Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar Bridge Collapse : ભાગલપુરમાં વિક્રમશિલા પુલ તૂટ્યો ! 200 કરોડ નદીમાં હોમાયો !

Bridge Collapse : બિહારના ભાગલપુરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક દુર્ઘટના (Bridge Collapse) સર્જાતા રહી ગઈ હતી. ગંગા નદી પર નિર્મિત પ્રસિદ્ધ વિક્રમશિલા પુલ (Vikramshila Setu) નો એક મોટો હિસ્સો અચાનક ધરાશાયી થઈને નદીમાં ખાબક્યો હતો. સદનસીબે, ઘટનાના ગણતરીના સમય પહેલા જ અધિકારીઓએ જોખમ પારખી લીધું હતું
bihar bridge collapse   ભાગલપુરમાં વિક્રમશિલા પુલ તૂટ્યો   200 કરોડ નદીમાં હોમાયો
Advertisement
  • ભાગલપુર: ગંગા નદી પરનો વિક્રમશિલા Bridge Collapse!
  • વહીવટીતંત્રની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી
  • 25 વર્ષ જૂના પુલનો સ્લેબ ગંગાના વહેણમાં ડૂબ્યો
  • ટ્રાફિક સંપૂર્ણ બંધ: મુંગેર રૂટ પર ડાયવર્ઝન અપાયું
  • રૂ. 200 કરોડના ખર્ચે બનેલા પુલની હાલત જર્જરિત

Bridge Collapse : બિહારના ભાગલપુરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક દુર્ઘટના (Bridge Collapse) સર્જાતા રહી ગઈ હતી. ગંગા નદી પર નિર્મિત પ્રસિદ્ધ વિક્રમશિલા પુલ (Vikramshila Setu) નો એક મોટો હિસ્સો અચાનક ધરાશાયી થઈને નદીમાં ખાબક્યો હતો. સદનસીબે, ઘટનાના ગણતરીના સમય પહેલા જ અધિકારીઓએ જોખમ પારખી લીધું હતું અને પુલ ખાલી કરાવી દેતા કોઈ પણ પ્રકારની જાનહાનિ (Casualties) નોંધાઈ નથી.

Bihar Bridge Collapse : સતર્કતાએ બચાવ્યા સેંકડો જીવ

જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) નવલ કિશોર ચૌધરીએ જણાવ્યું કે, સ્થાનિક SHO અને અન્ય અધિકારીઓની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો છે. અધિકારીઓએ જોખમી જણાતા ભાગમાંથી લોકોને તત્કાલ હટાવી લીધા હતા. આ સ્થળાંતરના માત્ર 15 જ મિનિટ બાદ પુલનો સ્લેબ (Bridge Slab) તૂટી પડ્યો હતો.

Advertisement

Advertisement

વાહનવ્યવહાર માટે પુલ સીલ

આ ઘટના બાદ સુરક્ષાના કારણોસર ભાગલપુર અને નવગછિયા બંને તરફથી પુલને સંપૂર્ણપણે સીલ (Bridge Sealed) કરી દેવામાં આવ્યો છે. 2001માં આશરે 200 કરોડના ખર્ચે બનેલો આ 4.5 કિલોમીટર લાંબો પુલ હવે ઉપયોગ માટે અયોગ્ય જાહેર કરાયો છે.

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા

વહીવટીતંત્ર (Administration) દ્વારા હાલમાં મુંગેર માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આ વૈકલ્પિક રૂટ (Alternative Route) આશરે 60 કિલોમીટર લાંબો હોવાથી મુસાફરોએ સમય અને આર્થિક બોજ સહન કરવો પડશે.

આ પણ વાંચો : Sandeep Pathak ની મોટી ગર્જના! FIR ને ગણાવ્યો રાજકીય બદલો, કેમ છોડી 'આપ'?

Tags :
Advertisement

.

×