Varanasi ગંગા નદીમાં ઈફતાર પાર્ટી કરનાર 14 યુવકની ધરપકડ, કોંગ્રેસે પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
- Varanasi :ગંગામાં બોટ પર ઇફ્તાર પાર્ટી કરવા બદલ 14 યુવાનોની ધરપકડ
- શું પીએમના મતવિસ્તારમાં ઇફ્તાર કરવી હવે ગુનો છે? -ઇમરાન પ્રતાપગઢી
- વારાણસી પોલીસે તાત્કાલિક કેસ પાછો ખેંચી યુવાનોને મુક્ત કરવા જોઈએ -સુપ્રિયા શ્રીનાતે
- પવિત્ર ગંગા ઘાટ પર ઇફ્તારનું આયોજન યોગ્ય નથી -સપા નેતા એસ.ટી. હસન
Varanasi : ઉત્તર પ્રદેશના વારાણસીમાં પવિત્ર ગંગા નદીમાં બોટ પર ઇફ્તારનું આયોજન કરવું 14 યુવાનોને ભારે પડ્યું છે. પોલીસે આ યુવાનોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ ઘટના બાદ કોંગ્રેસ (Congress) અને અન્ય વિરોધ પક્ષોએ ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) અને રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે.
Varanasi : કોંગ્રેસ નેતાએ કર્યા આકરા પ્રહાર
રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ (Imran Pratapgarhi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, "વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં, જ્યાં હજારો વિદેશી પ્રવાસીઓ આવે છે, ત્યાં પોલીસ મુસ્લિમો વિરુદ્ધ કેસ નોંધવા માટે ખૂબ ઉત્સુક જણાય છે. માત્ર એક સ્થાનિક નેતાની લાગણી દુભાવાને કારણે બોટમાં ઇફ્તાર કરી રહેલા યુવાનોની ધરપકડ કરવામાં આવી છે."
તેમણે વધુમાં સવાલ કર્યો કે શું નમાઝ પઢવી કે ઇફ્તાર કરવી એ હવે ગુનો ગણાશે? તેમણે પીએમ મોદીના 'સબકા સાથ, સબકા વિકાસ' (Sabka Saath, Sabka Vikas) ના નારા સામે પણ સવાલ ઉઠાવી આ કેસ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
बनारस जो प्रधानमंत्री का संसदीय क्षेत्र है, जहॉं साल भर में हज़ारों विदेशी पर्यटक आते हैं वहॉं की पुलिस कितनी उतावली बैठी है मुसलमानों के ख़िलाफ़ FIR दर्ज करने के लिये, युवाओं का एक समूह नाव में बैठकर इफ़्तार कर रहा था बस इतने से किसी छुटभैये नेता की भावना आहत हो गई और उसकी तहरीर…
— Imran Pratapgarhi (@ShayarImran) March 17, 2026
સુપ્રિયા શ્રીનાતે ઉઠાવ્યા કાયદાકીય સવાલ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે (Supriya Shrinate) પણ આ ધરપકડને 'બીમાર માનસિકતા' ગણાવી છે. તેમણે પૂછ્યું કે, "આ યુવાનો કયા કાયદા (Law) નું ઉલ્લંઘન કરી રહ્યા હતા? ગંગામાં બોટ પર ઇફ્તાર કરવો એ કયો ગુનો છે?" તેમણે પણ ધરપકડ કરાયેલા યુવાનોને વહેલી તકે મુક્ત કરવાની અપીલ કરી છે.
An FIR has been filed against 14 Muslim men who hosted an Iftar on a boat on the Ganges in Varanasi.
What laws have they broken?
What sin have they committed?Where are we headed?
Sick
pic.twitter.com/mS07f0FXMy— Supriya Shrinate (@SupriyaShrinate) March 17, 2026
સપા નેતા એસ.ટી. હસનનો અલગ સૂર
આ વિવાદમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના નેતા ડૉ. એસ.ટી. હસને (Dr. S.T. Hasan) યુવાનોની ભૂલ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે, "ગંગાના જે ઘાટ પર આરતી થતી હોય ત્યાં આવું આયોજન યોગ્ય નથી. જો ઇફ્તાર દરમિયાન માંસાહારના અવશેષો ત્યાં ફેંકવામાં આવ્યા હોય, તો તે અત્યંત ખોટું છે. ઇફ્તાર અન્ય સ્થળોએ પણ થઈ શકત, તેના માટે ઘાટ પસંદ કરવો જરૂરી નહોતો."
આ પણ વાંચો: PM Modi એ રાજ્યસભાના 37 નિવૃત્ત સાંસદોને આપી વિદાય, સંસદને ગણાવી 'ખુલ્લી યુનિવર્સિટી'


