મિઝોરમમાં સિવિલ-20 એજ્યુકેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્કિંગ ગ્રુપ દ્વારા વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન
મિઝોરમની રાજધાની આઇઝોલમાં સિવિલ-20 એજ્યુકેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્કિંગ ગ્રૂપ દ્વારા મંગળવારે 'મિઝોરમ કોન્ક્લેવ ઓન એજ્યુકેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' નામની વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ 20 એજ્યુકેશન અને ડિજિટલ વર્કિંગ ગ્રૂપ દ્વારા આયોજિત, વર્ચ્યુઅલ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો,વક્તાઓ,...
Advertisement
મિઝોરમની રાજધાની આઇઝોલમાં સિવિલ-20 એજ્યુકેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્કિંગ ગ્રૂપ દ્વારા મંગળવારે 'મિઝોરમ કોન્ક્લેવ ઓન એજ્યુકેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' નામની વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ 20 એજ્યુકેશન અને ડિજિટલ વર્કિંગ ગ્રૂપ દ્વારા આયોજિત, વર્ચ્યુઅલ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો,વક્તાઓ, ચેન્જમેકર્સ અને વિચારકોએ ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન શિક્ષણ પ્રણાલીના મહત્વ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
વિવિધ વિષયો પર ચર્ચા
કોન્ક્લેવ દરમિયાન જીવન માટે શિક્ષણ અને વૈશ્વિક નાગરિકતા, વિકલાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કટોકટીની પરીસ્થિતીમાં શિક્ષણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે, મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ મિઝોરમ યુનિવર્સિટીમાં 'શિક્ષણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' પર સિવિલ20 (C20) કાર્યકારી જૂથના કોન્ક્લેવના પ્રસંગે કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યુ કે, મને આનંદ છે કે અમે ભારતના G20 પ્રેસિડેન્સી અને તેના C20 એંગેજમેન્ટ ગ્રુપના સંદર્ભમાં શિક્ષણના ભાવિ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ચર્ચા કરી રહ્યા છીએ. હું C20 ના એજ્યુકેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (EDT) વર્કિંગ ગ્રૂપનો તેમની સકારાત્મક પહેલ માટે આભાર માનું છું, કારણ કે સમુદાયોને જોડવા માટે ટેક્નોલોજીની બહોળી ક્ષમતા છે. વધુમાં રાજ્યપાલે કહ્યું, હું ઈચ્છું છું કે અમારા પ્રયાસોથી આપણા સમાજને, આપણા પડોશી દેશો અને સમગ્ર વિશ્વને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાથી ફાયદો થાય, જે ભારતની G20 અધ્યક્ષતાની થીમ છે.
ડિજિટલ શિક્ષણ એ એક મહત્વપૂર્ણ સાધન
રાજ્યપાલ કંભમપતિએ જણાવ્યું હતું કે, ડિજિટલ શિક્ષણ એ એક મહત્વપૂર્ણ સાધન છે જે શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિ લાવી શકે છે. તે ગુણવત્તા, સરળ ઍક્સેસ અને ઇક્વિટી સહિત શિક્ષણના વૈશ્વિક પડકારોને સંબોધવાનું વચન આપે છે. ગવર્નરે જણાવ્યું હતું કે, ડીજીટલ સાક્ષરતા દ્વારા અમે વિવિધ સંસ્કૃતિઓ અને સામાજિક સંદર્ભોની જરૂરિયાતોને આધારે ફ્લેક્સીબલ અને મલ્ટીપર્પઝ શિસ્તબદ્ધ અભિગમની જરૂરિયાતને જાળવી રાખીને સુલભ, સમાન અને સમાવેશી શિક્ષણ પ્રણાલી હાંસલ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, આજના આધુનિક શિક્ષણને ટેક્નિકલ સપોર્ટ મળવો જરૂરી છે, તો જ તે વધુને વધુ લોકો સુધી પહોંચી શકશે. અગાઉ, ભારતની અધ્યક્ષતામાં, G-20 હેઠળ સિવિલ-20 ભારતની પ્રથમ બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાઈ હતી.
આ પણ વાંચો---PMનો વિકાસ પ્રવાસ, દમણને આપી અનેક વિકાસકામોની ભેટ


