખીને તેને 'આશ્રમ'નું સ્વરૂપ આપી દીધું હતું.

Advertisement

નશો કરાવી દુષ્કર્મ અને ક્રૂર બ્લેકમેલિંગ

પીડિત યુવતીઓ સાથે તે ભગવાનના પ્રસાદના નામે દૂધમાં નશીલો પદાર્થ મેળવીને તેમને અચેત કરી દેતો હતો. અચેત અવસ્થાનો લાભ લઈને તે તેમની સાથે અશ્લીલ કૃત્યો કરતો અને ગુપ્ત રીતે તેની વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરતો હતો. ત્યારબાદ, આ અશ્લીલ વીડિયો અને ફોટાના આધારે તે યુવતીઓને બ્લેકમેલ કરી લાખો રૂપિયાની ઉઘરાણી કરતો હતો. ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક પીડિત યુવતી પાસેથી આરોપીએ 5 લાખ રૂપિયાની મોટી રકમની માંગણી કરી હતી.

Advertisement

પોલીસની મોટી કાર્યવાહી અને ખુલાસા

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ 'એન્જિનિયર સાધુ' યુવક-યુવતીઓના 'ગંધર્વ વિવાહ' (Gandharva Marriage) કરાવી આપવાના નામે તેમને પોતાના આશ્રમમાં બોલાવતો અને તેમનું બ્રેઈનવોશ કરીને શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરતો હતો. મથુરા પોલીસે સોમવારે સાંજે રેડ પાડીને આ નકલી સાધુની ધરપકડ કરી છે અને સ્થળ પરથી બે યુવતીઓ અને એક બાળકને સુરક્ષિત મુક્ત કર્યા છે, જેમને નશા મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. આરોપીના મોબાઈલમાંથી એક ડઝનથી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા જપ્ત કરવામાં આવ્યા છે, જે તેના ગુનાહિત માનસને સ્પષ્ટપણે દર્શાવે છે. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : Bihar Viral Video : 34 વર્ષ પૂર્વે કરેલા ગુનાની સજા 84 વર્ષની ઉંમરે મળી, વળી ગયેલી કમરે વૃદ્ધ જેલમાં ગયા

Tags :
Advertisement

.

×