ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Video : આકરી ગરમીથી કોન્સ્ટેબલ બેભાન, વીડિયો બનાવતો રહ્યો ઈન્સ્પેક્ટર, થયું મોત

Video Viral : છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. ઘણા રાજ્યોમાં આ આકરી ગરમી (extreme heat) જીવલેણ બની છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક કોન્સ્ટેબલનું મોત (constable died) હીટ સ્ટ્રોક (Heat Stroke) ને કારણે થયું છે. જો તમને આ...
10:33 AM Jun 19, 2024 IST | Hardik Shah
Video Viral : છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. ઘણા રાજ્યોમાં આ આકરી ગરમી (extreme heat) જીવલેણ બની છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક કોન્સ્ટેબલનું મોત (constable died) હીટ સ્ટ્રોક (Heat Stroke) ને કારણે થયું છે. જો તમને આ...
Constable died in Kanpur Video Viral

Video Viral : છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. ઘણા રાજ્યોમાં આ આકરી ગરમી (extreme heat) જીવલેણ બની છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક કોન્સ્ટેબલનું મોત (constable died) હીટ સ્ટ્રોક (Heat Stroke) ને કારણે થયું છે. જો તમને આ જાણીને દુઃખ થઇ રહ્યું છે તો આગળ અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે જાણી તમે ચોંકી જશો. એક વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો છે જેમા એક કોન્સ્ટેબલ બેભાન અવસ્થા (Constable is Unconscious) માં છે અને એક ઈન્સ્પેક્ટર તેનો વીડિયો રેકોર્ડ (Video Record) કરી રહ્યો છે. સૂત્રોની માનીએ તો હોસ્પિટલમાં લઈ જવામાં મોડું થવાને કારણે કોન્સ્ટેબલનું મોત (constable died) થયું હતું. તાજેતરમાં આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મદદની હતી જરૂર પણ વીડિયો બનાવ્યો

માનવતા મરી પરવારી. જીહા, આજના સમયમાં કઇંક આવું જ જોવા મળી રહ્યું છે. પહેલાના સમયમાં જ્યા લોકો બીજાની તકલીફ જોઇ મદદ કરવાનું વિચારતા હતા તો આજે મોબાઈલ ઉઠાવીને વીડિયો બનાવવાનું વિચારે છે. કાનપુરનો કિસ્સાએ વધુ એક ઉદાહરણ આપ્યું છે. જ્યા એક કોન્સ્ટેબલ કે જે ગરમીના કારણે બેભાન થઇ ગયા હતા તેમને હોસ્પિટલ લઇ જવાની જગ્યાએ સબ-ઇન્સ્પેક્ટરે તેમને થઇ રહેલી તકલીફનો વીડિયો બનાવવું જરૂરી સમજ્યું. ઘટનાની વિસ્તારથી જો વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ બ્રિજ કિશોર સિંહ, મૂળ સમથાર, ઝાંસીના રહેવાસી છે, જે પોલીસ લાઈનમાં તૈનાત હતા. એસીપી કલેક્ટરગંજ મોહમ્મદ મોહસિને જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ મંગળવારે ત્રણ દિવસની રજા લઈને પોલીસ લાઈનમાં પોતાના ગૃહ જિલ્લા ઝાંસી જવા નીકળી ગયા હતા. બપોરે જ્યારે તે સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તે બેભાન થઈ ગયા અને જમીન પર પડી ગયા. આ પછી, ત્યાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર તેમની પાસે આવ્યા અને એક યુવકે હેડ કોન્સ્ટેબલની મદદ કરી. ત્યારબાદ સબ-ઇન્સ્પેક્ટરે તેમની મદદ કરવાને બદલે તેમનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ જોઈને નજીકથી પસાર થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, તે થોડા સમય પછી પોલીસની મદદથી તેમને કેપીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું મોત થઈ ગયું.

આસપાસ લોકોએ કહ્યું પછી હોસ્પિટલ લઇ જવાયા

સ્ટેશન પરિસરમાં હેડ કોન્સ્ટેબલની તબિયતની માહિતી મળતાં જ GRP ઈન્સ્પેક્ટર બહાર આવ્યા અને તેમને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમણે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હેડ કોન્સ્ટેબલની હાલત ખરાબ થઈ રહી છે અને ઈન્સ્પેક્ટર વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. જ્યારે કેટલાક મુસાફરોએ આનો વિરોધ કર્યો તો ઈન્સ્પેક્ટર તેમને KPM હોસ્પિટલ લઈ ગયા. જોકે તેને બચાવી શકાયા નહી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે વીડિયો કેમ બનાવ્યો? પોલીસ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુનું કારણ હીટ સ્ટ્રોક હોવાનું જણાય છે. પોસ્ટ મોર્ટમ બાદ જ સાચું કારણ બહાર આવશે.

આ પણ વાંચો - ગ્રાહકે AMAZON પરથી મંગાવ્યું કંટ્રોલર અને નીકળ્યો કોબ્રા અને પછી..

આ પણ વાંચો - પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર વિરોધ અને ભાજપના નેતાનું મોત, જાણો પૂરી વિગત

Tags :
constableconstable diedExtreme HeatGujarat FirstHead ConstableHead Constable DiedHeat StrokeHeat Wave Kanpur News TodayInspectorKanpurKanpur newsLatest Kanpur NewsSocial MediaTrending NewsUp NewsUP PoliceVideo RecordVideo Viralviral video
Next Article