Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Varanasi : PM મોદીએ જનતાને આપી વિકાસની ભેટ! 4 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન દેશને 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપી અને તેમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે PM મોદીએ ટ્રેનોને લીલી ઝંડી આપી, જેમાં સ્થાનિક લોકો અને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તેમણે જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશના આર્થિક વિકાસનો પાયો છે અને નવી વંદે ભારત ટ્રેનો ભારતીય રેલ્વેને નવા મંચ પર લઈ જશે.
varanasi   pm મોદીએ જનતાને આપી વિકાસની ભેટ  4 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી
Advertisement
  • PM Narendrabhai Modi visits Varanasi
  • PM મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી
  • ટ્રેન વારાણસી અને ખજુરાહો, ફિરોઝપુર અને દિલ્હી વચ્ચે દોડશે
  • એર્નાકુલમ અને બેંગલુરુ અને લખનૌ અને સહારનપુર વચ્ચે દોડશે
  • વારાણસીમાં ભાજપના કાર્યકરોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું
  • PM મોદીની વારાણસીની મુલાકાતને લઇ નાગરીકોમાં ઉત્સાહ
  • અમે યોગીને લક્ષ્મણ અને મોદીને રામ તરીકે જોઈએ છીએ: મહિલા
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસીમાં કર્યો રોડ શો

PM Narendrabhai Modi visits Varanasi : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી, જે દરમિયાન તેમણે માત્ર રોડ શો કરીને જનતાનો ઉત્સાહ વધાર્યો નહીં, પરંતુ દેશને 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપી. આ પ્રસંગે વારાણસી (Varanasi) માં ભાજપના કાર્યકરો અને નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં એક મહિલાએ તો PM મોદી અને UPના CM યોગી આદિત્યનાથની તુલના રામાયણના પાત્રો રામ અને લક્ષ્મણ સાથે કરી. PM મોદીએ ટ્રેનોને લીલી ઝંડી આપતી વખતે સ્પષ્ટ કર્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એ દેશની આર્થિક પ્રગતિનો પાયો છે.

આર્થિક વિકાસનું એન્જિન છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર

વડાપ્રધાન મોદી (PM Narendrabhai Modi) એ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું કે, વિશ્વના જે વિકસિત દેશોએ મોટી પ્રગતિ હાંસલ કરી છે, તેમની સફળતા પાછળનું એક મોટું પરિબળ ત્યાંનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહ્યું છે. તેમણે કહ્યું કે, "આજે ભારત પણ ઝડપથી આ માર્ગ પર આગળ વધી રહ્યું છે." તેમણે આગળ કહ્યું કે, કોઈ પણ શહેરમાં સારી કનેક્ટિવિટી મળતાં જ તેનો વિકાસ આપમેળે ઝડપથી શરૂ થઈ જાય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર પુલ કે હાઇવે સુધી મર્યાદિત નથી, પરંતુ દેશની પ્રગતિનું એન્જિન છે.

Advertisement

Advertisement

તેમણે જણાવ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો તૈયાર કરી રહી છે, જે ભારતીય રેલ્વેને પરિવર્તિત કરવા માટેનું એક સંપૂર્ણ અભિયાન છે. વંદે ભારત ટ્રેન પર ગર્વ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ "ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન" છે. આ 4 નવી ટ્રેનોના ઉમેરા સાથે, દેશમાં હવે 160થી વધુ નવી વંદે ભારત ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ગયું છે.

Varanasi થી 4 ટ્રેનોને લીલીઝંડી

વારાણસી (Varanasi) થી જે 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી છે, તે દેશના મહત્ત્વપૂર્ણ શહેરો અને પ્રદેશોને જોડશે. આ રૂટ્સ નીચે મુજબ છે:

  • વારાણસી (કાશી) અને ખજુરાહો
  • ફિરોઝપુર અને દિલ્હી
  • એર્નાકુલમ અને બેંગલુરુ
  • લખનૌ અને સહારનપુર (સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે)

ધાર્મિક પર્યટનને નવી ગતિ

આ 4 ટ્રેનોમાં સૌથી વધુ મહત્ત્વ વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસને આપવામાં આવી રહ્યું છે. આ ટ્રેનને કાશી અને સમગ્ર પૂર્વાંચલ ક્ષેત્ર માટે એક મોટી ભેટ માનવામાં આવે છે કારણ કે તે ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને વેગ આપશે. જણાવી દઇએ કે, આ ટ્રેન બનારસ, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો જેવા મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને એકસાથે જોડે છે. નવી વંદે ભારત સેવા વર્તમાન વિશેષ ટ્રેનોની તુલનામાં આશરે 2 કલાક અને 40 મિનિટ જેટલો સમય બચાવશે, જે મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

આ પણ વાંચો :   બિહાર ચૂંટણી સભામાં PM મોદીએ મહાગઠબંધન પર કર્યા આકરા પ્રહાર, NDAની સિદ્ધિઓ ગણાવી

Tags :
Advertisement

.

×