Vijay Diwas : આજના દિવસે ભારતે બાંગ્લાદેશને કરાવ્યું હતું પાકિસ્તાનથી આઝાદ
- વિજય દિવસ પર દેશના બહાદુર જવાનોને સલામ!
- આજના દિવસે ભારતે કર્યા પાકિસ્તાનના બે ટુકડા
- 93 હજાર સૈનિકોએ ભારત સામે કર્યુ હતું સરેન્ડર
- પાકિસ્તાનના ભાગલા પાડી બાંગ્લાદેશનો જન્મ થયો
- 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
- રક્ષામંત્રી રાજનાથ સિંહનું વિજય દિવસ પર ટ્વીટ
- સેનાની બહાદુરી અને બલિદાનને સલામઃ રક્ષામંત્રી
- 'સુરક્ષાદળોની સેવાને દેશ ક્યારેય ભૂલશે નહીં'
Vijay Diwas : આજે ભારત અને બાંગ્લાદેશ બંનેમાં વિજય દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 16 ડિસેમ્બર 1971 નો દિવસ દેશના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસ ભારત માટે 1971ના યુદ્ધની નિર્ણાયક જીતનું પ્રતીક છે. ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને પરાજિત કરી અને પૂર્વ પાકિસ્તાનને તેમના દમન અને જુલમથી મુક્ત કરાવ્યું હતું. આ દિવસ બાંગ્લાદેશના જન્મનો દિવસ છે, જે હવે એમાંથી અલગ એક નવો રાષ્ટ્ર બની ચૂક્યું છે.
16મી ડિસેમ્બરનો દિવસ ભારત-બાંગ્લાદેશ માટે ખાસ
ઘણા દિવસો સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળો અને બાંગ્લાદેશી મુક્તિ વાહિનીએ પોતાના જીવ આપ્યા હતા, એટલે જ તેની જીત ભારતના પક્ષમાં હતી. આવી સ્થિતિમાં, 16મી ડિસેમ્બરનો દિવસ તે બહાદુર સૈનિકો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે જેમણે આ યુદ્ધમાં પોતાનો જીવ આપ્યો. વર્ષ 1970-71ની વાત છે, જ્યારે પાકિસ્તાની જનરલ યાહ્યા ખાને તેના દમનકારી લશ્કરી શાસન દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં સામાન્ય લોકોનો નરસંહાર શરૂ કર્યો હતો. પછી શેખ મુજીબુર રહેમાને સામાન્ય લોકોને લડવા માટે પ્રેરિત કર્યા અને મુક્તિ વાહિની સેનાની રચના કરી. આ સમયે તેમણે ભારત પાસે પણ મદદ માંગી હતી. આ પછી પૂર્વ પાકિસ્તાનના લોકોને પાકિસ્તાનની ક્રૂરતાથી બચાવવા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતીય સેનાને યુદ્ધમાં જવાની મંજૂરી આપી હતી. આ પછી, ભારતીય સેનાએ 4 ડિસેમ્બર 1971ના રોજ ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું. આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો અને 16 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશ એક નવા રાષ્ટ્ર તરીકે જન્મ્યો.
આ કારણોસર ભારત માટે ખાસ છે
આ પછી, ભારતીય સેનાએ 4 ડિસેમ્બર 1971ના રોજ ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું. આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો અને 16 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશનો એક નવા રાષ્ટ્ર તરીકે જન્મ થયો. આ યુદ્ધમાં ભારતીય સેનાએ 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીને આત્મસમર્પણ કરવા દબાણ કર્યું હતું. આ પછી કમાન્ડર જનરલે ભારત અને બાંગ્લાદેશની મુક્તિ વાહિનીના સંયુક્ત દળો સમક્ષ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, આશરે 93,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું, જે બીજા વિશ્વ યુદ્ધ પછીનું સૌથી મોટું સૈન્ય સમર્પણ હતું. ભારતે 93,000 પાકિસ્તાનીઓને તેમના હથિયારો સાથે આત્મસમર્પણ કરાવ્યું અને વિશ્વની સામે સેનાની શક્તિનું પ્રદર્શન કર્યું.
આ પણ વાંચો: 'One Nation, One Election' બિલમાં વિલંબ! લોકસભામાં આજે રજૂ નહીં થાય