Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Indian Navy : ભારતીય નૌકાદળને મળ્યા નવા વડા, વાઇસ એડમિરલ સ્વામીનાથન સંભાળશે કમાન

Indian Navy : વાઇસ એડમિરલ સ્વામીનાથન નવા નૌકાદળના વડા તરીકે નિયુક્ત, કાર્યકાળ 31 મેથી શરૂ થશે અને ભારત સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. સ્વામીનાથન હાલમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડર છે અને તેમને કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધના નિષ્ણાંત માનવામાં આવે છે.
indian navy   ભારતીય નૌકાદળને મળ્યા નવા વડા  વાઇસ એડમિરલ સ્વામીનાથન સંભાળશે કમાન
Advertisement
  • Indian Navy ને લઈ ભારત સરકારનો મોટો નિર્ણય
  • કૃષ્ણ સ્વામીનાથન બન્યા નવા નેવી ચીફ
  • ભારતના લશ્કરી નેતૃત્વમાં મોટો ફેરફાર
  • CDS બાદ હવે નવા નેવી ચીફની પણ જાહેરાત
  • વેસ્ટર્ન નેવલ કમાન્ડથી સીધા નેવી ચીફ પદ સુધી સ્વામીનાથનની સફર

Indian Navy : ભારત સરકારે મુખ્ય લશ્કરી નેતૃત્વ નિમણૂંકોની જાહેરાત કરી છે. વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31 મેના રોજ તેમનું નવું પદ સંભાળશે અને 31 ડિસેમ્બર, 2028 સુધી સેવા આપશે. વાઇસ એડમિરલ સ્વામીનાથન હાલમાં મુંબઈમાં (MUMBAI) વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડર છે. સ્વામીનાથન 1 જુલાઈ, 1987 ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા (indian navy) હતા. તેમને કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધના નિષ્ણાત માનવામાં આવે છે. સ્વામીનાથને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલા ખાતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે યુકેમાં જોઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ અને યુએસમાં યુનાઈટેડ સ્ટેટ્સ નેવલ વોર કોલેજ ખાતે પણ વધુ અભ્યાસ પૂર્ણ કર્યો.

નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંક

ભારતીય નૌકાદળના આગામી ચીફની સાથે, નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. સરકારે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્યમને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. વર્તમાન સીડીએસ, જનરલ અનિલ ચૌહાણ, 30 મે, 2026 ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણ્ય હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) ખાતે લશ્કરી સલાહકાર છે. તેઓ અગાઉ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને સેન્ટ્રલ કમાન્ડના GOC-ઇન-C તરીકે સેવા આપી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની નિમણૂકનો હેતુ સેનાના "થિયેટરાઇઝેશન" કાર્યક્રમને આગળ વધારવાનો છે.

Advertisement

Advertisement

N S Raja Subramani દેશના ત્રીજા CDS બનશે

ભારતીય સેનાના સર્વોચ્ચ પદ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) પર નવી નિમણૂંક કરવામાં આવી છે. વર્તમાન CDS, અનિલ ચૌહાણ, 30 મે, 2026 ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. ભારત સરકારે (indian government) અગાઉ એક નવા CDS ની નિમણૂંક કરી છે, જે ચૌહાણનો કાર્યકાળ પૂરો થયા પછી પદ સંભાળશે. ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ N S Raja Subramani (PVSM, AVSM, SM, VSM-નિવૃત્ત) ને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પદ સંભાળ્યાની તારીખથી આગામી આદેશ સુધી ભારત સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે.

આ પણ વાંચો : N S Raja Subramani દેશના ત્રીજા CDS બનશે, ભારત સરકારે લીધો નિર્ણય

Tags :
Advertisement

.

×