Varanasiમાં મહિલા નેતાએ શરમ નેવે મુકી, રૂ. 10,000ના અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કરતા CCTVમાં કેદ!
- Varanasi માં મહિલા વેપાર બોર્ડના પ્રમુખ સુનિતા સોની પર ચોરીનો આરોપ
- લાહુરાબીરના અમાટે સ્ટોરમાં 10 હજારના અન્ડરગાર્મેન્ટ્સની કરી ચોરી
- પુત્રી અને નણંદ સાથે ચોરી કરતી ઘટના CCTV માં કેદ
- મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ બ્રાન્ડ એમ્બેસેડર વિરુદ્ધ FIR
- પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
વારાણસી (Varanasi): ધાર્મિક નગરી વારાણસીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) એવા મહિલા નેતા પર અન્ડરગાર્મેન્ટ્સની ચોરી (Undergarments Theft) કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. લાહુરાબીર વિસ્તારમાં આવેલી એક જાણીતી દુકાનમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું છે સમગ્ર ઘટના? (Case Details)
ચેતગંજ પોલીસ સ્ટેશન (Chetganj Police Station) વિસ્તારમાં આવેલા 'અમાટે સ્ટોર' માં 24 ફેબ્રુઆરીની સાંજે ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને પ્રવેશી હતી. આ મહિલાઓમાં વારાણસી મહિલા વેપાર બોર્ડના પ્રમુખ (Varanasi Mahila Vyapar Board President) સુનિતા સોની હોવાનું ઓળખાયું છે, જેઓ તેમની પુત્રી અને નણંદ સાથે ખરીદી કરવા આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે સેલ્સગર્લ સ્ટોક જોવા અંદર ગઈ, ત્યારે આ મહિલાઓએ આશરે 10,000 રૂપિયાની કિંમતના અન્ડરગાર્મેન્ટ્સ ચોરીને પોતાની બેગમાં સેરવી દીધા હતા.
यूपी – वाराणसी में 3 महिलाएं कपड़ा शोरूम में गईं। इसमें 2 महिलाओं ने अंडर गारमेंट्स चुरा लिए। CCTV से तीसरी महिला की पहचान सुनीता सोनी के रूप में हुई, जो महिला व्यापार मंडल वाराणसी की अध्यक्ष हैं।
सुनीता ने सफाई दी है– "मुझे रास्ते में 2 महिलाएं मिली, चोरी उन्होंने की है। मैं… pic.twitter.com/H6AvBfSdC9
— Sachin Gupta (@SachinGuptaUP) February 26, 2026
FIR અને કાયદાકીય કાર્યવાહી (Legal Action/FIR)
દુકાનદારને જ્યારે સ્ટોક મેચિંગ દરમિયાન માલ ઓછો જણાયો, ત્યારે સીસીટીવી તપાસતા ચોરીનો ખુલાસો થયો હતો. દુકાનદારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સુનિતા સોની અને અન્ય બે મહિલાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 379 (Section 379 IPC) હેઠળ ગુનો નોંધાવ્યો છે. સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવી તપાસની માંગ કરી છે.
Varanasi ની સુનિતા સોનીનો બચાવ (Defense Statement)
બીજી તરફ, સુનિતા સોનીએ પોતાની ઉપર લાગેલા આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે, તેઓ જૌનપુરથી આવેલી પોતાની સંબંધી મહિલાઓ સાથે દુકાને ગયા હતા. તેમણે દાવો કર્યો કે તેમની પાછળ અન્ય મહિલાઓએ શું કર્યું તેની તેમને જાણ નહોતી. જોકે, પોલીસ ફૂટેજના આધારે ઊંડી તપાસ કરી રહી છે.
સમાજસેવિકાને ઘટનાને શરમજનક ગણાવી
સામાજિક કાર્યકર્તા ચાંદની શ્રીવાસ્તવે આ ઘટનાને "ખૂબ જ શરમજનક" ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુનિતા સોની અગાઉ પ્રભાવશાળી લોકો સાથેના સંબંધોને કારણે કાર્યવાહીથી બચી ગઈ હતી, પરંતુ આ વખતે પુરાવા સ્પષ્ટ હતા. તેમણે માંગ કરી છે કે પ્રખ્યાત હસ્તીઓ સાથે ફોટો પડાવનાર અને ઉચ્ચ હોદ્દા પર રહેલી મહિલા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો : Sexual Harassment Case : સ્વામી અવિમુક્તેશ્વરાનંદને હાઈકોર્ટની મોટી રાહત, ધરપકડ પર રોક
આ પણ વાંચો : Selfie with a leopard: ન ડર, ન હુમલો! દીપડા સાથે શાંતિથી સેલ્ફી લેતો યુવક, વીડિયો વાયરલ


