કેરળમાં 'વંદે માતરમ' મુદ્દે મોટો વિવાદ, CM સતીશન અને રાજ્યપાલ આમને-સામને
Vande Mataram controversy Kerala : કેરળ વિધાનસભા (Kerala Assembly) માં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (Governor Rajendra Arlekar) ના નીતિગત ભાષણ દરમિયાન વંદે માતરમ (Vande Mataram) ના સંપૂર્ણ ગાનના મુદ્દે એક નવો રાજકીય વિવાદ છેડાયો છે. વિધાનસભામાં ગીતનો માત્ર પ્રારંભિક શ્લોક જ રજૂ કરવામાં આવતા રાજ્યપાલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જેનો જવાબ મુખ્યમંત્રી વી.ડી. સતીસન (CM VD Satheesan) એ આપ્યો છે.
Vande Mataram controversy Kerala : રાજ્યપાલની નારાજગીનું કારણ
વિધાનસભાના કાર્યક્રમ બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ રાજ્યપાલ ગૃહમાં હાજર હોય ત્યારે પરંપરા મુજબ વંદે માતરમ સંપૂર્ણ ગાવામાં આવવું જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે અગાઉ માત્ર તેને વગાડવામાં આવતું હતું, પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે ગાવાની જરૂર છે.
મુખ્યમંત્રી સતીસનનો વળતો પ્રહાર
આ મામલે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી વી.ડી. સતીસને કહ્યું કે સંપૂર્ણ વંદે માતરમ ગાવું ફરજિયાત હોવાનો કોઈ સંસદીય કાયદો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "સંસદે આ બાબતે કોઈ કાયદો પસાર કર્યો નથી, માત્ર કેટલીક માર્ગદર્શિકા (Guidelines) જારી કરી છે." તેમણે વધુમાં જણાવ્યું કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પોતાના કેન્દ્રીય નેતૃત્વની વિચારધારા મુજબ જ કામ કરે છે.
ભાજપનો આકરો વિરોધ
બીજી તરફ ભાજપ (BJP) એ કેરળ સરકાર પર નિશાન સાધ્યું છે. રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલા (Shehzad Poonawalla) એ સોશિયલ મીડિયા પર આ ઘટનાને બંધારણીય શિષ્ટાચારનું ઉલ્લંઘન ગણાવી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ (Congress) ની આગેવાની હેઠળની સરકાર રાષ્ટ્રગીતના સન્માનમાં નિષ્ફળ રહી છે.


