Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Video: કેરળ કૉંગ્રેસના મોટા નેતાની બેશરમી, મહિલા MLA ને જાહેરમાં ભેંટવાની કરી કોશિશ!

Cherian Philip Bindu Krishna Viral Video: કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચેરિયન ફિલિપ દ્વારા કોલ્લમના નવનિર્વાચિત મહિલા ધારાસભ્ય બિંદૂ કૃષ્ણાને જાહેરમાં બળજબરીથી ભેંટવાની કોશિશનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય અસહજ દેખાતા હોવા છતાં નેતાની હરકત ચાલુ રહેતા સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા થઈ રહી છે. ભાજપ અને અન્ય નેતાઓએ આ ઘટનાને શરમજનક ગણાવી કોંગ્રેસની સંસ્કૃતિ પર સવાલ ઉઠાવ્યા છે
video  કેરળ કૉંગ્રેસના મોટા નેતાની બેશરમી  મહિલા mla ને જાહેરમાં ભેંટવાની કરી કોશિશ
Advertisement

. તિરુવનંતપુરમમાં સ્વાગત દરમિયાન ચેરિયન ફિલિપે મહિલા MLA બિંદૂ કૃષ્ણા સાથે અણછાજતો વ્યવહાર કર્યો
. વીડિયોમાં મહિલા નેતાની સ્પષ્ટ અસહજતા દેખાવા છતાં નેતાએ પોતાની હરકત ચાલુ રાખી, જેની ભારે ટીકા થઈ રહી છે
. ભાજપ પ્રવક્તાઓએ આ મુદ્દે પ્રિયંકા ગાંધી અને સુપ્રિયા શ્રીનેતની ચૂપકીદી પર સવાલ ઉઠાવી કાર્યવાહીની માંગ કરી છે

Cherian Philip Bindu Krishna Viral Video: કેરલ (Kerala / Keralam) ના કોલ્લમ (Kollam) થી નવનિર્વાચિત ધારાસભ્ય બિંદૂ કૃષ્ણા (Bindu Krishna) નું અભિવાદન કરતી વખતે કૉંગ્રેસના નેતા ચેરિયન ફિલિપ (Cherian Philip ) ના અણછાજતા વ્યવહારની સોશયલ મીડિયા પર તીર્વ આલોચના થઈ રહી છે. તિરુવનંતપુરમ ખાતે કૉંગ્રેસ મુખ્યાલયમાં ફિલિપે બિંદૂ કૃષ્ણાનું સ્વાગત કરતા ભેંટવાની કોશિશ કરી હતી અને આ વીડિયો સોશયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Advertisement

વિભિન્ન દળોના નેતા આ વાત પર વાંધો વ્યક્ત કરી રહ્યા છે કે બિંદૂ કૃષ્ણ સ્પષ્ટપણે ખચકાય છે અને અસહજતાને જોવા છતાં ફિલિપ ચેરિયને પોતાની અણછાજતી હરકત ચાલુ રાખી હતી. ફિલિપની ટીકાનો મુખ્ય મુદ્દો જાહેરસ્થાનો પર મર્યાદાનું પાલન રવું, મહિલાઓનું સમ્માન કરવું અને શાલીનતા જાળવી રાખવાનો છે.

Advertisement

આ પણ વાંચો : "સૌનો સાથ-સૌનો વિકાસ, હવે થશે સૌનો હિસાબ": દિલીપ ઘોષે બંગાળમાં BJP નો એજન્ડા જણાવ્યો

Congress ના નેતાની બેશરમીનો વીડિયો વાઈરલ

ઘણાં લોકોએ ફિલિપની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. એક સોશયલ મીડિયા યૂઝર અખિલ બી. નાયરે લખ્યું છે કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે, શું તે ખરેખર બીમાર છે? આ મહિલા કેરલ કોંગ્રેસના નેતા શ્રીમતી બિંદૂ કૃષ્ણા છે, જેમણે કોલ્લમ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે. અન્ય કૉંગ્રેસી નેતા પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Hazeena Syed એ KC Venugopal ને Alka Lamba ના 'બૉયફ્રેન્ડ' ગણાવ્યા! કૉંગ્રેસમાં ભૂકંપ

સોશયલ મીડિયા પર થઈ રહી છે ફિલિપની ટીકા

ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા સમીરે કોંગ્રેસ (Congress) ની કથિત મહિલા વિરોધી સંસ્કૃતિની આકરી ટીકા કરી છે. અહીં કોંગ્રેસની મહિલા વિરોધી સંસ્કૃતિ સંપૂર્ણપણે સામે આવે છે, જ્યારે વરિષ્ઠ કોંગ્રેસી નેતા ચેરિયન ફિલિપે કોલ્લમના ધારાસભ્ય બિંદૂ કૃષ્ણાને બળજબરીથી ભેંટવાની કોશિશ કરી. શું પ્રિયંકા ગાંધી કોઈ કાર્યવાહી કરશે? હવે સમજાઈ ગયું કે કોંગ્રેસ નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કેમ કરે છે. કેટલા લોકો બોલશે (શું તું કંઈ કહીશ), સુપ્રિયા શ્રીનેત (Supriya Srinete) ?

દિલ્હી ભાજપના પ્રવક્તા અજય સહરાવતે (Ajay Saharawat) કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પર કટાક્ષ કરતા સવાલ કર્યો છે કે શું તે આ મામલા પર કંઈપણ કહેવા માંગશે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા ચેરિયન ફિલિપે કોલ્લમ બેઠકના ધારાસભ્ય બિંદૂ કૃષ્ણાને બળજબરીથી ભેંટવાની કોશિશ કરી. શું તમે આ શર્મનાક હરકત માટે કંઈ કહેવા માંગશો? મહત્ત્વપૂર્ણ છે કે ફિલિપ અથવા કૃષ્ણાએ આ મામલામાં કોઈ નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો : J.P. Morgan executive Case: "લોર્ના હજદિની થ્રીસમ માટે કરતી હતી મજબૂર"!

Tags :
Advertisement

.

×