તમિલનાડુમાં Vijay Thalapathy બનશે CM ! કોંગ્રેસ આપશે સમર્થન, રાહુલ ગાંધી શપથ વિધિમાં આપી શકે છે હાજરી
- તમિલનાડુમાં Vijay Thalapathy ની સરકારનો માર્ગ મોકળો
- કોંગ્રેસે વિજયની TVK પાર્ટીને આપ્યું બહુમતી માટે સમર્થન
- 7 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે વિજય
- ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શપથ વિધિ
- રાહુલ ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
- કોંગ્રેસે વિજયની સરકારમાં બે મંત્રી પદની માંગ કરી
Vijay Thalapathy : તમિલનાડુના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. સુપરસ્ટાર વિજયની [Vijay] પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) ટૂંક સમયમાં રાજ્યમાં સરકાર બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ [Congress] પાર્ટીએ વિજયની સરકારને ટેકો આપવાનો સત્તાવાર નિર્ણય લઈ લીધો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે અગાઉ સંકેત આપ્યા હતા કે વિજયે સરકાર રચવા માટે સમર્થન માંગ્યું હતું, જેના પર હવે મહોર વાગી ગઈ છે.
7 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ
થલપથી વિજય આગામી 7 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી [Chief Minister] તરીકે શપથ લઈ શકે છે. ગુરુવારનો દિવસ શુભ હોવાથી વિજયે આ દિવસની પસંદગી કરી હોવાનું મનાય છે. ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ [Nehru Stadium] ખાતે યોજાનારા આ ભવ્ય સમારોહમાં રાહુલ ગાંધી [Rahul Gandhi] પણ હાજર રહે તેવી પ્રબળ શક્યતા છે. TVK ના તમામ ધારાસભ્યોને હાલ ચેન્નાઈમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
સત્તાનું સમીકરણ અને કોંગ્રેસની શરતો
તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી વિજયની પાર્ટીએ 107 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જોકે બહુમતી [Majority] માટે હજુ 11 બેઠકો ખૂટે છે. કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યો છે અને તેઓ વિજયની કેબિનેટમાં બે મંત્રી પદની માંગ કરી રહ્યા છે. આ ગઠબંધન માટે ગિરીશ ચોડણકર અને પ્રવીણ ચક્રવર્તી સતત TVK ના સંપર્કમાં છે.
#WATCH | Chennai, Tamil Nadu: On Congress's decision to support TVK, DMK spokesperson Saravanan Annadurai says, "We wish good luck to Vihay when he takes oath on 7th May. Congress has offered its support to the TVK, and that is why we called it backstabbing... The Congress has… pic.twitter.com/RgQCuccNDA
— ANI (@ANI) May 6, 2026
દિલ્હીથી ચેન્નાઈ સુધીની બેઠકો
સૂત્રો મુજબ, રાહુલ ગાંધી શરૂઆતથી જ ટેકો આપવાના પક્ષમાં હતા, પરંતુ મલ્લિકાર્જુન ખડગે [Mallikarjun Kharge] સ્થાનિક નેતાઓના અભિપ્રાયને પ્રાધાન્ય આપવા માંગતા હતા. આખરે તમિલનાડુ કોંગ્રેસ સમિતિની ઓનલાઈન બેઠકમાં TVK ને સમર્થન આપવાનો ઔપચારિક નિર્ણય લેવાયો હતો. હવે જોવાનું એ રહેશે કે વિજય બાકીની ખૂટતી બેઠકો માટે અન્ય કયા પક્ષોનો સાથ મેળવે છે.
આ પણ વાંચો : West Bengalમાં હવે કોનો થશે રાજ્યાભિષેક! મુખ્યમંત્રી પદની રેસમાં આ 5 નામ સૌથી મોખરે


