ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIDEO: આતંકીઓનો ભોગ બનતાં પહેલાં આ શું બોલે છે પ્રવાસી, પત્ની સાથે કેટલા ખુશ હતા?

પહલગામમાં આતંકી હુમલામાં સત્તાવાર એકનું મોત કર્ણાટકના મંજુનાથનું મોત થતા શોકમય માહોલ મંજુનાથનો કશ્મીરનો વીડિયો આવ્યો સામે આતંકી હુમલા પહેલાનો વીડિયો સામે આવ્યો pahalgam attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કર્ણાટકથી ફરવા આવેલા એક શખ્સનું પણ મોત થયુ...
09:20 PM Apr 22, 2025 IST | Hiren Dave
પહલગામમાં આતંકી હુમલામાં સત્તાવાર એકનું મોત કર્ણાટકના મંજુનાથનું મોત થતા શોકમય માહોલ મંજુનાથનો કશ્મીરનો વીડિયો આવ્યો સામે આતંકી હુમલા પહેલાનો વીડિયો સામે આવ્યો pahalgam attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કર્ણાટકથી ફરવા આવેલા એક શખ્સનું પણ મોત થયુ...
Terrorist Attack

pahalgam attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કર્ણાટકથી ફરવા આવેલા એક શખ્સનું પણ મોત થયુ હતું. આ કપલનો હુમલા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કપલ ખૂબ ખુશમિજાજમાં દેખાતું હતું.

કર્ણાટકથી આવેલા શખ્સને ગોળી મારી, પત્ની-બાળકોને જવા દીધાં

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓનો ભોગ બનતાં પહેલાં કર્ણાટકના એક શખ્સનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પત્ની સાથે ખૂબ ખુશમિજાજમાં દેખાતાં હતા પરંતુ પત્નીને ક્યાં ખબર હતી થોડા વખતમાં તે વિધવા થવાની છે કારણ કે આતંકીઓએ તેના પતિને ભરખી લેશે. કર્ણાટકના આ શખ્સ પત્ની અને બાળકો સાથે પહેલગામમાં ફરવા આવ્યા હતા ત્યારે આતંકી હુમલો થયો અને આતંકીઓએ આ શખ્સને ગોળી મારી દીધી હતી અને પત્ની અને બાળકોને જવા દીધા હતા.

હનીમૂન પર આવેલા યુવાનને ગોળીઓથી વીંધ્યો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ 'ધર્મનો આતંક' ખેલ્યો હતો. આતંક હુમલાની એક દર્દનાક તસવીર સામે આવી હતી જેમાં હનીમૂન પર આવેલી એક છોકરી તેના પતિની લાશ પાસે બેસેલી જોવા મળતી હતી. આ તસવીર કોઈને પણ વિચલીત કરી મૂકવા પૂરતી હતી, જેણે પણ આ તસવીર જોઈએ તેઓ રડી પડ્યાં હતા. યુવતીએ આખા બનાવનું વર્ણન કરતાં કહ્યું કે ભરી બંધૂકે આતંકીઓ ખીણમાંથી અચાનક પ્રગટ થયાં હતા, આતંકીઓએ અમને અમારો ધર્મ અને નામ પૂછયું હતું અને અમે મુસ્લિમ નથી એ જાણીને તરત ગોળીબાર કર્યો હતો. મારા પતિને માથામાં ગોળી મારી હતી.

27 થી વધુના મોતની આશંકા

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા છે મોતનો આંકડો વધી શકે છે. પહેલગામના બૈસરન પહાડી વિસ્તારમાં ફરવા આવેલા પ્રવાસીઓ પર આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જે પછી આખા દેશમાં હાહાકાર મચ્યો હતો. હાલમાં પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને તેમને પહેલગામ હુમલાની જેવી ખબર પડી કે તરત તેમણે અમિત શાહને ફોન કરીને તાબડતોબ જમ્મુ કાશ્મીર જવાનો નિર્દેશ આપ્યો હતો જે પછી શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા.

Tags :
Amit ShahBigBreakingGujaratFirstIndiaJammu-KashmirKashmirPahalgampahalgam terrorist attackpm modiTerrorist attack
Next Article